Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMના નામે રૂ. 8,000ની દિવાળી ભેટ‎આપવાનો મેસેજ તદ્દન ફેક:વાયરલ મેસેજમાં આપેલી લિંક ખતરનાક ફિશિંગ ટ્રેપ છે, અજાણી લિંક પર ક્લિક ન કરો તમારુ બેંક ખાતુ સાફ થઈ શકે છે

    21 hours ago

    વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર વડાપ્રધાન દ્વારા 8000ની દિવાળી ભેટ આપવાના નામે વાયરલ થઈ રહેલો મેસેજ 100% બનાવટી અને સાયબર ફ્રોડ છે. આ બાબતે સાયબર એડવોકેટ ચિરાગ લાડે જણાવ્યું કે ભારત સરકાર કે વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આવી કોઈ પણ રોકડ સહાયની જાહેરાત કરવામાં આવી નથી. સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ લોકોને છેતરવા માટે ઠગબાજો દ્વારા ફેલાવવામાં આવેલી ખતરનાક "ફિશિંગ લિંક" છે. સરકારી યોજનાઓના નાણાં હંમેશાં ડીબીટી (DBT) મારફતે લાભાર્થીના ખાતામાં જમા થાય છે, વોટ્સએપ લિંકથી ક્યારેય રોકડ મળતી નથી. ભારત સરકારની અધિકૃત વેબસાઈટ હંમેશાં .gov.in કે .nic.in પર પૂરી થાય છે જ્યારે વાયરલ મેસેજમાં પ્રાઇવેટ ડોમેનની શંકાસ્પદ લિંક હોય છે. જો કોઈ વ્યક્તિ આવી લિંક ખોલે તો સરકારી પોર્ટલ જેવી દેખાતી નકલી સાઇટ પર આધાર કાર્ડ, બેંક ખાતું અને મોબાઈલ નંબર જેવી અંગત વિગતો ચોરી લેવાય છે. વધુમાં, અન્ય લોકોને મેસેજ ફોરવર્ડ કરાવી ચેઈન ટ્રેપમાં ફસાવવામાં આવે છે. અમુક કિસ્સામાં ફોનમાં વાયરસ કે નકલી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય છે, જે ગુપ્ત રીતે OTP હેકર્સ સુધી પહોંચાડી બેંક ખાતું ખાલી કરી શકે છે. નાગરિકોને આવી લાલચભરી અજાણી લિંક પર ક્લિક ન કરવા અને મેસેજ ફોરવર્ડ કર્યા વિના તાત્કાલિક ડિલીટ કરવા અપીલ કરાઈ છે. જો ભૂલથી ક્લિક થઈ જાય કે વિગત‎અપાઈ જાય તો 1930 પર ફોન કરવો‎ શું સાવચેતી રાખશો?
    Click here to Read More
    Previous Article
    ધનતેરસે જરૂરિયાતમંદ પરિવારોને કીટ અપાઈ:સદભાવના ફાઉન્ડેશન અમદાવાદે અસારવા વિસ્તારમાં સીધા સામાનની કીટ વહેંચી
    Next Article
    "Congress, Others Have Not Had A Level Playing Field": Sonia Gandhi Jabs BJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment