Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવાના સૂર બદલાયા, PM યોજનાઓના ભરપૂર વખાણ કર્યા:દરેક કાર્યક્રમમાં કૌભાંડની વાતો કરતા MLAએ કહ્યું- 'મનરેગા-આવાસમાં આપણે ટોપ-5માં, સરકારની સાથે રહીને કામ કરવું જોઈએ'

    3 days ago

    નર્મદા જિલ્લાના ચીકદા તાલુકામાં યોજાયેલી જન કલ્યાણ શિબિરમાં ચૈતર વસાવાના ભાષણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. દર વખતે સરકારની યોજના કે નીતિઓનો વિરોધ કરતા વસાવા આજે જાહેરમાં સરકારી યોજનાઓના વખાણ કરતા જોવા મળ્યા હતા. તેમજ પ્રજાને પણ આપણે સરકારની સાથે રહીને કામ કરવું જોઈએ તેવી વાતો કરી હતી. નવાઈની વાત એ પણ છે કે, નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવ્યા બાદ અચાનક વસાવાના બદલાયેલા સૂર ચર્ચાનો વિષય બન્યો છે. આપણો જિલ્લો મનરેગા-આવાસમાં ટોપ-5માં : ચૈતર વસાવા નોંધનીય છે કે, ચૈતર વસાવાએ અગાઉ નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું હતું, પરંતુ હવે તે કહે છે કે, નર્મદા જિલ્લો મનરેગા હેઠળ રોજગાર આપવામાં રાજ્યમાં પાંચમા ક્રમે છે. આ ઉપરાંત, તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દેડિયાપાડા તાલુકો 1થી 5 નંબર પર આવતો હોવાનું પણ જણાવ્યું હતું. અગાઉ રાજ્ય સરકારના કાર્યક્રમોમાં અધિકારીઓનો ઉધડો લેતા ચૈતર વસાવાએ હવે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાની અને યોજનાઓ વિશે જાણકારી આપવાની વાત કરી, જે મતદારો માટે પણ આશ્ચર્યજનક હતું. આપણા વિસ્તારમાં હજુ બે-ત્રણ સમસ્યાઓ છે : ચૈતર વસાવા કાર્યક્રમ દરમિયાન મંચ પર વસાવાએ કહ્યું- આપણા વિસ્તારમાં હજુ બે-ત્રણ સમસ્યાઓ છે. કુપોષણની સમસ્યા છે, સિકલ સેલની સમસ્યા છે, પણ એ અવિરત ચાલતી પ્રક્રિયાઓ છે, આપણા ક્ષેત્રને સારા શિક્ષણમાં લઈ જવું હશે, આપણા વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવી હશે, શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવી હશે, રોજગારીમાં પણ આપણા યુવાનોને સારી રોજગારી મળે, નોકરી મળે, ભરતીઓમાં પાસ થાય એ પ્રકારની જો ક્રાંતિ લાવવી હશે તો બધાએ સૈયારો પ્રયાસ કરવો પડશે. કોઈ એક વ્યક્તિના પ્રયાસથી આખા વિસ્તારનો સારો ઉદ્ધાર થઈ જાય, આખા વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એવું બનતું નથી. સાંસદ-અધિકારીઓ રાત-દિવસ મહેનત કરે છે : ચૈતર વસાવા ચૈતર વસાવાએ કહ્યું કે એક સામાન્ય તલાટીથી લઈને, ગ્રામસેવકથી લઈ ધારાસભ્ય, સાંસદ, પ્રમુખો બધા જ લોકો, તમામ અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના હોય, વીજવિભાગના હોય, બધા જ લોકો રાત-દિવસ મહેનત કરે છે, પોતાની ફરજ નિભાવે છે. એ પ્રકારે નૈતિકતાથી જે જવાબદારી મળી છે એ નિભાવશે તો મને પૂરો વિશ્વાસ છે સૌના સહકારથી આપણે આગળ વધી શકીશું. મને આનંદ થાય છે કે આ સરસ કાર્યક્રમ સફળ રહ્યો : ચૈતર વસાવા ચૈતર વસાવાએ કહ્યું કે આજના કાર્યક્રમમાં આપણી મધ્યે આપણા વડીલ સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા છે, એમને પણ આપણે સાંભળવાના છે. મને આજે આનંદ થાય છે કે આ સરસ કાર્યક્રમ સફળ થઈ રહેલો છે. આવી જ રીતના બધા સાથે આગળ વધતા રહીશું તો ચોક્કસ એક દિવસે આપણો નવનિર્મિત સિંગવડ તાલુકો પણ ગુજરાત અને દેશના નકશામાં એક અગ્રીમ સ્થાન પર આવશે.
    Click here to Read More
    Previous Article
    Anthropic restores Claude access after AI chatbot platform experiences brief outage
    Next Article
    MLA દર્શના દેશમુખને ગાંધીનગરનું તેડું, નીલ રાવ સામે આક્ષેપ કર્યાં:'ચૂંટણીમાં માનિતાઓને ઉમેદવાર તરીકે ઊતાર્યાં જેના પરિણામે નર્મદા જિલ્લામાં ભાજપ બેકફૂટ પર આવી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment