Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મતદાન માટે અમદાવાદ નહીં આવે:પોસ્ટલ બેલેટથી મતદાન કરશે; સુરતમાં કોંગ્રેસના 4 કાર્યકર 6 વર્ષ માટે સસ્પેન્ડ

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને ગઇકાલે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ સંપૂર્ણ રીતે શાંત થઈ ગયા હતા. આ સાથે જ મતદાન પહેલાંના 48 કલાક માટે આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ થઈ ગયો છે. આજથી (24 એપ્રિલ) ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. PM મોદી મતદાન માટે અમદાવાદ નહીં આવે. તેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. તો સુરતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસના 4 કાર્યકરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રચારના અંતિમ દિવસે રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી દીધું આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ થયો તે પહેલા ગઇકાલે પ્રચારના અંતિમ દિવસે રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. જેમાં અમદાવાદમાં CM અને ભાજપ પ્રદેશ પ્રમુખે રોડ શો કર્યો હતો. તો સાંસદ મનોજ તિવારી અને ભાજપ નેતા અને એક્ટર હિતુ કનોડિયાએ પણ ભાજપનો પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ પણ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર રેલીઓ અને સભાઓ યોજાઈ હતી. ‘ફોજદારી ગુનાઓ નોંધાયેલા હોય તેમને મતદાન એજન્ટ નિયુક્ત કરવાની મંજૂરી’ ચૂંટણી પંચે એજન્ટોની નિમણૂકમાં ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાયેલા હોય તેવા એજન્ટોની નિમણૂક ન કરવાના પરિપત્રને રદ્દ કરી દીધો છે જેનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ રાજ્ય ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી હતી કે ચૂંટણીઓ યોજાય તે પહેલાં આ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, અન્યથા આ ચૂંટણી અન્યાયી અને અલોકતાંત્રિક ગણાશે. ડો. હેમાંગ વસાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાત ગુંડોઓના હવાલે થઈ ગયું છે અને ચૂંટણીનું ચીરહરણ થયું છે. હાર ભાળી ગયેલી ભાજપ ગુંડાઓના શરણે ગઈ છે. ‘પક્ષના ઝંડા પકડાવી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે’ ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વેલણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના નેતાઓ અને શિક્ષણ મંત્રીએ નાના બાળકો અને વિદ્યાર્થીનો રાજકીય પ્રચારમાં દુરુપયોગ કરતા NSUIએ સખત વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે હાથોમાં પુસ્તક હોવા જોઈએ ત્યાં પક્ષના ઝંડા પકડાવી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.ચૂંટણી પંચ અને બાળ આયોગ આ મામલે તાત્કાલિક કડક પગલાં લે તેવી માગ NSUIએ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના અને ઇશા અંબાણીની અતૂટ મિત્રતા:ફેન્ટી બ્યુટી ઇવેન્ટમાં હાથ પકડીને પોઝ આપ્યા, હિન્દીમાં આભાર વ્યક્ત કરી દિલ જીત્યા
    Next Article
    બિલ્ડીંગ મટીરીયલના ટ્રેડર્સ સાથે સાયબર ઠગાઈ:હું તમારો જૂનો કલાયન્ટ બોલું છું તેમ કહી 6.78 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વિગતો અને OTP મેળવી લીધા બાદ ખેલ પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment