Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે:ગાંધીનગરમાં જૈન ઇતિહાસને સમર્પિત મ્યુઝિયમની ભેટ આપશે, ડીસામાં જાહેરસભા સંબોધશે, 31 માર્ચે ગુજરાત પ્રવાસે

    16 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ અમદાવાદથી લઈને ડીસા સુધી અનેક મહત્વના વિકાસકાર્યોમાં ભાગ લેશે. સવારે 9:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગરના કોબા તીર્થ જશે, જ્યાં તેઓ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે જૈન મુનિ પદ્મસાગર સુરીશ્વરજીની હાજરી રહેશે, જેમણે આ મ્યુઝિયમ પ્રોજેક્ટને પ્રેરણા આપી છે. આ મ્યુઝિયમ જૈન ઇતિહાસ અને સંસ્કૃતિને સમર્પિત એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થયું છે. ડીસામાં જાહેરસભાને સંબોધશે ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે પીએમ સાણંદ પહોંચશે, જ્યાં તેઓ Kaynes Semicon પ્રોજેક્ટને ખુલ્લો મૂકશે. આ પ્રોજેક્ટ ગુજરાતને સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વધુ મજબૂત બનાવશે તેવી આશા છે. બપોર બાદ 4 વાગ્યે પીએમ મોદી ડીસા પહોંચશે અને ત્યાંથી રોડ માર્ગે નાણી ગામના સભાસ્થળે જશે. અહીં તેઓ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ભાગ લેશે તથા વિશાળ જાહેરસભાને સંબોધિત કરશે. સાંજના 5.30એ આસામ રવાના થશે કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ સાંજે 5:30 વાગ્યે પીએમ મોદી ડીસાથી આસામ જવા રવાના થશે. પીએમના આ વ્યસ્ત કાર્યક્રમને લઈને રાજ્યમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન ધાર્મિક, ઔદ્યોગિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ક્ષેત્રના પ્રોજેક્ટ્સને ગતિ મળતા ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ બળ મળશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સંઘવીએ સ્થળની મુલાકાત કરી સમીક્ષા કરી ગાંધીનગરના કોબા તીર્થ ખાતેના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં સ્થળની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. સુરક્ષા તથા વ્યવસ્થાની વ્યવસ્થા અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં ધાર્મિક કથાઓ દર્શાવતા ચિત્રોનો સમૃદ્ધ સંગ્રહ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં પદ્મ સાગર સુરિશ્વર મહારાજના પદવિહારના અનુભવોને આધારે વિવિધ દસ્તાવેજો અને સ્મૃતિચિહ્નો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમણે જીવન દરમિયાન લગભગ 2.5 લાખ કિલોમીટરનો પદવિહાર કર્યો હતો, જે જૈન પરંપરામાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મ્યુઝિયમમાં મહારાજના હસ્તપ્રત ગ્રંથો, વિગ્નપ્તિ પત્રો, પ્રતિમાઓ, બ્રાસ કલા, તેમજ ધાર્મિક કથાઓ દર્શાવતા ચિત્રોનો સમૃદ્ધ સંગ્રહ રાખવામાં આવ્યો છે. તપશ્ચર્યાની પરંપરા અને આધ્યાત્મિક વારસાની ઝાંખી આ પ્રદર્શન દ્વારા જૈન ધર્મની પરંપરા, તપશ્ચર્યાની પરંપરા અને આધ્યાત્મિક વારસાની ઝાંખી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીની સંભવિત મુલાકાતને પગલે ગાંધીનગરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જો મુલાકાત નિશ્ચિત થશે તો મહાવીર જન્મ કલ્યાણકના દિવસે આ કાર્યક્રમ જૈન સમાજ માટે વિશેષ મહત્વનો બનશે.
    Click here to Read More
    Previous Article
    નયારાએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું કર્યું:ભોપાલમાં એક લિટર પેટ્રોલ ₹112 અને ડીઝલ ₹95 થયું, ક્રૂડ ઓઇલ મોંઘું થવું કારણ
    Next Article
    250 વર્ષ જૂના રામજી મંદિરમાં રામન્મોત્સવની ધામધૂમથી ઉજવણી:તાત્યા ટોપે અહીં ટહલદાસ મહારાજ રૂપે રહ્યા; 40 હજાર ભક્તો લેશે મહાપ્રસાદ; ગેસ સિલિન્ડરની અછતને કારણે બે વાનગી રદ કરાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment