Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM-RAHAT યોજનામાં અકસ્માત પીડિતોને ₹1.5 લાખની મફત સારવાર:સુરેન્દ્રનગરમાં નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજનાના અમલીકરણની સમીક્ષા

    12 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર બી.એ.પટેલના અધ્યક્ષ સ્થાને “પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડેન્ટ વિક્ટીમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ (PM-RAHAT)” ના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતના પીડિતોને 'ગોલ્ડન અવર'માં ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી ₹1.5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે. પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી એમ.ડી. પાનશેરિયાએ પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનનાર દર્દીને PMJAY આયુષ્માન કાર્ડ યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં 7 દિવસ સુધી ₹1.5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે. અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ પીડિતને જોખમમાંથી બહાર લાવવા માટે તાત્કાલિક 'સ્ટેબિલાઇઝેશન ટ્રીટમેન્ટ' મફત પૂરી પાડવામાં આવશે, જેથી આર્થિક સંકડામણને કારણે કોઈ વ્યક્તિ જીવ ન ગુમાવે. યોજનાની પારદર્શિતા માટે પોલીસ દ્વારા 'E-DAR' (ઇલેક્ટ્રોનિક ડિટેલ્ડ એક્સિડેન્ટ રિપોર્ટ) પર 'વિક્ટીમ આઇ.ડી.' જનરેટ કરવામાં આવશે. આ આઇડીને હોસ્પિટલની 'TMS' (ટ્રાન્જેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ) સાથે લિંક કરાશે, જેનાથી સારવાર પ્રક્રિયા પેપરલેસ અને ઝડપી બનશે. અકસ્માતની જાણ 112 નંબર પર થતાં જ એમ્બ્યુલન્સ પીડિતને નજીકની હોસ્પિટલમાં ખસેડશે. વીમો ન ધરાવતા વાહનો કે 'હિટ એન્ડ રન'ના કિસ્સામાં સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરની સત્તા હેઠળ સારવારની રકમની ચુકવણી કરવામાં આવશે. નિવાસી અધિક કલેક્ટર બી.એ. પટેલે આરોગ્ય વિભાગ, પોલીસ, RTO અને 108 ઇમર્જન્સી સેવા સહિતના તમામ સંબંધિત વિભાગોને યોજનાના અમલીકરણ માટે સંકલનમાં રહીને કામ કરવા અને જરૂરી તાલીમ પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક પાર્થ સી.પરમાર, ચીફ ડીસ્ટ્રીકટ મેડીકલ ઓફિસર ચૈતન્ય પરમાર, ચીફ ડીસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. બી.જી.ગોહિલ, RCHO, RTO કચેરીના અધિકારીઓ, PMJAY હેઠળ નોંધાયેલ સરકારી તથા ખાનગી હોસ્પિટલોના મુખ્ય તબીબી અધિકારીઓ, 108 જિલ્લા કો-ઓર્ડીનેટર અને આયુષ્યમાન ભારત જિલ્લા પ્રોગ્રામ કો-ઓડીનેટર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ECએ કહ્યું- બંગાળની મતદાર યાદીમાં ડિસ્પ્લે એરર સુધારાઈ:ગઈકાલે તમામ મતદારોના નામ ચકાસણી હેઠળ બતાવ્યા હતા; TMCએ કહ્યું હતું- શું દરેક શંકાના દાયરામાં
    Next Article
    બનાસકાંઠા પેન્શનર્સ એસોસિયેશનની કલેક્ટરને રજૂઆત:વેલિડેશન 2025 નાણા બિલ પરત ખેંચવા માંગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment