Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MPથી ₹2.77 લાખનું MD ડ્રગ્સ વેચવા અમદાવાદ આવ્યો:દીવાન બલ્લુભાઈ સ્કૂલ સામે 92.6 ગ્રામ મેફેડ્રોન વેચે તે પહેલાં LCBએ દબોચ્યો

    6 hours ago

    મધ્યપ્રદેશના મંદસૌરથી એમ.ડી. ડ્રગ્સ વેચવા આવેલા યુવકને વાણિજ્ય ભવન નજીક દીવાન બલ્લુભાઈ સ્કૂલ સામે આવેલા પારેખ ટાવરની પાછળથી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂ. 2.77 લાખનું 92 ગ્રામ 600 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ​ઝોન-6 એલસીબી સ્કોડને બાતમી મળી હતી કે, એક શખ્સ પોતાના કબજામાં નશીલો પદાર્થ એમ.ડી. ડ્રગ્સ રાખી વેચાણ અર્થે પારેખ ટાવર તરફ જવાનો છે. જેના આધારે વોચ ગોઠવી પારેખ ટાવરના પાછળના ભાગથી પસાર થતાં એક યુવકને પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ આદિલખા સજાદખા મેવાતી જણાવ્યું હતું. તેની તપાસ કરતા પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં ભરેલુ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે આરોપી આદિલખાની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો લાવી વેચાણ કરવાનો હોવાનું જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે દરખાસ્તોને મંજૂરી:વલસાડમાં પ્રભારી મંત્રીની હાજરીમાં આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
    Next Article
    ખેલાડીઓની રમત સામે સંકટ:PMના કાર્યક્રમ બાદ MSUનું હેન્ડબોલ મેદાન બિસ્માર, સેનેટ મેમ્બરે દિલગીરી વ્યક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment