Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી હસ્તે 31 માર્ચે 626 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:TP-6માં વર્કિંગ વુમન હોસ્ટેલ બનશે; 1976 EWS-II આવાસથી ગરીબ-મધ્યમ વર્ગને સપનાનું ઘર મળશે

    9 hours ago

    ગુજરાતના પાટનગર ગાંધીનગરના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ અંદાજે રૂ. 626.68 કરોડના વિવિધ 10 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુડા દ્વારા આયોજિત આ પ્રોજેક્ટ્સ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને જનસુખાકારીમાં ધરખમ ફેરફારો લાવશે. વડાપ્રધાનની આ મુલાકાતને પગલે શહેરના શહેરી વિકાસના ઇતિહાસમાં એક નવું સુવર્ણ સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. 10 જેટલા મહત્વાકાંક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોના સર્વાંગી ઉત્કર્ષ માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 10 જેટલા મહત્વાકાંક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કાર્યોથી માત્ર શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત નહીં થાય, પરંતુ નાગરિકોની સુખાકારીમાં પણ મોટો ઉછાળો આવશે. વાસણા-હડમતિયા TP-9 વિસ્તારમાં આવાસનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગો માટે આવાસની મોટી ભેટ આપવામાં આવશે. વાસણા-હડમતિયા TP-9 વિસ્તારમાં અંદાજે 246 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કુલ 1976 EWS-II આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાના ઘરનું સપનું સાકાર કરશે. આ ઉપરાંત, શહેરની સ્વચ્છતા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને પેથાપુર ખાતે 15 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ થશે જે જળ શુદ્ધિકરણની પ્રક્રિયાને વેગ આપશે. કુડાસણ, રાયસણ, રાંદેસણ અને સરગાસણમાં નવા રસ્તા બનાવાશે ગાંધીનગરના વિસ્તરતા જતા વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે વડાપ્રધાન અનેક નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. કુડાસણ, રાયસણ, રાંદેસણ અને સરગાસણ જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં 72.91 કરોડના ખર્ચે નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. ટ્રાફિક અને પરિવહન સુવિધા સુધારવા માટે સેક્ટર-11 ખાતે બિઝનેસ કોરિડોર રોડ ડેવલપમેન્ટ અને સુશોભનનું કાર્ય પણ હાથ ધરાશે, જે શહેરના આર્થિક હૃદય સમાન વિસ્તારને નવી ઓળખ આપશે. સ્ટ્રોમ વોટર લાઈનનું પણ ખાતમુહૂર્ત ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિકાલ માટે કોબા, રાયસણ અને રાંદેસણ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનું આયોજન છે. આ સાથે જ રાંધેજા ખાતે ચાર તળાવોને જોડવાની કડી અને સ્ટ્રોમ વોટર લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે જળ સંચયની દિશામાં પણ મહત્વનું પગલું સાબિત થશે. ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે મોટા ચિલોડામાં નવું નેટવર્ક અને STP તેમજ TP-29થી અડાલજ સુધી ટ્રંક મેઈન લાઈન નાખવાના કામો શરૂ કરવામાં આવશે. TP-6માં વર્કિંગ વુમન હોસ્ટેલનું નિર્માણ કરાશે શહેરમાં રોજગારી માટે આવતી મહિલાઓને સુરક્ષિત અને સુવિધાજનક રહેઠાણ મળી રહે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર TP-6માં વર્કિંગ વુમન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. 25.61 કરોડના ખર્ચે આકાર પામનારી આ હોસ્ટેલ કામકાજી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો ​ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ તમામ પ્રકલ્પોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનની આ મુલાકાત અને વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરને સ્માર્ટ સિટી અને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન યુદ્ધ પર વાત કરવા પાકિસ્તાન જશે 3 દેશ:PM શાહબાઝને પણ મળશે; યુદ્ધમાં UAE પણ સામેલ થઈ શકે છે
    Next Article
    US Teen Finds Rare 6-Inch Megalodon Shark Tooth During Dive Off Florida Coast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment