Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ કહ્યું-ઝાલમુરી મેં ખાધી, મરચાં વિપક્ષને લાગ્યાં:બંગાળમાં બોલ્યા- 4 મેના રોજ ભાજપ જીતશે, મીઠાઈની સાથે ઝાલમુરી પણ વહેંચાશે

    11 hours ago

    પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે કૃષ્ણાનગરમાં ચૂંટણી રેલી કરી. તેમણે કહ્યું- આજે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. હું તમામ મતદારોને કહેવા માંગીશ કે આ વખતે મતદાનના નવા રેકોર્ડ બનવા જોઈએ. તેમણે આગળ કહ્યું કે આ છેલ્લા 50 વર્ષમાં પહેલી એવી ચૂંટણી છે, જેમાં હિંસા ઓછામાં ઓછી થઈ છે. નહીં તો અહીં ગુંડારાજ ચાલતું હતું. હું ચૂંટણી પંચનું અભિવાદન કરું છું કે તેઓ બંગાળમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવી રહ્યા છે. હવેનું મતદાન તમામ જૂના રેકોર્ડ તોડી રહ્યું છે. હું અહીં પરિવર્તનનો વાવાઝોડું જોઈ રહ્યો છું. ચૂંટણી પ્રચાર દરમિયાન ઝાલમુરી ખાવા પર તેમણે કહ્યું- ઝાલમુરી મેં ખાધી છે અને ઝાલ તેમને લાગી રહી છે. 4 મે પછી બંગાળમાં સુરક્ષાની ગેરંટી આવવાની છે. મોદી બોલ્યા- TMCનું ખાતું પણ નહીં ખૂલે પીએમ મોદીએ કહ્યું કે, અહીં તો TMCના ધારાસભ્યો, મંત્રીઓ, સ્થાનિક નેતાઓ અને તેમના સિન્ડિકેટ વિરુદ્ધ એટલો રોષ છે કે કેટલાય જિલ્લાઓમાં TMCનું ખાતું પણ નહીં ખૂલે. હું વિશ્વાસ સાથે કહું છું કે મેં આ વખતે બંગાળનો ઘણો પ્રવાસ કર્યો છે અને જે ઉત્સાહ જોયો છે, તેના પરથી TMCનું જવું નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીએ કહ્યું- 15 વર્ષ પહેલાં ડાબેરીઓ વિરુદ્ધ જનતાએ રણશિંગુ ફૂંક્યું હતું. આજે તૃણમૂલના જંગલરાજ વિરુદ્ધ બંગાળની જનતા દરેક ગલી મહોલ્લામાં શંખ ફૂંકી રહી છે. આ ચૂંટણી ન તો મોદી લડી રહ્યા છે કે ન તો મારા સાથીઓ લડી રહ્યા છે. આ વખતે બંગાળની ચૂંટણી અહીંની જનતા જનાર્દન લડી રહી છે. પીએમ બોલ્યા- જૂઠું બોલવું એ TMCની ઓળખ છે PM મોદીએ કહ્યું કે TMCની નિર્મમ સરકારની ઓળખ છે- જૂઠું બોલો, છેતરો. 15 વર્ષના તેમના દરેક વાયદા અધૂરા છે. તેમણે દરેક બ્લોકમાં મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ થયું તેનાથી ઉલટું, બંગાળમાં અનેક શાળાઓ બંધ થઈ ગઈ છે. TMCએ ઘરે-ઘરે પાણી પહોંચાડવાનું વચન આપ્યું હતું. દરેક ઘરે નળથી જળ તો ન પહોંચ્યું, પરંતુ જળભરાવના ગંદા પાણી તમારા ઘરના દ્વાર સુધી જરૂર આવી ગયા. PM મોદીએ મહિલાઓ માટે 10 ગેરંટી આપી મોદી મથુરાપુરમાં પણ ચૂંટણી રેલી કરશે. આ સાથે જ હાવડામાં તેમનો મોટો રોડ શો પણ થશે. જ્યારે, ગૃહમંત્રી અમિત શાહ પણ બાલાગઢ અને પુરસુરાહમાં જનસભા કરશે. આ પછી તેઓ મધ્યગ્રામમાં રોડ શો કરશે. બંગાળમાં 29 એપ્રિલે બીજા તબક્કાની 142 બેઠકો પર મતદાન થવાનું છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં 142માંથી 114 બેઠકો પર TMCને જીત મળી હતી, જ્યારે ભાજપને 27 બેઠકો મળી હતી. બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થશે, તેમાં સીએમ મમતા બેનર્જીની ભવાનીપુર વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. કૃષ્ણાનગરમાં TMC મજબૂત પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાં લગભગ 27-30% મુસ્લિમ મતદારો છે, જે પરંપરાગત રીતે TMCનો મજબૂત આધાર રહ્યા છે. 2021માં કૃષ્ણાનગરની 7માંથી 6 વિધાનસભા બેઠકો પર TMCને જીત મળી હતી. જોકે, મતુઆ સમુદાય અને ગ્રામીણ હિંદુ મતદારો વચ્ચે ભાજપે છેલ્લા કેટલાક ચૂંટણીઓમાં પોતાની પકડ મજબૂત કરી છે. શહેરી વિસ્તારો, જેમ કે કૃષ્ણાનગર ઉત્તરમાં ભાજપનો પ્રભાવ છે, જ્યારે ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રોમાં TMCનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. TMC નેતા મહુઆ મોઇત્રા આ જ બેઠક પરથી સાંસદ છે. મથુરાપુર 2009થી TMCનો ગઢ દક્ષિણ 24 પરગણા જિલ્લાનું મથુરાપુર TMCનો અભેદ્ય કિલ્લો માનવામાં આવે છે. અહીં પાર્ટીનું 2009થી વર્ચસ્વ છે. 2021ની વિધાનસભા ચૂંટણીઓમાં કૃષ્ણાનગરની તમામ 7 બેઠકો પર TMCની જીત થઈ હતી. અહીં અનુસૂચિત જાતિ (SC)ની વસ્તી 30-35% અને 20-25% મુસ્લિમ મતદારો પણ છે. જોકે, ભાજપે અહીં મતુઆ મતોમાં સારી પકડ બનાવી છે. ------------------------------------------------------- આ સમાચાર પણ વાંચો… બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો:દોડાવી-દોડાવીને માર્યા; મુર્શિદાબાદમાં હુમાયુ કબીરના સમર્થકો અને TMC કાર્યકરો વચ્ચે મારામારી, પથ્થરમારો પશ્ચિમ બંગાળના દક્ષિણ મિદનાપુરમાં કુમારગંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકાર પર હુમલો થયો છે. વીડિયોમાં દેખાય છે કે સુવેન્દુ હુમલાથી બચવા માટે ભાગી રહ્યા છે. તેમના સિક્યુરિટી ગાર્ડ પણ તેમની સાથે છે, તેમ છતા ભીડ સુવેન્દુ સાથે મારામારી કરે છે. બંગાળમાં અનેક જગ્યાએ ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણના અહેવાલો મળી રહ્યા છે. અનેક જગ્યાએ EVMમાં ​​ખામી સર્જાયાના અહેવાલો પણ છે. દિનાજપુરના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો થયાના અહેવાલો છે. મુર્શિદાબાદના નૌદામાં મતદાન પહેલા મોડી રાત્રે એક દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    The unconventional journey of Thomas Merton
    Next Article
    પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન બઘડાટીના 5 PHOTOS:હુમાયૂં કબીરની કાર પર પથ્થરો અને લાકડીઓથી હુમલો, સિલીગુડીમાં BJP-TMC કાર્યકરો વચ્ચે 'દે ધનાધન..'

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment