Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંકરટેકરીમાં દારૂ-હપ્તાખોરીના વીડિયો બાદ LCBનો દરોડો:13 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયરની શોધખોળ શરૂ

    23 hours ago

    શહેરના શંકરટેકરી વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂનું વેચાણ થતું હોવાના તેમજ સ્થાનિક પોલીસ કર્મીઓ હપ્તા લેતા હોવાના ગંભીર આક્ષેપો કરતો એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવતા જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા તરત તપાસ શરૂ કરવામાં આવી હતી. વાયરલ વીડિયોના આધારે LCBની ટીમે મળેલી ચોક્કસ બાતમી પર કાર્યવાહી કરી. નવી નિશાળ નજીક આવેલા એક રહેણાક મકાનમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 13 બોટલ અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹3,755 છે. પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોણ કોણ તેને ખરીદવા આવતું હતું તે દિશામાં પણ તપાસ તેજ કરી છે. દારૂ સપ્લાય કરનાર અને અન્ય સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા માટે પ્રયાસો ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    સિલાઈ મશીન હટાવવા ગયો ને કરંટ લાગતા ઢળી પડ્યો, CCTV:2 મહિના પહેલા જ લગ્ન થયા'તા, સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની રાતે કલાકમાં જ કરંટ લાગવાથી અલગ અલગ 3 યુવાનના મોત
    Next Article
    છોટા ઉદેપુર LCBએ ધોળીવાવ પાસેથી 4.31 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:કારમાં લઈ જવાતો હતો દારૂ, ડ્રાઈવર ગાડી મૂકીને ફરાર થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment