Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીના PM પદના 4399 દિવસ, CM અને ડે.સીએમએ સિદ્ધિઓ ગણાવી:કહ્યું-વિકાસની રાજનીતિનો ઇતિહાસ સર્જ્યો, ગુજરાતમાં હાઇસ્પીડ બુલેટ ટ્રેન પણ શરૂ થવાની છે

    23 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યના નેતાઓએ કેન્દ્ર સરકારની વિવિધ ઉપલબ્ધિઓને ઉજાગર કરી હતી. ભાજપના નેતાઓએ જણાવ્યું કે 10 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે 4399 દિવસ પૂર્ણ કરીને દેશના સૌથી લાંબા કાર્યકાળ ધરાવતા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નવો ઇતિહાસ રચ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે 2014માં નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યા બાદ દેશની રાજનીતિ અને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. વિકાસની રાજનીતિનો ઇતિહાસ સર્જ્યો છે. સુશાસનના 12 વર્ષમાં જનતાએ અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે. ભારતમાં જ નહીં વૈશ્વિક નેતા તરીકે સર્વસ્વીકૃતિ પામ્યા છે. ગુજરાતમાં હાઇસ્પીડ બુલેટ ટ્રેન પણ શરૂ થવાની છે. GDP 2.2 ટ્રિલયન વધીને 4.15 ટ્રિલિયન ડોલર થયો છે. તેમણે કહ્યું કે દેશ વિકસિત ભારત-2047ના સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે અને વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી છે. તેમણે નર્મદા યોજનાના દરવાજાની મંજૂરીથી લઈને આત્મનિર્ભર ભારતના સપના સુધીની અનેક સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. આજે 26 શહેરોમાં મેટ્રો કાર્યરત છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના નાગરિકો આ રેકોર્ડને પોતાનો રેકોર્ડ માને છે. તેમણે કહ્યું કે એકતા નગરના આદિવાસીથી લઈને ત્રિપલ તલાકથી પીડિત મુસ્લિમ મહિલાઓ, રામ મંદિરની રાહ જોતા કરોડો લોકો અને પાકા ઘરની આશા રાખતા ગરીબ પરિવારો માટે છેલ્લા 12 વર્ષ પરિવર્તનકારી સાબિત થયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ક્યારેય રજા લીધી નથી. 2014, 2019 અને 2024માં સતત ત્રણ વખત પ્રજાએ તેમને બહુમતી આપીને પોતાના વિશ્વાસને સાર્થક કર્યો છે. ભાજપના નેતાઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં 58 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે, આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ ઉપલબ્ધ બન્યું છે, 23 નવી AIIMS શરૂ કરવામાં આવી છે અને દેશ સ્ટાર્ટઅપ ક્ષેત્રે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઇકોસિસ્ટમ બન્યો છે. ડિજિટલ ક્ષેત્રે ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું જણાવતાં નેતાઓએ કહ્યું કે દેશમાં 103 કરોડથી વધુ ઇન્ટરનેટ કનેક્શન છે અને 99 ટકા જિલ્લાઓમાં 5G સેવા ઉપલબ્ધ છે. રોજના 66 કરોડથી વધુ UPI ટ્રાન્ઝેક્શન થકી ડિજિટલ અર્થતંત્રને નવી ગતિ મળી છે. કાર્યક્રમ દરમિયાન મહિલાઓના સશક્તિકરણ, ગરીબ કલ્યાણ, ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી, મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ, આતંકવાદ સામે સર્જિકલ અને એર સ્ટ્રાઈક જેવી કાર્યવાહી તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે છેલ્લા 12 વર્ષમાં ભારતે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને વિશ્વના અનેક દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને માન્યતા આપી છે.
    Click here to Read More
    Previous Article
    ડીસા ફટાકડા ફેક્ટરીમાં આગ મુદ્દે હાઇકોર્ટમાં સુનવણી:SITનો રીપોર્ટ સીલ કવરમાં કોર્ટ સમક્ષ મુકાયો, હાઇકોર્ટે પૂછ્યું દુર્ઘટના પહેલા ઇન્સ્પેક્શન કોણે કર્યું જવાબ આપો
    Next Article
    આવતીકાલે સાંઢીયા પુલનું લોકાર્પણ:રાજકોટમાં આજે રાત્રે ફનસ્ટ્રીટ, આવતીકાલે સવારે નગરસેવકો સિટિબસમાં અને ડે. સીએમ સહિત પદાધિકારીઓ ઇલેક્ટ્રિક કારમાં આવે તેવી શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment