Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં PM મુલાકાત: QR કોડથી પાર્કિંગ:વહીવટી તંત્ર દ્વારા પ્રથમ વખત ડિજિટલ પાર્કિંગ પ્લાન જાહેર

    9 hours ago

    વડાપ્રધાનની જામનગર મુલાકાતને ધ્યાનમાં રાખીને, શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસ્તૃત પાર્કિંગ અને રૂટ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, આર.ટી.ઓ. એ.જે. વ્યાસ, પંચાયત કાર્યપાલક ઇજનેર કે.બી. છૈયા અને આસી. ટાઉન પ્લાનર ઊર્વીલ દેસાઈ દ્વારા આ આયોજન કરાયું છે. આ આયોજનની મુખ્ય વિશેષતા એ છે કે જામનગરમાં પ્રથમ વખત QR કોડ પદ્ધતિથી પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ડિજિટલ મેપ આધારિત સિસ્ટમ દ્વારા નાગરિકો નિર્ધારિત પાર્કિંગ સ્થળ સુધી સરળતાથી પહોંચી શકશે. ખાસ કરીને વી.આઈ.પી. વાહનો માટે જામનગર મહાનગર સેવા સદન ખાતે પાર્કિંગ ફાળવવામાં આવ્યું છે. અહીં અંદાજે 60 પાસધારક ફોર-વ્હીલર વાહનો રણમલ તળાવ પેરિફેરીથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સવાળા રસ્તે થઈને પ્રવેશ મેળવી શકશે. જામનગર ગ્રામ્યના વિવિધ તાલુકાઓ અને માર્ગો પરથી આવતી બસો અને ફોર-વ્હીલર માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. રાજકોટ રોડ તરફથી આવતી બસો અને ફોર-વ્હીલર અંબર ચોકડીથી સુભાષ બ્રિજ વચ્ચેના ઓવરબ્રિજ નીચેના ગાળામાં પાર્ક કરી શકાશે. જ્યારે દ્વારકા, ખંભાળિયા કે લાલપુર તરફથી આવતી બસો માટે લાલપુર ચોકડીથી પવનચક્કી થઈને જોલી બંગલા પાસેના ગુજરાત ટ્રાવેલ્સવાળા રોડ પર પાર્કિંગ, પીકઅપ અને ડ્રોપ પોઈન્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ તમામ સ્થળોએથી નાગરિકોએ પગપાળા મુખ્ય કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવાનું રહેશે. શહેરની સામાન્ય જનતાના ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે પણ અલગ-અલગ વિસ્તારોમાં પાર્કિંગ પોઈન્ટ્સ નક્કી કરાયા છે. ટાઉન હોલ ખાતે અંદાજે 1800 ટુ-વ્હીલર માટે જગ્યા ફાળવવામાં આવી છે, જ્યાં સુભાષ બ્રિજ, ગ્રેઈન માર્કેટ અને રણજીત રોડ તરફથી આવતા વાહનો પાર્ક થઈ શકશે. ફોર-વ્હીલર વાહનો માટે તિબેટીયન માર્કેટમાં 80 વાહનોની ક્ષમતાનું પાર્કિંગ રખાયું છે. આ ઉપરાંત, રણમલ લેક પાર્કિંગ ખાતે 1100 ટુ-વ્હીલર અને 100 ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે, જે ખાસ કરીને લાલપુર રોડ, સમર્પણ સર્કલ અને રણજીતનગર વિસ્તારના લોકો માટે અનુકૂળ રહેશે. જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તમામ નાગરિકોને આ આધુનિક QR કોડ પદ્ધતિનો ઉપયોગ કરી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ખાણ ખનિજ ટીમ પર હુમલો: 7 આરોપીનું ઘટનાસ્થળે સરઘસ:પંચમહાલના ઘુસર ગામે ગોમા નદીના પટમાં થયેલા હુમલામાં પોલીસે કાર્યવાહી કરી
    Next Article
    યુવકના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બે ગઠિયા ફરાર, CCTV:સાબરમતી વિસ્તારમાં દુધ લઈને ઘરે જતો હતો, બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment