Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન યુદ્ધ પર વાત કરવા પાકિસ્તાન જશે 3 દેશ:PM શાહબાઝને પણ મળશે; યુદ્ધમાં UAE પણ સામેલ થઈ શકે છે

    1 day ago

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધના 28 દિવસ પછી હવે હુતી વિદ્રોહીઓ પણ તેમાં સામેલ થઈ ગયા છે. ઈઝરાયલે ઈરાનની અંદર 50 ફાઈટર જેટ્સથી હુમલો કર્યો. ઈઝરાયલી સેના અનુસાર શુક્રવારે રાત્રે ઈરાનના ત્રણ વિસ્તારોમાં હથિયાર બનાવતી ફેક્ટરીઓ અને પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. સેનાએ જણાવ્યું કે આ હુમલા ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવ્યા હતા અને કલાકો સુધી ચાલ્યા હતા. હુમલામાં અરાક અને યઝ્દ જેવા મહત્વના વિસ્તારોનો સમાવેશ થતો હતો. જે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, તેમાં હથિયાર બનાવતી સૈન્ય ઇન્ડસ્ટ્રી અને બેલિસ્ટિક તેમજ એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલના પાર્ટ્સ બનાવતી ફેક્ટરીનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત અરાકમાં આવેલા હેવી વોટર પ્લાન્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો, જેને ઇઝરાયલે પરમાણુ હથિયારો માટે પ્લુટોનિયમ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ગણાવ્યું છે. જ્યારે યઝ્દમાં તે પ્લાન્ટને પણ નિશાન બનાવવામાં આવ્યો, જ્યાં યુરેનિયમ સંવર્ધન (એનરિચમેન્ટ) માટે જરૂરી વિસ્ફોટક સામગ્રી તૈયાર કરવામાં આવે છે. ઈરાને શુક્રવારે રાત્રે સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર 6 બેલેસ્ટિક મિસાઈલ અને 29 ડ્રોન છોડ્યા. આ હુમલામાં ઓછામાં ઓછા 15 સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી 5ની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    બેંકો પોતાની પાસે 100 મિલિયન ડોલરથી વધુ રાખી શકશે નહીં:રૂપિયામાં સતત ઘટાડો રોકવા માટે RBIનો નિર્દેશ, જેનાથી વિદેશી સામાન સસ્તો થશે
    Next Article
    PM મોદી હસ્તે 31 માર્ચે 626 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:TP-6માં વર્કિંગ વુમન હોસ્ટેલ બનશે; 1976 EWS-II આવાસથી ગરીબ-મધ્યમ વર્ગને સપનાનું ઘર મળશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment