Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઉથ સ્ટાર અજિત કુમારનો યુરોપમાં અકસ્માત:રેસ દરમિયાન એક્ટરની બેકાબૂ કાર બીજી ગાડી સાથે અથડાઈ; 2025માં ત્રણ અકસ્માતમાં માંડ માંડ બચ્યો હતો

    15 hours ago

    સાઉથ એક્ટર અને કાર રેસર અજિત કુમાર યુરોપમાં એક હાઈ-સ્પીડ એન્ડ્યુરન્સ રેસ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યો. રેસિંગ દરમિયાન તેની કાર બેકાબૂ થઈને બીજી ગાડી સાથે અથડાઈ. જોકે, આ અકસ્માતમાં તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ફિલ્મીબીટના રિપોર્ટ અનુસાર, આ અકસ્માત એશિયન લા મેન્સ સિરીઝ અને મિશેલિન લા મેન્સ કપની રેસિંગ ઇવેન્ટ દરમિયાન થયો હતો. અજિત કુમાર ફિલ્મોની સાથે સાથે લાંબા સમયથી ઇન્ટરનેશનલ કાર રેસિંગમાં ભાગ લેતો રહ્યો છે. રેસ દરમિયાન બેકાબૂ થઈ કાર રિપોર્ટ્સ અનુસાર, રેસ દરમિયાન અચાનક તેની કાર પરથી કંટ્રોલ છૂટી ગયો અને તે ટ્રેક પર હાજર બીજી કાર સાથે અથડાઈ. ટક્કર છતાં અજિત કુમારને ઈજા થઈ ન હતી. અકસ્માત બાદ તે સુરક્ષિત રીતે કારમાંથી બહાર આવી ગયો. અજિત કુમાર ઇન્ટરનેશનલ રેસિંગ સર્કિટમાં ભાગ લેનારા ગણ્યા-ગાંઠ્યા ભારતીય ડ્રાઇવરોમાંથી એક છે. 2025માં પણ ત્રણ મોટા અકસ્માતોમાં બચી ગયો હતો અજિત અજિત કુમાર માટે રેસિંગ ટ્રેક પર અકસ્માતો થવા નવા નથી. આ પહેલા વર્ષ 2025માં પણ તે ઇટાલીમાં GT4 (GT4) યુરોપિયન સિરીઝ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યો હતો. તે જ વર્ષે સ્પેનના વેલેન્સિયામાં પોર્શ સ્પ્રિન્ટ ચેલેન્જ દરમિયાન તેની કાર બે વાર પલટી ગઈ હતી. આ ઉપરાંત દુબઈમાં 24H પોર્શ પ્રેક્ટિસ રેસ દરમિયાન પણ તેની કાર ક્રેશ થઈ ગઈ હતી. આ તમામ અકસ્માતોમાં તે કોઈ ગંભીર ઈજા વિના બચી ગયો હતો. 'અકસ્માત પછી માત્ર રેસ પૂરી કરવાનો વિચાર આવે છે' થોડા સમય પહેલાં ધ હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં અજિતે અકસ્માતો પછી પોતાની વિચારસરણી વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, અકસ્માત થતાં જ તે સૌથી પહેલાં જુએ છે કે તેને કોઈ ઈજા તો નથી થઈ ને. ત્યારબાદ જો કાર યોગ્ય સ્થિતિમાં હોય, તો તે રેસ પૂરી કરવાનો પ્રયાસ કરે છે. અજિતે કહ્યું હતું કે, તેને પોતાના પરિવારની ચિંતા રહે છે, કારણ કે આવા અકસ્માતોથી પરિવાર તણાવમાં આવી જાય છે. એક્ટર હોવાને કારણે તેના અકસ્માતની ખબરો વધુ ચર્ચામાં આવે છે. ફિલ્મોમાં કામ દરમિયાન 29 સર્જરી થઈ ચૂકી છે અજિત કુમારે ઇન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા દરમિયાન તેની અત્યાર સુધીમાં 29 સર્જરી (ઓપરેશન) થઈ ચૂકી છે. તેણે કહ્યું કે, જીવન જીવવાના બે રસ્તા હોય છે - કાં તો તમે ફરિયાદ કરો અથવા તો પાઠ શીખીને આગળ વધો. એક્ટર હોવા ઉપરાંત અજિત પ્રોફેશનલ કાર રેસર છે. ભારત ઉપરાંત તે ઘણી આંતરરાષ્ટ્રીય રેસિંગનો પણ ભાગ રહી ચૂક્યો છે. 2003માં તેણે ફોર્મ્યુલા એશિયા BMW ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તે ફોર્મ્યુલા 2 ચેમ્પિયનશિપનો ભાગ રહી ચૂક્યો છે, જે 2010માં થઈ હતી. 2015 પછી અજિત કુમારે 2025માં 24H દુબઈ રેસિંગથી રેસિંગ કરિયરમાં કમબેક કર્યું છે. 'ડેરડેવિલ' ફિલ્મમાં જોવા મળશે અજિત વર્કફ્રન્ટની વાત કરીએ તો, અજિત કુમાર તાજેતરમાં જ ફિલ્મ 'વિદામુયાર્ચી' અને 'ગુડ બેડ અગ્લી'માં જોવા મળ્યો હતો. હવે તે આગામી ફિલ્મ 'ડેરડેવિલ'માં જોવા મળશે, જેનું ડિરેક્શન અધિક રવિચંદ્રન કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ તેની પત્ની શાલિની અજિત કુમારનું પ્રોડક્શન હાઉસ 'બ્રેવહાર્ટ્સ પ્રોડક્શન્સ' કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    લંચ બ્રેક પૂરો થયાના પહેલા જ બોલે વિકેટ પડી:બાઉન્ડરી મારવાના પ્રયાસમાં પંત આઉટ; જુરેલ સાથેની 112 રનની ભાગીદારી તૂટી
    Next Article
    સુરેન્દ્રનગરમાં નશીલા પદાર્થોના વેચાણ સામે રજૂઆત:કલેક્ટરને આવેદનપત્ર આપી તકેદારી રાખવા અપીલ કરાઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment