Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીનું અમદાવાદમાં આગમન, CM-રાજ્યપાલ સહિતના નેતાઓએ સ્વાગત કર્યું:પૂર્વ MP હરિન પાઠક, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓ એરપોર્ટ પર મળ્યા, અનેક તર્ક-વિતર્ક

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે 13 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે, CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પૂર્વ MP હરિન પાઠક, ભરત બારોટ, ગોરધન ઝાડફિયા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર, આર.એમ.પટેલ સહિતના પૂર્વ ધારાસભ્યોએ સ્વાગત કર્યું. ત્યારબાદ ગાંધીનગર લોકભવન ખાતે ગુજરાત સરકારના મંત્રીઓ સાથે ડિનર બેઠક છે. ખાસ વાત એ છે કે 4 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક કર્યા બાદ હવે 132 દિવસ પછી વડાપ્રધાન ફરી મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. અગાઉની બેઠકમાં સરકારી વિભાગોની કામગીરી, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને વહીવટી કામગીરીને વેગ આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે પણ બેઠકમાં સરકારની કામગીરી અને આગામી રાજકીય તથા વહીવટી પ્રાથમિકતાઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. અગાઉ 14 નવેમ્બરે લાભપાંચમના દિવસે બનાસકાંઠાના અંબાજી મંદિરે દર્શન અને પૂજા કરવાનો તેમનો કાર્યક્રમ નક્કી થયો હતો, પરંતુ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યો. અંબાજીનો કાર્યક્રમ રદ થયા બાદ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ હવે ગાંધીનગર સુધી મર્યાદિત રહેશે. અંબાજીનો પ્રવાસ રદ થયા બાદ PM મોદી માત્ર ગાંધીનગરમાં ડિનર માટે આવી રહ્યા છે અને તેમાં પણ ખાસ સાંજે 7 વાગ્યે મંત્રીઓને હાજર રહેવા સૂચના અપાઈ છે અને PA-PS અને કમાન્ડોને પ્રવેશ નહીં આપવાનું સંભળાઈ રહ્યુું છે. ત્યારે ગાંધીનગરમાં ચર્ચા ચાલી રહી છે કે શું મોદી માત્ર ડિનર માટે છેક ગાંધીનગર સુધી ધક્કો ખાશે કે પછી પાર્ટી-સરકારમાં કંઈ અંદરખાને રંધાઈ રહ્યું છે?. પૂર્વ મંત્રી-પૂર્વ MLA દ્વારા એરપોર્ટ પર પીએમનું સ્વાગત પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ ભાજપે અત્યારથી જ વિધાનસભા ચૂંટણી 2027 માટે રાજકીય ગણિત ગોઠવવાનું શરૂ કરી દીધું છે. PM મોદીના સ્વાગત માટે અમદાવાદના પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું. એરપોર્ટ અને મંત્રી નિવાસસ્થાને પૂર્વ ધારાસભ્યો તથા મંત્રીઓની હાજરી ચર્ચાનો વિષય. જેમાં ગોરધન ઝાડફિયા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર, આર.એમ.પટેલ સહિતના પૂર્વ ધારાસભ્યો સ્વાગત કર્યું. બીજી તરફ, મંત્રી નિવાસસ્થાને વર્તમાન મંત્રીમંડળના સભ્યો અને પક્ષના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપરાંત ભાજપના ચારેય મહામંત્રી અને સંગઠન મંત્રી રત્નાકરજી પણ હાજર છે. આમ, PM મોદીના સ્વાગતના આયોજનની સાથે ભાજપે સંગઠનાત્મક અને રાજકીય શક્તિનું પ્રદર્શન કરવાની પણ તૈયારીઓ કરી છે. મંત્રીઓ સાથે ખાસ ડિનર બેઠકનું આયોજન રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન રાત્રે આશરે 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર પહોંચશે અને લોકભવનમાં ગુજરાતના મંત્રીઓ સાથે ડિનર બેઠક કરશે. આ બેઠકને રાજકીય દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મંત્રીઓને સાંજે 7 વાગ્યે લોકભવન ખાતે હાજર રહેવા જણાવાયું છે. આ ડિનરમાં મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ (PA), પર્સનલ સેક્રેટરી (PS) અને કમાન્ડોને હાજર નહીં રહેવા જણાવાયું હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. વડાપ્રધાનનો મંત્રીઓ સાથે સીધો સંવાદ ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સંજોગોમાં વડાપ્રધાનની મંત્રીઓ સાથેની ડિનર બેઠકને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકારના કામકાજ, મંત્રીઓની કામગીરી, આગામી રાજકીય પડકારો અને ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિનર બેઠકમાં આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન અને તેની તૈયારીઓ, વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીનો રોડમેપ તથા આદિવાસી વિસ્તારોમાં ભાજપનું જનસમર્થન વધુ મજબૂત કરવા સહિતના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે. આ ઉપરાંત રાજ્યના તમામ વર્તમાન મંત્રીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે તેવી પણ શક્યતા છે. મંત્રીઓને પોતાના વિભાગની પડતર ફાઈલો ઝડપથી ક્લિયર કરવા, સરકારી યોજનાઓના અમલીકરણમાં ગતિ લાવવા અને પ્રજાલક્ષી કામોને પ્રાથમિકતા આપવા સૂચનાઓ અપાય તેવી ચર્ચા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ, સંગઠન મહામંત્રીઓ બેઠકમાં હાજર આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના તમામ મંત્રીઓ ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મહામંત્રીઓ અને સંગઠન મહામંત્રી હાજર રહેશે. બીજી તરફ, બેઠકનો ચોક્કસ એજન્ડા જાહેર ન થતાં મંત્રીઓમાં પણ બેઠકને લઈને ઉત્સુકતા સાથે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વડાપ્રધાન કયા મંત્રીઓની કામગીરી અંગે ચર્ચા કરશે અને આગામી સમય માટે કેવા નિર્દેશો આપશે તેના પર રાજકીય વર્તુળોની નજર છે. 14 નવેમ્બરનો અંબાજીનો કાર્યક્રમ મોકૂફ 14મી નવેમ્બરે અંબાજી મંદિરમાં PM મોદી દર્શનાર્થે જવાના હતા અને પૂજા અર્ચના કરવાના હતા. જો કે, લાભ પાંચમનો દિવસ હોય અને ભક્તોની ભીડ થવાની શક્યતા હોય અંતિમ ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરાયો અને PMની અંબાજી મંદિરની મુલાકાત હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી. ત્યારે વડાપ્રધાન 14 નવેમ્બરે સવારે ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.
    Click here to Read More
    Previous Article
    100 યુદ્ધ જહાજોથી ચીને તાઇવાનને ઘેર્યું:40 હજાર ટનની વોરશિપે દુનિયાને ધ્રૂજાવી, અમેરિકાને સીધી ચેલેન્જ, તાઇપેઇ તૂટે તો સાણંદથી ધોલેરા સુધી ખતરો
    Next Article
    જૂનાગઢ અને વંથલીમાં અકસ્માત મોતની ત્રણ ગંભીર ઘટનાઓ નોંધાઈ.:જૂનાગઢ અને વંથલી પંથકમાં અગમ્ય કારણોસર અને ઠપકો મળતાં યુવાન, વૃદ્ધ તથા 25 વર્ષીય યુવકે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment