Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના જન્મ દિવસની ઉજવણીનો વિરોધ:NSUIના કાર્યકરોની બેનર સાથે રેલી, પોલીસે સૂત્રોચ્ચાર થતાં જ કાર્યકરોની અટકાયત કરી

    7 hours ago

    આજે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં લો ગાર્ડન પાસે NSUIના કાર્યકર્તાઓએ ઉજવણીનો વિરોધ કર્યો હતો. કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કરતા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. NSUI કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન NSUI દ્વારા અગાઉથી જ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમનો વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે બપોરે 1 વાગ્યા પછી લો ગાર્ડન હેપેટ સ્ટ્રીટ પાસે અમદાવાદ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ડીસીપી, એસીપી, પીઆઇ સહિત 100થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બેનર અને સૂત્રોચ્ચાર કરતા કાર્યકરોની અટકાયત 2:45ની આસપાસ NSUIના કાર્યકર્તાઓ પંચવટી ક્રોસ રોડથી હેપ્પી ચાર રસ્તા પાસે રેલી સ્વરૂપે ચાલતા ચાલતા આવ્યા હતા. હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર કરતા કાર્યકરોની પોલીસ દ્વારા લૉ ગાર્ડન પાસેથી અટકાયત કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ પણ લૉ ગાર્ડન પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ:ખેડૂતો સોયાબીન, મગ, અડદ અને મગફળી વેચવા 9 ઓક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો પર રજીસ્ટ્રેશન કરાવી શકશે
    Next Article
    ભરૂચમાં PM મોદીના જન્મદિન પર રક્તદાન શિબિર અને નિદાન કેમ્પ:પ્રથમ દિવસે 85 લોકોએ રક્તદાન કર્યું, 143 લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment