Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળના હિમાલયમાં હિમસ્ખલન, 4ના મોત, 12 ગુમ:બેઝ કેમ્પમાં સૂઈ રહેલા લોકો પર બરફ પડ્યો

    1 day ago

    નેપાળના મનાંગ જિલ્લામાં હિમલૂંગ હિમાલ પર થયેલા હિમસ્ખલનમાં સોમવારે વધુ બે મૃતદેહો મળ્યા. આ સાથે દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 4 થઈ ગઈ છે. 12 લોકો હજુ પણ ગુમ છે. હિમલૂંગ હિમાલના બેઝ કેમ્પમાં રવિવારે અચાનક હિમસ્ખલન થયું હતું. તે સમયે પર્વતારોહકો અને તેમની સાથે કામ કરતા લોકો એક ટેન્ટમાં સૂઈ રહ્યા હતા. હિમસ્ખલનમાં આ ટેન્ટ બરફ નીચે દટાઈ ગયો હતો. આ દુર્ઘટના 7,126 મીટર ઊંચા હિમલૂંગ હિમાલના શિખરના નાર-ફૂ વિસ્તારમાં થઈ હતી. નેપાળ નેશનલ માઉન્ટેન ગાઇડ એસોસિએશન (NNMGA) મુજબ, સોમવારે મળેલા મૃતદેહો બીરેન્દ્ર ગુરુઙ અને ઘન શ્યામ રાઈના છે. આ પહેલાં રવિવારે છેબી ભોટે અને પાસાંગ ભોટેના મૃતદેહો મળી આવ્યા હતા. NNMGAએ જણાવ્યું કે બચાવ ટુકડી હજુ પણ હિમસ્ખલન થયેલા સ્થળે ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહી છે. હિમલુંગ હિમાલ પરના રેસ્કયૂના 4 ફોટા રેસ્ક્યુ ટીમ સોમવારે સવારે બેઝ કેમ્પ પહોંચી ધ કાઠમંડુ પોસ્ટના જણાવ્યા અનુસાર, બચાવ અભિયાનમાં મદદ માટે ઇમેજિન નેપાળ ટ્રેક એન્ડ એક્સપિડિશનના મિંગમા જી શેરપાના નેતૃત્વમાં એક ટીમને સોમવારે સવારે હેલિકોપ્ટર દ્વારા હિમલૂંગ બેઝ કેમ્પમાં મોકલવામાં આવી હતી. રવિવારે મળેલા મૃતદેહોને પહેલાં ચામે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને કાઠમંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ચઢાણની તૈયારીમાં વ્યસ્ત હતા ગાઇડ અને વર્કર મીડિયા અહેવાલ અનુસાર, 24થી વધુ નેપાળી ગાઇડ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓ લગભગ બે અઠવાડિયા પહેલાં હિમલૂંગ પહોંચ્યા હતા. તેઓ આગામી પર્વતારોહણ સીઝનની તૈયારી કરી રહ્યા હતા. તેમનું કામ ચઢાણનો માર્ગ તૈયાર કરવો, દોરડાં લગાવવાં અને બેઝ કેમ્પ તૈયાર કરવાનો હતો. ખરાબ હવામાનને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન અને પૂર પણ આવ્યું રવિવારે નેપાળના પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી હતી. આ દરમિયાન હિમલૂંગમાં હિમસ્ખલન થયું હતું. ખરાબ હવામાનને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન અને પૂર પણ આવ્યું છે. નેપાળમાં ઑગસ્ટમાં જ ભયાનક પૂર આવ્યું હતું. આ પૂરમાં 1,450થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે લગભગ 6,000 લોકો ગુમ હોવાનું જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    Reporting Live OTT Release: खनन माफियाओं का पर्दाफाश करेंगी परिणीति चोपड़ा, जानें कब और कहां देख सकते हैं  इन्वेस्टिगेटिव थ्रिलर सीरीज ?
    Next Article
    ઉજ્જૈનમાં મસ્જિદનો એક ભાગ તોડવા મુદ્દે હોબાળો, પથ્થરમારો-લાઠીચાર્જ:10 સામે FIR, 5 લોકોની ધરપકડ; ઇમામનો દાવો- મસ્જિદ 600 વર્ષ જૂની

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment