Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુર LCBએ ધોળીવાવ પાસેથી 4.31 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:કારમાં લઈ જવાતો હતો દારૂ, ડ્રાઈવર ગાડી મૂકીને ફરાર થયો

    23 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ધોળીવાવ પાસેથી LCBએ એક I20 ગાડીમાંથી 4.31 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી અહીં પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવે છે. LCB ટીમે પણ દારૂની આવી જ એક મોટી ખેપ પકડી પાડી છે. LCBની ટીમ બોડેલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, એક હ્યુન્ડાઈ I20 ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે LCB ટીમે ધોળીવાવ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની GJ 01 RH 134 નંબરની હ્યુન્ડાઈ I20 ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે, ગાડી ચાલકે ગાડી ભગાવી હતી અને થોડે આગળ જઈ ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. LCB ટીમે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1736 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત 4,31,368 રૂપિયા આંકવામાં આવી છે. LCBએ વિદેશી દારૂ અને હ્યુન્ડાઈ I20 ગાડી સહિત કુલ 9,31,368 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શંકરટેકરીમાં દારૂ-હપ્તાખોરીના વીડિયો બાદ LCBનો દરોડો:13 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયરની શોધખોળ શરૂ
    Next Article
    અમેરિકાનો ઈરાની ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલો:ખાર્ગ આઇલેન્ડ નજીક વિસ્ફોટ, ટ્રમ્પે પરમાણુ ઠેકાણા પિકેક્સને ઉડાવી દેવાની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment