Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીની દમણ મુલાકાત પહેલાં VVIP રિહર્સલ:ગુરુવારે સાંજે 5થી રાતના 8:30 સુધી રિહર્સલ યોજાશે, વાહનચાલકોને વૈકલ્પિક રૂટ અપનાવવા અપીલ

    11 hours ago

    દમણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 5 જૂનના રોજ દમણ મુલાકાત પૂર્વે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે VVIP રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે. 4 જૂન, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી આ રિહર્સલ યોજાશે, જેના કારણે શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા છે. ટ્રાફિક અવરજવર પ્રભાવિત થશે પોલીસ વિભાગ દ્વારા જારી કરાયેલી ટ્રાફિક એડવાઈઝરી અનુસાર, આ સમયગાળા દરમિયાન મશાલ ચોકથી ભેંસલોર ચાર રસ્તા, નાની બસ સ્ટેન્ડથી વાડ ચોકી રોડ, દલવાડાથી મશાલ ચોક, મશાલ ચોકથી તીન બત્તી, તીન બત્તીથી મારવાડ, નમો પથ, તેમજ નાઈટ માર્કેટ થઈને છાપલી શેરીથી ધોબી તળાવ સુધીના માર્ગો પર ટ્રાફિક અવરજવર પ્રભાવિત થશે. ટ્રાફિક ડાયવર્ઝન પોલીસ તંત્રએ મુસાફરો અને સ્થાનિક નાગરિકોને આ નિર્ધારિત સમય દરમિયાન ઉપરોક્ત માર્ગોનો ઉપયોગ ટાળવા અને વૈકલ્પિક માર્ગો અપનાવવા અપીલ કરી છે. ટ્રાફિક ડાયવર્ઝનના કારણે વાહનચાલકોને થોડો વિલંબ થઈ શકે છે. રસ્તાની બાજુમાં વાહનો પાર્ક ન કરો ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને ડાયવર્ઝન વ્યવસ્થામાં સહકાર આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જાહેર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે રસ્તાની બાજુમાં વાહનો પાર્ક ન કરવા સૂચના આપવામાં આવી છે. દમણ પોલીસ વિભાગે DDDP અંતર્ગત નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે, જેથી VVIP મુલાકાતની તૈયારીઓ સુચારુ રૂપે પૂર્ણ થાય અને ટ્રાફિક વ્યવસ્થા સરળતાથી જળવાઈ રહે.
    Click here to Read More
    Previous Article
    MSU કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પરીક્ષાના પરિણામમાં ટેકનિકલ ખામીનો વિરોધ:1760 વિદ્યાર્થી ડિસક્વોલિફાય થતાં ABVPએ ડીનનો ઘેરાવ કર્યો, ABVPએ કહ્યું: જીકાસ અને ફેકલ્ટી એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે
    Next Article
    ગાંધીનગરમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં ભીષણ આગ:શ્રીપડ આયન્સ રેસિડેન્સીના 13મા માળે આગ, પાડોશીના ફ્લેટ સુધી પહોંચી જ્વાળાઓ; ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment