Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ કહ્યું- આસામમાં NDA હેટ્રિક કરશે:કોંગ્રેસ પાસે લાંબા ગાળાનું વિઝન નથી, તે હારની સદી ફટકારશે; પુડુચેરીમાં રાહુલે કહ્યું- યુવાનોને દર મહિને ₹ 2 હજારની મદદ

    1 day ago

    PM નરેન્દ્ર મોદી આસામ પહોંચ્યા છે. આજે તેમની ત્રણ રેલીઓ છે. બરપેટામાં તેમણે જાહેરાત કરી કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન આસામમાં વિજયની હેટ્રિક કરશે, અને કોંગ્રેસ હારની સદી ફટકારશે. તેમણે કહ્યું કે ભાજપ પોતાના વચનો પૂરા કરે છે. કોંગ્રેસ પાસે વિકાસ માટે દ્રષ્ટિનો અભાવ છે અને લાંબા ગાળાનું વિઝન નથી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે આસામના કામરૂપમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર આકરા પ્રહારો કર્યા. રાહુલે કહ્યું- હિમંતા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે. તેઓ ગમે તેટલું કરી લે, અંતે કાયદો તેમને પકડીને જેલમાં નાખશે. રાહુલે આરોપ લગાવ્યો કે આસામના મુખ્યમંત્રી 24 કલાક નફરત અને હિંસાની રાજનીતિ કરે છે. તેમણે દિવંગત ગાયક ઝુબિન ગર્ગનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની વિચારસરણી અને સરમાની વિચારધારામાં મોટો તફાવત છે. રાહુલે વચન આપ્યું કે કોંગ્રેસ સત્તામાં આવતા 100 દિવસની અંદર ઝુબિન ગર્ગને ન્યાય અપાવાશે. આ તરફ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપે એકબીજા વિરુદ્ધ હેટ સ્પીચનો આરોપ લગાવતા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો કે BJP ઉમેદવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ વાંધાજનક અને ધમકીભર્યા નિવેદનો આપ્યા છે. જ્યારે BJPએ વળતો પ્રહાર કરતા પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવી અને આરોપ લગાવ્યો કે કલ્યાણ બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને અપમાનજનક નિવેદનો આપ્યા. ચૂંટણી રાજ્યોના મોટા અપડેટ્સ… 5 રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણી સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    ‘Go back, you Bihari’: Why BJP’s ‘outsider’ pitch in Assam is hitting a cultural wall
    Next Article
    રાજકોટ કોંગ્રેસના વોર્ડ નં.13ના પૂર્વ કોર્પોરેટર નારાજ:અમને વિશ્વાસમાં લીધા વગર પાર્ટીએ અંજનાબેનને ટિકિટ આપી, ક્યારે પણ પાર્ટીના કોઈ કાર્યક્રમમાં જોયા નથી, ચૂંટણી પરિણામમાં અસર થઇ શકે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment