Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેલાડીઓની રમત સામે સંકટ:PMના કાર્યક્રમ બાદ MSUનું હેન્ડબોલ મેદાન બિસ્માર, સેનેટ મેમ્બરે દિલગીરી વ્યક્ત કરી

    6 hours ago

    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માં વડાપ્રધાનના કાર્યક્રમનું આયોજન પૂર્ણ થયા બાદ પેવેલિયન સ્થિત મુખ્ય રમતગમતનું મેદાન અત્યંત બિસ્માર અને દયનીય હાલતમાં ફેરવાઈ ગયું છે. યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ ખેલાડીઓ માટે બિનઉપયોગી બની જતાં સેનેટ સભ્ય દ્વારા સત્તાધીશો સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. ખેલ મહાકુંભ અને ઇન્ટર-યુનિવર્સિટી ટુર્નામેન્ટના ટાણે જ મેદાન ક્ષતિગ્રસ્ત થઈ જવાથી રમતવીરોની પ્રેક્ટિસ ઠપ થઈ ગઈ છે અને તેઓનું ભવિષ્ય અધ્ધરતાલ બન્યું હોવાનો ગંભીર આક્ષેપ ઊઠ્યો છે. 440 વોલ્ટના થાંભલા, સબ-સ્ટેશન અને સિમેન્ટના ખાડા MSUના સેનેટ સભ્ય કપિલ જોષીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના કાર્યક્રમ અને રેમ્પવૉકના કારણે યુનિવર્સિટીનું હેન્ડબોલ મેદાન સાવ નષ્ટ થઈ ગયું છે. ઇવેન્ટના આયોજન માટે ગ્રાઉન્ડ પર 440 વોલ્ટના વીજ થાંભલા ઊભા કરાયા હતા, વીજ સબ-સ્ટેશન તૈયાર કરાયા હતા અને પાકા સિમેન્ટના મોટા ખાડા ખોદી દેવાયા છે. આ પ્રકારના ભારે બાંધકામ અને તોડફોડના પરિણામે મેદાન હવે લાંબા સમય સુધી રમત રમવા માટે યોગ્ય રહી શકે તેમ નથી. સરકારી કાર્યક્રમના નામે કમર્શિયલ સ્ટોલ્સ ગોઠવાયા સેનેટ સભ્યે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, સત્તાધીશો દ્વારા આ મેદાન સંપૂર્ણપણે સરકારી હેતુ માટે ફાળવાયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ વાસ્તવિકતા એ છે કે સમગ્ર પરિસરમાં પ્રખ્યાત ફરસાણની દુકાનો, સાઉથ ઇન્ડિયન ફૂડ ઝોન, વ્યાપારી સ્ટોલ્સ અને મોટી-મોટી કમર્શિયલ જાહેરાતો ગોઠવી દેવામાં આવી હતી. કાર્યક્રમ સંપન્ન થયાને પાંચ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આખા મેદાન પર પ્રચાર સામગ્રી, પ્લાસ્ટિક અને ગંદકીના ઢગલા વેરણછેરણ હાલતમાં પડ્યા છે. ડામર અને કપચી પાથરી મેદાનનો નાશ કરાયો આગામી દિવસોમાં રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ તેમજ ઇન્ટર-યુનિવર્સિટી સ્પર્ધાઓ યોજાવા જઈ રહી છે, જેના માટે ખેલાડી વિદ્યાર્થીઓનું સત્તાવાર રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ચૂક્યું છે. આવા સંવેદનશીલ સમયે જ મેદાન પર વાહનોની અવરજવર માટે કપચી અને ડામર મિક્સ કરીને પાથરી દેવાતા સ્પોર્ટ્સ ટ્રેક અને ગ્રાઉન્ડ કાયમી ધોરણે ખતમ થઈ ગયા છે. આ ઉપરાંત કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત હાજરી આપવાની ધમકી અપાઈ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. રમતવીરોનું હિત જોખમાયું હોવાથી હવે તંત્ર આ મેદાનનું યુદ્ધના ધોરણે ક્યારે સમારકામ કરે છે તેની સામે સૌની મીટ મંડાઈ છે.
    Click here to Read More
    Previous Article
    MPથી ₹2.77 લાખનું MD ડ્રગ્સ વેચવા અમદાવાદ આવ્યો:દીવાન બલ્લુભાઈ સ્કૂલ સામે 92.6 ગ્રામ મેફેડ્રોન વેચે તે પહેલાં LCBએ દબોચ્યો
    Next Article
    CM Bhupendra Patel|CM ભૂપેન્દ્રભાઈ પટેલના સુશાસનમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment