Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન બઘડાટીના 5 PHOTOS:હુમાયૂં કબીરની કાર પર પથ્થરો અને લાકડીઓથી હુમલો, સિલીગુડીમાં BJP-TMC કાર્યકરો વચ્ચે 'દે ધનાધન..'

    11 hours ago

    પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ઘણી વિધાનસભા બેઠકો પર BJP-TMC કાર્યકરો વચ્ચે હિંસા અને મારામારી થઈ. મુર્શિદાબાદ જિલ્લામાં આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP) ના ચીફ હુમાયૂં કબીર અને TMC કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ. જ્યારે કુમારગંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકાર સાથે મારામારી થઈ. આસનસોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલની કાર પર પણ હુમલો થયો. 1. ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકાર સાથે મારામારી પશ્ચિમ બંગાળના દક્ષિણ મિદનાપુરમાં કુમારગંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકાર પર હુમલો થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સુવેન્દુ હુમલાથી બચવા માટે ભાગી રહ્યા છે. તેમનો સિક્યોરિટી ગાર્ડ તેમની સાથે છે. તેમ છતાં ભીડ સુવેન્દુને મારે છે. માહિતી અનુસાર ચૂંટણી પંચે વીડિયોમાં દેખાતા તમામ લોકોની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. 2. આસનસોલ સાઉથમાં પણ ભાજપના ઉમેદવારની કાર પર હુમલો આસનસોલ સાઉથ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય અને ઉમેદવાર અગ્નિમિત્રા પોલની કાર પર બર્નપુરના રહેમતનગર વિસ્તારમાં હુમલો થયો હતો. જેના કારણે તેમની ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો હતો. ઘટના સમયે ધારાસભ્ય કારમાં જ હાજર હતા. 3. હુમાયૂં કબીરના સમર્થકો અને TMC કાર્યકરો વચ્ચે મારામારી મુર્શિદાબાદના નૌદામાં મતદાન પહેલા બુધવારે મોડી રાત્રે દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP)ના ચીફ હુમાયૂં કબીર સવારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમનો વિરોધ થયો. આ દરમિયાન TMC કાર્યકરો સાથે તેમની અથડામણ પણ થઈ. ત્યારબાદ તેઓ ધરણા પર બેસી ગયા. આ દરમિયાન તેમના સમર્થકો અને TMC કાર્યકરો વચ્ચે મારામારી, પથ્થરમારો થયો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. હુમાયૂંની કાર પર પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો. 4. સિલીગુડીમાં ભાજપ અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ સિલીગુડીમાં પણ મતદાન દરમિયાન ભાજપ અને TMC કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સિલીગુડીના જગદીશ ચંદ્ર વિદ્યાપીઠમાં બનેલા બૂથ પર મતદાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન બૂથની બહાર બંને પક્ષના કાર્યકરો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. વિવાદ વધતો જોઈને સુરક્ષા દળોએ બંને પક્ષોને શાંત પાડ્યા. અહીંથી શંકર ઘોષ ભાજપના ઉમેદવાર છે. 5. માલદામાં EVM ખરાબ, ભીડે ચૂંટણી અધિકારીને ઘેર્યા માલદાના એક બૂથ પર ઈવીએમ ખરાબ થતાં હોબાળો થયો. બૂથની બહાર હાજર લોકોએ ચૂંટણી અધિકારીને ઘેરી લીધા અને વાંધો ઉઠાવ્યો. ત્યારબાદ સુરક્ષા દળોએ અધિકારીને ભીડમાંથી બચાવ્યા અને બૂથની અંદર મોકલ્યા. ------------------------------------ ચૂંટણી સંબંધિત આ સમાચાર પણ વાંચો… બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો: આસનસોલમાં ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રની કાર પર હુમલો; મુર્શિદાબાદમાં મમતા અને હુમાયુના સમર્થકો વચ્ચે મારામારી પશ્ચિમ બંગાળના દક્ષિણ મિદનાપુરમાં કુમારગંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકાર પર હુમલો થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સુવેન્દુ હુમલાથી બચવા માટે ભાગી રહ્યા છે. તેમનો સિક્યોરિટી ગાર્ડ તેમની સાથે છે. આમ છતાં ભીડ સુવેન્દુને મારે છે. સંપૂર્ણ સમાચાર વાંચો… મોદી બોલ્યા- ઝાલમુડી મેં ખાધી, ઝાળ તેમને લાગી રહી છે, બંગાળના કૃષ્ણાનગરમાં કહ્યું- 4 મેના રોજ ભાજપ જીતશે પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે કૃષ્ણાનગરમાં ચૂંટણી રેલી કરી. તેમણે કહ્યું- આજે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. હું તમામ મતદારોને કહેવા માંગીશ કે આ વખતે મતદાનના નવા રેકોર્ડ બનવા જોઈએ. આ છેલ્લા 50 વર્ષમાં પહેલી એવી ચૂંટણી છે, જેમાં હિંસા ઓછામાં ઓછી થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કહ્યું-ઝાલમુરી મેં ખાધી, મરચાં વિપક્ષને લાગ્યાં:બંગાળમાં બોલ્યા- 4 મેના રોજ ભાજપ જીતશે, મીઠાઈની સાથે ઝાલમુરી પણ વહેંચાશે
    Next Article
    ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકના પ્રહારો:‘ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યો છે, પોલીસની સતાનો દૂરઉપયોગ, લોકો વચ્ચે જઇ શકે તેમ નથી માટે ચૂંટણી બિનહરીફ કરે છે’

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment