Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી આંધ્ર પ્રદેશના અમરાવતી પહોંચ્યા, રોડ શો કર્યો:ભોગાપુરમ એરપોર્ટના ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યુ, રૂપિયા 5000 કરોડના ખર્ચે બનાવાયું છે

    11 hours ago

    પીએમ નરેન્દ્ર મોદી શનિવારે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમમાં અલ્લુરી સીતારામ રાજુ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. 5,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ અત્યાધુનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટ, હવાઈ કનેક્ટિવિટીને મજબૂત કરશે અને પ્રાદેશિક વિકાસને પણ વેગ આપશે. પીએમ મોદી સવારે 11 વાગ્યે દિલ્હીથી અમરાવતી પહોંચ્યા. અહીં તેમણે રોડ શો કર્યો. બાદમાં ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. તેની ડિઝાઇન ચુટ્ટિલુ કોટેજથી પ્રેરિત છે. આ દરમિયાન તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને રોડ કનેક્ટિવિટી સંબંધિત લગભગ 18000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમમાં બનેલું અલ્લુરી સીતારામ રાજુ એરપોર્ટ લગભગ 5,000 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે. આ પછી પીએમ જનસભા પણ કરશે. આ પછી બપોરે 3:30 વાગ્યે, વડાપ્રધાન મૈસુરુમાં શ્રી રામકૃષ્ણ આશ્રમમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર-વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કરશે. પહેલા ભોગાપુરમ એરપોર્ટની 4 તસવીરો જુઓ… આદિવાસી ઢિમસા ડાન્સથી સ્વાગત કર્યુ એરપોર્ટની સુવિધાઓ જોયા પછી વડાપ્રધાન સવારે 11:30 વાગ્યે ખુલ્લી ગાડીમાં જનસભા સ્થળ સુધી ગયા. ત્યાં 13,500થી વધુ આદિવાસી મહિલાઓ અને વિદ્યાર્થીઓ ઢિમસા નૃત્ય સાથે તેમનું સ્વાગત કર્યું. આ ઉપરાંત, પીએમ મોદી 18,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કરશે. આમાં પેટ્રોલિયમ અને માર્ગ પરિવહન મંત્રાલયની પરિયોજનાઓ સામેલ છે. વડાપ્રધાનની મુલાકાત અંગેના અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ...
    Click here to Read More
    Previous Article
    જુલાઈમાં ₹2.11 લાખ કરોડ GST કલેક્શન:આ ગયા વર્ષની સરખામણીમાં 15.4% વધુ, જૂનમાં ₹1.94 લાખ કરોડ હતું
    Next Article
    લખતરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ:ઉમઈ નદીમાં પૂરથી 4થી વધુ ગામો સંપર્કવિહોણા; 12 જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment