Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિલ્ડીંગ મટીરીયલના ટ્રેડર્સ સાથે સાયબર ઠગાઈ:હું તમારો જૂનો કલાયન્ટ બોલું છું તેમ કહી 6.78 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વિગતો અને OTP મેળવી લીધા બાદ ખેલ પાડ્યો

    2 days ago

    વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા અને બિલ્ડીંગ મટીરિયલના ટ્રેડર સાથે રૂપિયા 6.78 લાખની છેતરપિંડી કરાઈ છે. ફોન કરીને ઠગે હું તમારો જુનો ક્લાયન્ટ બોલું છું તેમ કહી વિશ્વાસ કેળવ્યા બાદ UPI અને OTP ની જાણકારી મેળવી લીધા બાદ તેમના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. રૂપિયા પરત નહીં મળતા વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા શાલીગ્રામ બંગ્લોઝમાં રહેતા કપિલ દ્વારકાદાસ શાહ માંડવી ચાર રસ્તા પાસે બિલ્ડીંગ મટીરિયલનો વેપાર કરે છે. તેમણે નોધાવેલી ફરિયાદ મુજબ, ગત સપ્ટેમ્બર મહિનામા તેમના મોબાઇલ નંબર પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને “શર્માજી” તરીકે ઓળખ આપી જૂનો ક્લાયન્ટ હોવાનો દાવો કર્યો હતો. વિશ્વાસમાં લેવા માટે આરોપીએ પહેલા UPI દ્વારા પૈસા મોકલ્યા હોવાનો કહ્યુ હતુ અને પછી વિવિધ UPI ID પર રકમ ટ્રાન્સફર કરવા કહ્યું હતુ. જેથી વેપારીએ અલગ-અલગ UPI ID પર રૂ. 91 હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આરોપીએ QR કોડ કામ નથી કરતું કહી ડેબિટ કાર્ડની વિગતો અને CVV માગ્યા તેમજ OTP શેર કરાવવા કહ્યું હતુ. વિશ્વાસમાં આવી ગયેલા વેપારીએ અજાણતા OTP શેર કરી દીધો હતો ત્યારે આ શર્માજી તરીકેની ઓળખ આપના ઠગે તેમના ખાતામાંથી 8 અને 9 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ ટ્રાન્જેક્શન દ્વારા રૂ. 6.78 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આરોપીએ વારંવાર ખાતરી આપીને વધુ OTP લઈ ઠગાઈ ચાલુ રાખી હતી. અંતે પૈસા પરત નહીં મળતા વેપારીએ પોતાની સાથે ફળ થયો હોવાનો અહેસાસ થયો હતો. સાઇબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે આ ભેજાબાજને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    PM મતદાન માટે અમદાવાદ નહીં આવે:પોસ્ટલ બેલેટથી મતદાન કરશે; સુરતમાં કોંગ્રેસના 4 કાર્યકર 6 વર્ષ માટે સસ્પેન્ડ
    Next Article
    Massive fire in America Live | અમેરિકામાં ભીષણ આગ!, 50થી વધુ ઘર બળીને રાખ! | Houses Burnt Live |N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment