Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં PM મોદીનું GEN-Zને સંબોધન, નારાજ ફૂફાને ફરી યાદ કર્યા:35 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, આવતા વર્ષે બુલેટ ટ્રેન દોડશે

    19 hours ago

    આજે ગુજરાતની લેબોરેટરીમાં મોદીની રેમ્પની રાજનીતિનો પ્રયોગ. વડોદરામાં PM મોદીનું ખાસ Y આકારના સ્ટેજ રેમ્પ વોક કરીને GEN-Zને મળ્યા હતા. હીરા બાના લાલ મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી ગીતથી મોદીનું સ્વાગત કરાયું છે. ત્યારે બીજ તરફ રેલેવ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે- આવતા વર્ષે મે-જૂનમાં બુલેટ ટ્રેન દોડશે. MS યુનિવર્સિટી ગ્રાઉન્ડના કાર્યક્રમ દરમિયાન રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. PM મોદીનું સંબોધન શરૂ મોદીએ કહ્યું કે, વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે આપની વચ્ચે આવ્યો છું. અહીં હજારો કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. આ વિકાસ પર્વ માટે જે સેવા ભાવ સાથે વડોદરામાં સ્વચ્છતાથી સ્વાગત અભિયાન ચલાવ્યું છે, તેના માટે હું વડોદરાના દરેક નાગરિકનો અભિનંદન કરું છું. તેની સરાહના કરું છું. મેં કાલે વડોદરાનો એક વીડિયો જોયો.. ખૂબ ગર્વ અનુભવ્યો.. મારા વડોદરાના તમામ લોકોને અભિનંદન. વડોદરા ગતિશક્તિ યુનિવર્સિટીની શહેર છે. આજે ફ્રેડ કોરીડોરની અંતિમ કડીઓ જોડાઈ ગઈ છે. આજે 2800 કરોડનો પ્રોજેક્ટ પૂરો થયો. આ કોરિડોર આ વાતનું સાક્ષી છે કે વિતેલા 12 વર્ષમાં દેશની કામ કરવાની પધ્ધતિ કેવી રીતે બદલાઈ છે. આ કોરિડોર માટે 2004 માં વિચાર શરૂ થયો હતો. એટલે કે ત્યારે કદાચ અહીં બેઠેલા પૈકી કેટલાકનો જન્મ પણ નહીં થયો હોય. 2006માં કંપની બની અને બાદમાં 2014માં ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ ફરતી રહી. 2014માં વડોદરાના લોકોએ મને દિલ્હી મોકલી આપ્યો. 7-8 વર્ષમાં એક કિમી ફ્રેથ કોરિડોર પર કામ થયું ન હતું. અગાઉની સરકાર મુજબ દેશ ચલાવતા તો ત્રણ ચાર પેઢી નીકળી જાત. 2014 બાદ મને અહીંથી હું જે ભણીને ગયો હતો ત્યાં પહોંચી ને એ કામને ગતિ આપવાનું કામ શરૂ કર્યું. 2500 કિમીની કામ આજે પૂર્ણ કરી બતાવ્યું છે. આ ફ્રેડ કોરિડોર દેશના વેપારનો મુખ્ય આધાર બની રહ્યું છે. આ કોરિડોર વિકસિત ભારતની જીવન રેખા છે. આના થકી ટ્રાન્સપોર્ટેશન સેક્ટરની કાયાકલ્પ થઈ છે. આજે પૂર્વી અને પશ્ચિમી ફ્રેડ કોરિડોર પર 430થી વધુ માલગાડી ચાલે છે. પહેલા જે માલગાડી સાડા છ કલાકમાં 100 કિમીની યાત્રા કરતી હતી તે હવે તેનાથી અડધા સમયમાં યાત્રા પૂર્ણ કરશે. જ્યાં ટ્રકથી સામાન મોકલવા 30 કલાક લાગતા હતા તેના પર હવે 10થી 12 કલાક લાગશે. હાલમાં JNPTથી વડોદરા સુધી ડબલ ડેકર માલગાડી ચલાવવામાં આવી. આ ગાડી ચાલવાથી એક વાર નહી 250થી વધુ ટ્રક જેટલો સામાન મુંબઈથી વડોદરા પહોંચ્યો. હવે જે નારાજ ફુફાજી છે તે બૂમો પાડશે કે ટ્રક ચાલકનું શું થશે. પણ હવે મોટી માત્રામાં સામાન એક સ્થળથી બીજા સ્થળે પહોંચી શકશે. આજે અનેક નવી ટ્રેન શરૂ થઈ છે. નવી ટ્રેનો થકી વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુરના લોકોને સુવિધા મળશે. દેશમાં કરોડો લોકો માટે ચીજવસ્તુઓ બને છે ત્યારે લોકોનું જીવન સુધરે છે. આ વર્ષે રેલ બજેટ પોણા ત્રણ લાખ કરોડથી વધુ છે, જે પાછલા વર્ષો કરતા અનેક ગણું મોટું છે. રેલવે હજારો નવા રોજગાર બનાવી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થયા બાદ તેની આસપાસ નવા ઉદ્યોગો આવે છે. PM મોદીની ધમાકેદાર એન્ટ્રી, રેમ્પ વોક ને GEN-Z સાથે કનેક્ટ નવસારી જિલ્લા કમલમનું ઉદ્ઘાટન કરશે વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી નવસારી પહોંચશે. પીએમ બન્યા બાદ પ્રથમવાર જિલ્લાના 'નમો કમલમ' કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. મુખ્ય રોડથી કમલમ સુધી 1100 મહિલાઓ કળશ લઈ પીએમનું સ્વાગત કરશે. કાર્યાલય બહાર 500 લોકો ડમરું વગાડશે સાથે જ 100 જેટલા લોકો ત્રાસા વગાડી અભિવાદન કરશે. આ કાર્યક્રમ બાદ તેઓ 5000થી વધુ બુદ્ધિજીવીઓ, ડોક્ટરો, એન્જિનિયરો અને શિક્ષકો સહિત ટોચના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીને 'ડુ યોર જોબ' કહેનારને 'બિગ બોસ'માં નો-એન્ટ્રી!:Gen-Zનો અવાજ બનેલી રિયા અહીરનો CJP આંદોલન, રાહુલ ગાંધી સાથે મુલાકાત પર ખુલાસો
    Next Article
    એસેસમેન્ટ-રિકવરી ઓફિસર અને ડેપ્યુટી ઈજનેરની પરીક્ષાની તારીખ જાહેર:સુરત મહાનગરપાલિકામાં બે સંવર્ગોની સીધી ભરતીની લેખિત પરીક્ષા 20 સપ્ટેમ્બરે યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment