Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં PM મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી:‘આશીર્વાદના દીવડા’થી ઝળહળ્યું સોમનાથ મંદિર, શંખ-ડમરૂનાદ સાથે મહાઆરતી, સોમનાથ યાત્રા એપ લોન્ચ, 366 લોકોએ રકતદાન કર્યું; 10,000 વડીલોને વસ્ત્રદાન

    6 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ અને દેશની જનસેવાથી રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ તીર્થ ખાતે ધાર્મિક, સામાજિક અને આધુનિક પ્રકલ્પોના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સાંજે સોમનાથ મંદિર પરિસરમાં ‘આશીર્વાદનો દીવડો’ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્યાસ્ત સમયે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં દીવડા પ્રગટાવવામાં આવતા સમગ્ર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. આ દીવડાઓ સુશાસન અને સારા શાસનના પ્રકાશના પ્રતીક તરીકે રજૂ કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન શંખનાદ અને ડમરૂનાદથી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે મહાઆરતી યોજાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રંગબેરંગી રોશનીથી શણગારાયેલા મંદિર અને દીવડાઓની ઝગમગાટ વચ્ચે દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા યાત્રિકો અને ભક્તોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઈકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ અને ‘સોમનાથ યાત્રા’ એપનું લોન્ચિંગ જન્મદિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. તેમની વર્ચ્યુઅલ હાજરીમાં શ્રી સોમનાથ મંદિરનું ઈકો-ફ્રેન્ડલી અને ફરી વાપરી શકાય તેવું પ્રસાદ પેકેજિંગ તથા ‘સોમનાથ યાત્રા’ મોબાઈલ એપના નવા વર્ઝનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, NID અને GPCBના સહયોગથી તૈયાર કરાયેલા પેકેજિંગમાં કાર્ડબોર્ડ અને મેટલ બોક્સનો ઉપયોગ કરાયો છે. મગસના લાડુનું વ્યક્તિગત પેકિંગ કરવામાં આવ્યું છે અને બોક્સનો ફરી ઉપયોગ કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. ‘સોમનાથ યાત્રા’ એપમાં રૂમ બુકિંગ, પૂજા નોંધણી, લાઈવ દર્શન, ડિજિટલ દાન તેમજ ઘરબેઠાં પ્રસાદ અને વસ્ત્ર પ્રસાદ મંગાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 10 હજાર વડીલોને વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ સામાજિક સેવા અંતર્ગત રાજ્યના 29 જિલ્લાના 134 વૃદ્ધાશ્રમોમાં રહેતા 10 હજાર વડીલોને વસ્ત્ર અને પ્રસાદ આપવાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ટ્રસ્ટના જણાવ્યા મુજબ અગાઉ 22,111 લાભાર્થીઓને વસ્ત્ર પ્રસાદ આપવામાં આવ્યો હતો. હવે વધુ 10 હજાર લાભાર્થી ઉમેરાતા કુલ સંખ્યા 32,111 થઈ છે. મહામૃત્યુંજય યજ્ઞમાં 31,200 આહુતિ વડાપ્રધાનના લાંબા આયુષ્યની કામના માટે સોમનાથ ખાતે સ્વાભિમાન પૂજા, પાઘ પૂજા અને આયુષ્ય મંત્રજાપ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહામૃત્યુંજય યજ્ઞમાં 200 ભક્તો અને દંપતીઓ જોડાયા હતા અને કુલ 31,200 આહુતિ અર્પણ કરવામાં આવી હતી. બપોરના શૃંગાર દરમિયાન મહાદેવને 76 કિલોના લાડુનો મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ લાડુ ગૌશાળા અને ગૌ હોસ્પિટલની ગૌમાતાઓને આપવામાં આવ્યા હતા. આંગણવાડી બાળકો માટે સુપોષણ અભિયાનનો બીજો તબક્કો ગીર સોમનાથની આંગણવાડીના બાળકો માટે દૈનિક લાડુ પ્રસાદના સુપોષણ અભિયાનના બીજા તબક્કાની પણ શરૂઆત કરાઈ હતી. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, પ્રથમ તબક્કામાં એક વર્ષ દરમિયાન આશરે રૂ.1 કરોડના ખર્ચે 7 લાખ જેટલા એટલે કે 28 ટન લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. 600 ટીબી દર્દીઓને પોષણ આહારની જવાબદારી સામાજિક સેવાના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના આશરે 600 ક્ષય રોગીઓને પોષણ અભિયાન હેઠળ દત્તક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા આ દર્દીઓના પોષણ આહારની જવાબદારી ઉઠાવવામાં આવશે. વેરાવળમાં રક્તદાન કેમ્પ, પ્રથમ દિવસે 366 યુનિટ રક્ત એકત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વેરાવળના ડાભોર રોડ પર આવેલા નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં અલગ-અલગ પાંચ સ્થળોએ યોજાયેલા કેમ્પમાં કુલ 600 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જિલ્લા ક્ષય અધિકારી ડૉ. શીતલ રામે જણાવ્યું હતું. પ્રથમ દિવસે 366 યુનિટ રક્ત એકત્ર થયું હતું, જ્યારે આગામી દિવસોમાં પણ કેમ્પ ચાલુ રાખીને 600થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રક્તદાન પહેલાં આરોગ્ય તપાસ ઇન્ડિયન રેડક્રોસના સહયોગથી યોજાયેલા કેમ્પમાં રક્તદાન પહેલાં દાતાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. બ્લડ પ્રેશર અને હિમોગ્લોબિનની તપાસ બાદ બ્લડ કલેક્શન મોનિટર સહિતના આધુનિક સાધનોની મદદથી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ડૉ. શીતલ રામના જણાવ્યા મુજબ, ઇમરજન્સીના સમયે દર્દીઓને જરૂરી બ્લડ ગ્રુપનું લોહી તાત્કાલિક મળી રહે તે માટે આવા રક્તદાન કેમ્પ મહત્વપૂર્ણ બને છે. રક્તદાનથી એકત્ર થયેલા રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓને ઇમરજન્સીના સમયે મદદરૂપ થવા માટે કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર SP સફીન હસને લુણાવાડામાં ગણેશ પંડાલની મુલાકાત લીધી:ગણેશજીની પૂજા અને આરતીમાં જોડાયા, ટાઉન PI-PSI સહિત પોલીસ જવાનો પણ હાજર રહ્યા
    Next Article
    PM મોદીના 76માં જન્મદિવસે લાયન્સ ક્લબ પાટણ દ્વારા ભોજન સેવા:ખીમયાણાના વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન પીરસી, સભ્યોએ સમય વિતાવી ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment