Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:PM મોદીના જન્મ દિવસની ગુજરાત સાથે દેશભરમાં ઉજવણી, TMCનું ચૂંટણી પ્રતીક ઉપયોગ કરવા પર રોક; અભિષેક ટી-20માં ફાસ્ટેસ્ટ સેન્ચુરી વાળા ભારતીય

    3 days ago

    નમસ્તે, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ પેટાચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી પ્રતીક (ચિહ્ન) ના ઉપયોગ પર રોક લગાવી છે. ભારતે ટી-20 સિરીઝમાં અફઘાનિસ્તાનનો 3-0 થી ક્લીન સ્વીપ કર્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘ (DUSU) ચૂંટણી માટે આજે વોટિંગ 📰 કાલના મોટા સમાચારો 1. કાંકરિયા 1.25 લાખ દીવડાથી ઝળહળ્યું:અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં દીવાળી જેવો માહોલ, ઉજ્જૈનમાં 25 લાખ દીપ પ્રગટાવી મોદીના જન્મ દિવસની ઉજવણી પીએમ મોદીના જન્મદિવસ અને 25 વર્ષની જનસેવા અને સુશાસનની યાત્રાની ઉજવણી રૂપે 'સેવા અને સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાયા હતા. કાંકરિયા તળાવમાં 1.25 લાખ દીવડા પ્રગટાવ્યા હતા. ઉજ્જૈનમાં શિપ્રા નદીના ઘાટો અને મહાકાલ લોકમાં 25 લાખ, જ્યારે મકાનો-દુકાનોમાં 10 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડના દેહરાદૂનમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યમુના ઘાટ પર પીએમ મોદીના નામે પૂજા અને આરતી કરાવી. મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર બિહારમાં 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. આદિત્ય ઠાકરેને ₹500 કરોડની માનહાનિ નોટિસ:દિશા સાલિયાના પિતાએ કહ્યું- 7 દિવસમાં માફી માગો, તેમના નિવેદનોથી તપાસ પર સવાલો ઊભા થયા દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના ગૃહમંત્રી NCP (SP)ના નેતા અનિલ દેશમુખને 500 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, નોટિસમાં બંને નેતાઓને તેમના નિવેદનો પાછા ખેંચવા, જાહેરમાં માફી માંગવા અને 500 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાની માગ કરવામાં આવી છે. બંનેને આ માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આદિત્ય ઠાકરેએ તપાસમાં તેમનું નામ સામે આવ્યા બાદ કહ્યું હતું કે આ રાજકીય પ્રેરિત છે. જ્યારે અનિલ દેશમુખે કહ્યું હતું કે આદિત્યને બદનામ કરવામાં આવી રહ્યા છે. દિશાના પિતાએ કહ્યું કે આ નિવેદનો દ્વારા નિષ્પક્ષ તપાસની માંગને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ભારતે ત્રીજી T20 મેચમાં અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું:અભિષેકે 34 બોલમાં 108 રન બનાવ્યા, રોહિતનો રેકોર્ડ તોડ્યો; સેમસનની ફિફ્ટી; નીતિશ-બિશ્નોઈને 3-3 વિકેટ ભારતે અફઘાનિસ્તાન સામે ત્રીજી T20 મેચ 127 રનથી જીતી લીધી છે. આ સાથે જ તેણે 3 મેચની સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 222 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમ 14.1 ઓવરમાં 94 રન પર ઓલઆઉટ થઈ ગઈ. નીતિશ કુમાર રેડ્ડી અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ ઝડપી. અક્ષર પટેલને 2, જસપ્રીત બુમરાહ અને યશ ઠાકુરને એક-એક વિકેટ મળી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ચંદ્રશેખરન વધુ 5 વર્ષ ટાટા સન્સના ચેરમેન રહેશે:બોર્ડે કાર્યકાળ વધાર્યો; ગયા મહિને નોએલ ટાટા સાથે મતભેદોને કારણે રાજીનામું આપ્યું હતું ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનનો કાર્યકાળ 2032 સુધી લંબાવવામાં આવ્યો છે. ટાટા સન્સ લિમિટેડના બોર્ડે ગુરુવારે 5 વર્ષનો નવો કાર્યકાળ આપવાની મંજૂરી આપી. હાલમાં ચંદ્રશેખરનનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે અને તેઓ ફેબ્રુઆરી 2027માં નિવૃત્ત થવાના હતા. ચંદ્રશેખરે 12 ઓગસ્ટ 2026ના રોજ રાજીનામું આપી દીધું હતું. તે સમયે નોએલ ટાટા સાથેના મતભેદો અને ટ્રસ્ટમાં ચાલી રહેલી ખેંચતાણ તેનું કારણ બન્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 'અમે કેનેડા પર રાજ કરીશું, કોઈ નહીં રોકી શકે':અમારી ટીમમાં 5000થી વધુ શૂટર્સ, લોરેન્સ ગેંગની કેનેડા સરકારને ધમકી; પત્ર સામે આવ્યો ગેંગસ્ટર લોરેન્સ ગેંગે કેનેડા સરકારને તેમના દેશ પર રાજ કરવાની ધમકી આપી હતી. આ માટે ભારતમાંથી પત્ર મોકલવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે પત્ર વર્ષ 2025માં કેનેડા સરકારને મોકલવામાં આવ્યો હતો. હવે કેનેડાના મીડિયા હાઉસ CBC ન્યૂઝે આ પત્ર મેળવીને સમગ્ર મામલાનો ખુલાસો કર્યો છે. લોરેન્સ અમદાવાદની સાબરમતી જેલમાં છે. પત્રના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે લોરેન્સે કેનેડા સરકારને સેના અને પોલીસના નામે ધમકી આપી હતી. ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડની કાર્યવાહી સંબંધિત રેકોર્ડમાંથી પણ આ વાતનો ખુલાસો થયો છે. પત્ર અંગે તપાસ ચાલુ છે. કેનેડાની એડમન્ટન પોલીસ સર્વિસની ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ બ્રાન્ચે તેને રેકોર્ડનો ભાગ બનાવ્યો છે અને તેને એબોટ્સફોર્ડ પોલીસને મોકલ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમદાવાદ-દ્વારકામાં ધોધમાર વરસાદ:જગતમંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ ભીંજાયા, 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી ગુજરાત અને આસપાસ સર્જાયેલી બે અલગ અલગ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી. રાજ્યમાં આ સિઝનમાં જ્યાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે તે દ્વારકામાં સવારથી ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા.કાળિયા ઠાકોરના દર્શને આવેલા ભક્તો ભીંજાયા. હવામાન વિભાગના મતે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પુત્રીની હત્યા કરી મૃતદેહને ફ્રીજમાં બેસાડ્યો, શણગાર કર્યો:હાર પહેરાવી મોમાં તુલસીપાન મૂક્યું, પિતા પણ લટકી ગયા, સાવરકુંડલામાં પૈસાની લેતીદેતીમાં સોની પરિવાર વિખેરાયો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં રહેણાક મકાનમાંથી પિતા-પુત્રીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પિતાએ પોતાની માસૂમ પુત્રીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ફ્રિજમાં મૂકી દીધો હતો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી . ફ્રિજમાં શણગારેલી હાલતમાં દીકરી મૃત મળી આવી છે અને રૂમમાં હાથ-પગમાં મોજા પહેરેલા અને મોઢું ઢાંકેલું હતું એવી ગળેફાસો ખાધેલી હાલતમાં પિતાનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનામાં મૃતક પિતાએ આપઘાત કરતાં પહેલા લખેલી ત્રણ ચિઠ્ઠી મળી આવી છે, જેમાં તેણે દીકરીને મારીને ફ્રીજમાં મૂકી હોવાનું લખ્યું છે, સાથે દીકરીની હત્યા અને પોતાની આત્મહત્યાનું કારણ પૈસાની લેવડ-દેવડ હોવાનું જણાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : TMCના ચૂંટણી ચિહ્ન અને નામના ઉપયોગ પર પ્રતિબંધ:ચૂંટણી પંચે કહ્યું- તૃણમૂલના બંને જૂથો નવા ચિહ્નો પસંદ કરે, બંગાળની પેટાચૂંટણી પહેલાં નિર્ણય (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : રિપોર્ટ- ટ્રમ્પ સરકારે હુતી વિદ્રોહીઓ સાથે સિક્રેટ ડીલ કરી:અમેરિકી જહાજો પર હુતી ઉગ્રવાદીઓ હુમલો નહીં કરે, બદલામાં સાઉદીને મદદ નહીં કરે અમેરિકા (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા:બંને પાકિસ્તાની હોવાની આશંકા; સુરક્ષા દળોનું ઓપરેશન ગઈકાલ રાતથી ચાલુ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : જાપાનમાં 1 લાખ લોકો 100 વર્ષને પાર:તેમાં 88 ટકા મહિલાઓ; સારો ખોરાક, એક્ટિવ રહેવું અને નિયમિત આરોગ્ય તપાસથી સમયસર સારવાર લાંબા આયુષ્યની ચાવી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : સરકારે ફ્યુઅલ એક્સપોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો:ડીઝલ પર ₹5 અને પેટ્રોલ પર ₹1 ટેક્સ ઘટ્યો, તેલ કંપનીઓની બલ્લે-બલ્લે, પણ શું તમને પેટ્રોલ-ડીઝલ સસ્તું મળશે? (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : ક્રિકેટર પૃથ્વી શૉની સગાઈ તૂટી:માર્ચમાં જિંદગીની નવી ઈનિંગ શરૂ કરી, 6 મહિનામાં અલગ; મંગેતર આકૃતિએ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું- ‘પ્રેમ છે, પણ રસ્તા અલગ’ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગણેશ ઉત્સવ 25 સપ્ટેમ્બર સુધી:ગણેશ પૂજામાં દૂર્વા, શમીના પાન ખાસ કરીને ચઢાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તુલસી કેમ નથી ચઢાવવામાં આવતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 90 મિનિટ ઊંઘીને મળશે ₹13.76 લાખ જાપાનમાં 5 ઓક્ટોબરે સ્લીપિંગ કોમ્પિટિશન થશે, જેમાં વિનરને લગભગ 14 લાખ રૂપિયા મળશે. કન્ટેસ્ટન્ટે 90 મિનિટ ઊંઘવું પડશે. સ્લીપ-ટ્રેકિંગ ડિવાઈસથી જોવામાં આવશે કે કોણ કેટલી ઝડપથી ઊંઘી ગયું, કેટલી ઊંડી ઊંઘમાં ગયું અને કેટલી વાર પડખું ફર્યા વિના ઊંઘતું રહ્યું. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ગુજરાતમાં કરોડોની મિલકતના માલિક પાકિસ્તાની... પણ હાલમાં કબજો કોનો?: આઝાદી વખતે ભારત છોડનારાઓની પ્રોપર્ટી પર ભાસ્કરની તપાસ, ભાડું લેવાથી લઇ વેચાણ સુધીના ખુલાસા 2. 'એ કોઇ દિવસ મારો કોન્ટેક્ટ કર્યા વગર રહે જ નહીં': કેદારનાથ ગયેલા અમદાવાદના હરેશભાઈ પત્નીની આંખો સામેથી 5 મિનિટમાં ગુમ, 72 કલાક થવા છતાં ભાળ નથી 3. Editor's View : ટ્રમ્પ ગમે ત્યારે ટેરિફ બોમ્બ ફોડશે: ભારત ફરતે અમેરિકાનો ગાળિયો; પેટ્રોલના ભાવ ભડકે બળી શકે, મોદીનો દોસ્ત ટ્રમ્પને કડક જવાબ 4. બર્થ-ડે સ્પેશિયલ : કોણ નક્કી કરે છે પીએમ મોદીનું જમવાનું, કપડાં, ભાષણ: સવારથી રાત સુધી, મોદીની દિનચર્યા કેવી હોય છે; આજે 76મો જન્મદિવસ 5. આજનું એક્સપ્લેનર: અત્યાર સુધી મફત UPIનો ખર્ચ કોણ ઉઠાવતું હતું, નવા ચાર્જથી કેટલા પૈસા એકઠા થશે, કોને-કેટલો ફાયદો મળશે 6. બર્થ-ડે સ્પેશિયલ : 76 વર્ષની ઉંમરે ઇન્સ્ટાગ્રામ રીલ પર ડેબ્યૂ: મોદીના વ્યક્તિત્વના એ 5 મહત્વના પાસાં, જે તેમને આટલા સફળ બનાવે છે 7. બ્લેકબોર્ડઃ 20 વર્ષે નિર્દોષ છૂટ્યો, ન ઘર બચ્યું ન સ્વજનો: જમીનના વિવાદે પરિવાર ભરખી લીધો, મા-બાપ-ભાઈને કાંધ ન આપી શક્યો; જિંદગી જીવતી લાશ બની ત્યારે ન્યાય મળ્યો 8. ભાસ્કર એક્સક્લૂસિવ : મોદીના ભાઈ 5 ફૂટની દુકાનમાં 15 કલાક કરે છે કામ: અમદાવાદના ખખડધજ મકાનમાં રહે છે, રોજ રૂ.150 કમાણી, ખુમારીથી કહ્યું-કોઈ પાસે હાથ લંબાવ્યો નથી, નરેન્દ્રભાઈએ તરતા શીખવ્યું 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: સિંહ અને કુંભ સહિત 3 રાશિના ઘરે પારણું બંધાશે, મીન રાશિની ગ્રહ સ્થિતિમાં સકારાત્મક બદલાવના યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Govt Bars Selling Chip Plants Till Declaration Of Full Commercial Production Under Semicon 2.0 Scheme
    Next Article
    જરાંગેએ સરકારને સ્પષ્ટ ચેતવણી સાથે 90 દિવસનો સમય આપ્યો:મરાઠા અનામત મુદ્દે જરાંગેની ભૂખ હડતાળ મોકૂફઃ છતાં આંદોલન ચાલુ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment