Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીને મળ્યા NCP(SP) ચીફ શરદ પવાર:દીકરી સુપ્રિયા સુલે પણ સાથે હતાં, એક દિવસ પહેલા CJP ચીફ દીપકેને મળ્યા હતા

    1 day ago

    NCP (SP) ચીફ શરદ પવારે બુધવારે સવારે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ પ્રસંગે સુપ્રિયા સુલે પણ તેમની સાથે હતાં. આ મુલાકાત સંસદ ભવનમાં થઈ. શરદ પવારે મોદીને એક પત્ર પણ સુપરત કર્યો. બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ? તેનો વિગતવાર અહેવાલ હજુ સામે આવ્યો નથી. એક દિવસ પહેલા શરદ પવાર જંતર-મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનમાં પહોંચ્યા હતા. તેમણે અભિજીત દીપકે સાથે મુલાકાત કરી હતી. મુલાકાતની 4 તસવીરો: પવારના NDAમાં જોડાવાની અટકળો શરદ પવારની મોદી સાથેની મુલાકાતે રાજકીય હલચલ તેજ કરી દીધી છે. સીમાંકન બિલ પર ભાજપને NCP (SP)ના 8 સાંસદોનું સમર્થન જોઈએ છે. આ મુલાકાતને તેની સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે. સુપ્રિયા સુલેએ કુલ બેઠકોમાં 50 ટકા વધારાની લેખિત ગેરંટી મળવા પર આ બિલને શરતી સમર્થન આપવાના સંકેત આપ્યા છે. જોકે, સુપ્રિયા સુલેએ NDAમાં જોડાવા કે કોઈપણ પ્રકારના વિલિનીકરણના પ્રસ્તાવોને નકારી કાઢ્યા છે. આવી સ્થિતિમાં શરદ પવારના આગામી પગલાં પર સસ્પેન્સ છે. મોદી-પવારના અંગત સંબંધો મજબૂત મોદી અને પવાર વચ્ચેના સંબંધો અંગત રીતે ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને આદરણીય છે. જોકે, ચૂંટણી રાજકારણના મંચ પર બંને એકબીજા પર તીખા પ્રહારો કરતા અચકાતા નથી. મોદીએ ચૂંટણીમાં પવાર પર આકરા પ્રહારો કર્યા વર્ષ 2014ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન મોદીએ શરદ પવારની NCPને 'નેચરલી કરપ્ટ પાર્ટી' ગણાવી હતી અને જનતાને 'કાકા-ભત્રીજા' (શરદ પવાર અને અજિત પવાર)ની જોડીને ઉખાડી ફેંકવાની અપીલ કરી હતી. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ શરદ પવારનું નામ લીધા વિના તેમના પર આકરો હુમલો કરતા તેમને 'ભટકતી આત્મા' કહ્યા હતા, જે રાજકીય સ્થિરતાને નુકસાન પહોંચાડે છે. શરદ પવાર પણ મોદી સરકારની નીતિઓની સતત ટીકા કરતા રહ્યા છે. તેમણે મોદીની સરખામણી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરતા દેશમાં ડરનો માહોલ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત તેમણે પીએમ મોદીની સરખામણી પૂર્વ જવાહરલાલ નેહરુ સાથે કરવા પર પણ વાંધો ઉઠાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત-રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ:UPના ગામોમાં મગર ઘૂસ્યા, અસમમાં 5 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત; કેદારનાથ-વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ
    Next Article
    NEETની પરીક્ષા અગાઉ આપઘાત કરનાર કહાનના પિતા કોંગ્રેસના ધરણામાં પહોંચ્યા:કોંગ્રેસ કાર્યાલયના ગેટ બંધ, બહાર ભાજપ ધરણા કરી શકે એટલે 2000 પોલીસકર્મીના કાફલો ખડક્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment