Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:'મોદીજી, તમે મારી જિંદગી નરક બનાવી દીધી', PMને ગાળો આપનારી છોકરીનો નવો વીડિયો, નેપાળમાં 800 મોત, પાટણમાં જંગલી જનાવરે 15થી વધુ લોકોને બટકાં ભર્યાં

    9 hours ago

    નમસ્તે, નેપાળ હોનારતમાં જીવ ગુમાવનારાઓનો આંકડો 800 પાર પહોંચી ચૂક્યો છે. મલબામાંથી મૃતદેહોનું નીકળવું ચાલુ છે. હજુ પણ 2 હજારથી વધુ લોકો લાપતા છે. તો બીજી તરફ, ઉઝબેકિસ્તાને પીએમ મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ બતાવીશું કે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં પૂરના કારણે હાલત ખરાબ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી કિર્ગિસ્તાનમાં SCO સમિટમાં ભાગ લેશે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ પણ પહોંચશે. 2. પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. નેપાળમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં 898 કર્મચારીઓ ફસાયા:6 ઇંચનું બાકોરું કરીને પાઇપથી હવા પહોંચાડાય છે; અત્યાર સુધીમાં 804 લોકોનાં મોત નેપાળમાં ભયાનક પૂર પછી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા કર્મચારીઓને બચાવવા માટે બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. લગભગ 898 કર્મચારીઓ હજુ પણ ગુમ છે, જ્યારે 361 કર્મચારીઓને અત્યાર સુધી બચાવી લેવામાં આવ્યા છે. ત્રિશૂલી-3 'એ' હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાં ચાલી રહેલી બચાવ કામગીરીમાં થોડી સફળતા મળી છે. સુરંગમાં 6 ઇંચનું કાણું પાડીને પાઇપ દ્વારા હવા પહોંચાડવામાં આવી રહી છે. હવે આ કાણું મોટું કરીને મેનહોલ બનાવવાની તૈયારી છે, જેથી બચાવ દળ સુરંગની અંદર જઈને લોકોની શોધ કરી શકે. 26 ઓગસ્ટે નેપાળની ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં અચાનક પૂર આવ્યું હતું. આ આફતમાં નેપાળમાં અત્યાર સુધીમાં 780થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે, તિબેટમાં મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. PCBએ ખેલાડીઓને ઇમરાન ખાન પર બોલવાથી રોક્યા:કહ્યું- બ્રિટિશ મીડિયાના સવાલોથી બચો; પૂર્વ કેપ્ટનના પુત્રોના ઇન્ટરવ્યૂ પછી નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહેલા તેના ખેલાડીઓને ઇમરાન ખાનની કેદ પર નિવેદન આપવાથી મનાઈ કરી છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, પાકિસ્તાની બોર્ડે ખેલાડીઓને કહ્યું- ખેલાડીઓ બ્રિટિશ મીડિયાના સવાલો પર કમેન્ટ કરવાનું ટાળે. આ સલાહ ત્યારે આપવામાં આવી જ્યારે બ્રિટિશ મીડિયાએ પાકિસ્તાની ખેલાડીઓને પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનની કેદ સંબંધિત સવાલો પૂછ્યા હતા. આ વિવાદ લોર્ડ્સમાં ચાલી રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસથી શરૂ થયો. તે દિવસે લંચ બ્રેક દરમિયાન સ્કાય સ્પોર્ટ્સ (Sky Sports)એ ઇમરાનના પુત્રો કાસિમ અને સુલેમાનનો ઇન્ટરવ્યૂ ટેલિકાસ્ટ કર્યો હતો. બોર્ડે તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. એટલું જ નહીં, ઇન્ટરવ્યૂ ટેલિકાસ્ટ થવા પર મેચ ન રમવાની ધમકી પણ આપી હતી. પરંતુ સ્કાય સ્પોર્ટ્સએ આખો ઇન્ટરવ્યૂ બતાવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. PM મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન:આ તેમને મળેલું 36મું આંતરરાષ્ટ્રીય સન્માન, બંને દેશો વચ્ચે યુરેનિયમ સપ્લાય પર વાતચીત ઉઝબેકિસ્તાનની મુલાકાતે ગયેલા પીએમ મોદીને રવિવારે રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવે તેમના દેશના સર્વોચ્ચ રાજ્ય સન્માન ઓલી દારાજલી ડસ્ટલિકથી સન્માનિત કર્યા. આ પીએમ મોદીને મળેલું 36મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયેલા પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ વચ્ચે રવિવારે તાશ્કંદમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ. PM મોદીએ ઉઝબેકિસ્તાનની આઝાદીની 35મી વર્ષગાંઠ પર રાષ્ટ્રપતિ અને દેશના લોકોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીને ઉઝબેકિસ્તાનના સર્વોચ્ચ સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે. બેઠકમાં ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે યુરેનિયમ સપ્લાય પર ચર્ચા થઈ. મોદીએ કહ્યું, “અમે યુરેનિયમના પુરવઠા માટે પણ એક રણનીતિ સાથે આગળ વધીશું અને એક વ્યવસ્થા બનાવીશું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ક્રિકેટ બોર્ડમાં સરકારી દખલગીરી શ્રીલંકાને ભારે પડી!:ICCએ 2027 વુમન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની આંચકી લીધી, જાણો શું છે અસલી વિવાદ 2027માં યોજાનારી પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની શ્રીલંકા પાસેથી છીનવી લેવામાં આવી છે. ICCએ શ્રીલંકા ક્રિકેટમાં સરકારી દખલગીરી અંગે વાંધો ઉઠાવ્યો છે. હવે 14થી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી 6 ટીમની ટુર્નામેન્ટ અન્ય કોઈ દેશમાં રમાશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)નું કામકાજ હાલમાં સરકાર દ્વારા રચાયેલી ટ્રાન્સફોર્મેશન કમિટી જોઈ રહી છે. ICCના નિયમો અનુસાર, સભ્ય બોર્ડે સરકારની દખલગીરી વિના સ્વતંત્ર રીતે કામ કરવું પડે છે. SLC ટ્રાન્સફોર્મેશન કમિટીના સચિવ પ્રકાશ શાફ્ટરે યજમાની હટાવવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ટુર્નામેન્ટ શ્રીલંકાની બહાર યોજાશે, પરંતુ નવા યજમાનનો નિર્ણય હજુ થયો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રશિયાના એક હુમલાથી આખું ગામ ખંડેર બન્યું:ડ્રોન ત્રાટકતાં મિસાઇલો-બોમ્બ એકસાથે ફાટ્યા, હથિયાર ડેપોમાં મહાવિસ્ફોટ; 37નાં મોત, 130 ઘરો કાટમાળમાં ફેરવાયા રશિયાએ યુક્રેનની રાજધાની કિવ નજીક શનિવારે એક હથિયાર ડેપો પર ડ્રોન હુમલો કર્યો. હુમલા બાદ ડેપોમાં રાખેલા ગોળા, બારૂદી સુરંગો અને ડ્રોન વિસ્ફોટ થવા લાગ્યા. ધડાકાઓથી આસપાસના ઘરો અને અન્ય ઇમારતોને ભારે નુકસાન થયું. BBCના રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે, જ્યારે 130 ઘરોને નુકસાન થયું છે. શુક્રવારે મોડી રાત્રે થયેલા આ હુમલા બાદ શનિવારે પણ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ રહ્યું. ધડાકાઓમાં 42 લોકો ઘાયલ થયા છે, જેમાં ચાર બાળકો પણ સામેલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે હથિયારોનો આ ભંડાર રહેણાંક વિસ્તારની આટલો નજીક ન હોવો જોઈતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. પાટણમાં વન્યપ્રાણીએ 15થી વધુ લોકોને બચકાં ભર્યા:બાળકીનો ગાલ ફાડી ખાધો તો વૃદ્ધાની માથાના વાળ સાથે ચામડી ખેંચી કાઢી, વૌવા ગામના CCTVમાં કેદ થયું જંગલી જનાવર પાટણ જિલ્લાના સાંતલપુરના વૌવા ગામે મોડી રાત્રે એક વન્યપ્રાણીએ નિંદ્રાધીન 15થી વધુ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બાળકીનો ગાલ ફાડી ખાધો તો વૃદ્ધાના માથાના વાળ સાથે ચામડી ખેંચી કાઢી હતી. તેમજ અન્ય લોકોને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગામમાં લાગેલા CCTVમાં એક ઝરખ (હાયના) જતું દેખાય છે. ગ્રામજનો દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ વૌવા ગામે પહોંચ્યું હતું. ઘટનાસ્થળેથી પ્રાણીના પગના નિશાન મેળવી તથા સ્થાનિકોની પૂછપરછ કરી હુમલો કરનાર પ્રાણીની ઓળખ મેળવવાની તપાસ હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. NEET PGની પરીક્ષામાં વિદ્યાર્થિનીને પ્રવેશ ન આપતા માતા બેભાન:રાજકોટની આત્મીય યુનિ.એ વિદ્યાર્થિની મોડી પહોંચતા હોબાળો, રાજ્યના 15 હજાર સ્ટુડેન્ટ્સની એક્ઝામ ગુજરાતના 15 હજાર સહિત દેશભરમાંથી 2.73 લાખ વિદ્યાર્થીઓ NEET PGની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે રાજકોટમાં ચાર કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ રહી છે, જેમાં આત્મીય યુનિવર્સિટી અને મેટોડા ખાતે પરીક્ષા કેન્દ્ર પર 1238 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. જોકે, આત્મીય યુનિવર્સિટી ખાતે એક વિદ્યાર્થિની મોડી પહોંચતા તેને પ્રવેશ ન મળતા તેની માતા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી હતી અને ત્યારબાદ બેભાન થઈ ગઈ હતી. જેથી પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો મચી ગયો હતો. સંચાલક દ્વારા વિદ્યાર્થિનીને પ્રવેશ આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. તો બીજી તરફ અમદાવાદમાં સિલ્વર ઓક યુનિ. ખાતે ત્રણ ઉમેદવારો મોડા પહોંચતા પરીક્ષા આપી ન શક્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 'મોદીજી તમે મારી જિંદગી નરક બનાવી દીધી છે':તમે કાયર છો; Gen-Z વિરોધ પ્રદર્શનમાં PM મોદીને ગાળો આપનારી છોકરીનો નવો વીડિયો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ચા પીવા રોકાયા ને બસમાં સવાર તમામ ભારતીયો બચી ગયા:શિક્ષકની સમજદારીથી 1600 બાળકોનો બચાવ, નેપાળ પૂરમાં મોતને માત આપનારી 3 કહાની વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : કોકરોચ જનતા પાર્ટીએ કહ્યું- ત્રણ માંગણીઓ હજુ અધૂરી:વિદ્યાર્થીઓના પરિવારોને વળતર મળ્યું નથી, FIR પાછી ખેંચવી અને માફી પણ બાકી; 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં CJPની ફરી કૂચ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : સાયપ્રસ નજીક દરિયામાં બોટ પલટી, 7 લોકોનાં મોત:270થી વધુ મુસાફરો સવાર હતા, લોકોએ બોટ ઉપર ચઢીને જીવ બચાવ્યા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : IITian એરોસ્પેસ એન્જિનિયર લાવી રહ્યા છે ₹680 કરોડનો IPO:તેની કંપનીમાં શાહરૂખ-સલમાન-સચિનનું રોકાણ, 31 ઓગસ્ટથી ઇશ્યૂ ખુલશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : બેટિંગ, બોલિંગ પછી હવે કેપ્ટનશીપમાં પણ છવાયો વૈભવ સૂર્યવંશી:પહેલો જ DRS માસ્ટરસ્ટ્રોક બન્યો, અમ્પાયરે નિર્ણય બદલવો પડ્યો; આખી મેચ પલટાઈ ગઈ, VIDEO વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આખું અઠવાડિયું તહેવારોની હેલી:બોળચોથ, નાગપાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ ને જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાશે, જાણો મહત્ત્વ અને પૂજા-વિધિ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ એવું ગામ જ્યાં રહે છે માત્ર એક મહિલા અમેરિકાના મોનોવી ગામમાં માત્ર એક મહિલા રહે છે. એલ્સી આઇલર ગામના સરકારી કામથી લઈને પ્રવાસીઓને ખાવા-પીવાનું આપવા સુધીની જવાબદારી સંભાળે છે. મોનોવી દુનિયાનું સૌથી ઓછી વસ્તી ધરાવતું ઇનકોર્પોરેટેડ ટાઉન છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ખાખી કવર : રાજીવ ગાંધીની યાદમાં ચાલતી ભારતીય એરલાઈનમાં દાઉદના પૈસા હતા?: સ્થાપકની જાહેરમાં ગોળી મારીને હત્યા કરાઈ, જેટ એરવેઝના નરેશ ગોયલે છોટા રાજનને સુપારી આપેલી? 2. સન્ડે બિગ સ્ટોરી : 'સરકારે દારૂ પોલિસીમાં છૂટછાટ આપવી જોઇએ': 25 માળની ઇમારતો, 450થી વધુ હોટેલ્સ, લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સ; અમદાવાદ બની રહ્યું છે 'મિનિ દુબઈ' 3. નેપાળથી ભાસ્કર : ‘બચવા માટે 30 મિનિટ હતી, લોકો સામાન સમેટતા રહ્યા’: ચેતવણીને હળવાશથી લેતા ફસાયા, 50 હજારની વસતીવાળું ત્રિશૂલી માટીમાં દફન 4. સ્પાય ફાઈલ્સ : 'મારે આનું લોહી પીવું છે', કહીને 9 ગોળીઓ મારી: પાકિસ્તાની એજન્ટ જેને પ્રેમી-પ્રેમિકા સમજી રહ્યા હતા, તે નીકળ્યા ભારતના જાસૂસ; ઓપરેશન હોર્નેટ પાર્ટ-2 5. આજનું એક્સપ્લેનર: 2015માં એવું શું થયું કે હવે નેપાળ વિદેશી સેનાઓની મદદ લેવા માંગતું નથી; શું તે એકલા હજારો ગુમ થયેલા લોકોને શોધી શકશે? 6. '25 વર્ષ પછી માતા-પિતાના ઘરે પાછી ફરી છું': 'ખુશ રહેવાને બદલે ગૂંગળામણ થાય છે, સ્વતંત્ર જીવનની યાદ આવે છે, શું હું સ્વાર્થી છું?' 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ:મેષ, સિંહ, વૃશ્ચિક જાતકોનું ભાગ્ય ચમકશે, કન્યા અને ધન રાશિના લોકોને મળશે આર્થિક લાભ (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    आज कजरी तीज, जानिए व्रत के नियम, पूजा विधि और महत्व
    Next Article
    મોતના મુખમાંથી પરત ફરેલા દર્દીઓના નોંધપાત્ર કિસ્સા:ગુલિયન બેર સિન્ડ્રોમના કારણે શ્વાચ્છોશ્વાસ-લકવાની અસર સાથે લવાયેલા ગંભીર 10 દર્દીને સ્મીમેરમાં સારવારથી મળ્યું નવજીવન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment