Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ દરિયાકિનારે સુરતના રત્નકલાકારનો મૃતદેહ મળ્યો:PM રિપોર્ટમાં મોતનું કારણ અસ્પષ્ટ, FSL રિપોર્ટની રાહ

    10 hours ago

    વલસાડના તિથલ દરિયાકિનારે પથ્થરો વચ્ચેથી સુરતના 46 વર્ષીય રત્નકલાકાર ભરતભાઈ પટેલનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. વલસાડ સિટી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, પરંતુ પ્રાથમિક પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટમાં પણ મોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા અપાયેલા પ્રોવિઝનલ ડેથ સર્ટિફિકેટ મુજબ, ભરતભાઈના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તબીબોએ જણાવ્યું છે કે FSL અને હિસ્ટો-પેથોલોજી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પૂરતું મોતનું કારણ 'પેન્ડિંગ' રાખવામાં આવ્યું છે. મૃતક ભરતભાઈ હરજીભાઈ પટેલ (રહે. ઓપેરા પેલેસ, કામરેજ, સુરત) હીરા ઘસવાનું કામ કરતા હતા. તેઓ ઘરેથી ઓફિસે જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ કોઈને જાણ કર્યા વગર વલસાડ પહોંચી ગયા હતા. ઘટનાસ્થળેથી પોલીસને કાળા રંગની ટિફિન બેગ મળી હતી, જેમાં ટિફિન ભરેલું જ હતું. આ દર્શાવે છે કે તેમણે જમવાનું લીધું નહોતું. બેગમાંથી સુરતથી વલસાડની ટ્રેન ટિકિટ અને આધારકાર્ડની ઝેરોક્ષ પણ મળી હતી, જેના આધારે તેમની ઓળખ થઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતા ભરતભાઈ શાંત સ્વભાવના અને કામમાં વ્યસ્ત રહેતા વ્યક્તિ હતા. તેમના નિધનથી 11 વર્ષનો પુત્ર અને 2 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પત્ની સાવિત્રીબેન અને પરિવાર આઘાતમાં છે કે જે વ્યક્તિ ક્યારેય એકલા ક્યાંય જતા નહોતા, તે અચાનક વલસાડ કેવી રીતે પહોંચ્યા. વલસાડ સિટી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન અને વિસેરા (Viscera) રિપોર્ટમાં કોઈ ઝેરી તત્વની હાજરી અંગે તપાસ કરી રહી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઉંચકાશે.
    Click here to Read More
    Previous Article
    હવાઈ ભાડું વધારશે તો સરકાર દખલગીરી કરશે:એરલાઇન્સ સાથે ટૂંક સમયમાં મીટિંગ કરશે; ATFના ભાવ બમણા, ઇન્ડિગોની ફ્લાઇટ્સ ₹10,000 સુધી મોંઘી
    Next Article
    ચંદ્રુમાણામાં હનુમાન જયંતિ ઉજવાઈ:સંકટમોચન મંદિરે 11મો જન્મોત્સવ ધામધૂમથી યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment