Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી નર્મદા મહાઆરતીમાં સહભાગી થયા, એકતા પ્રકાશ પર્વ નિહાળ્યું:'નર્મદે હર.. જીવનભર'ના નાદથી એકતાનગર ગુંજ્યું, 300 કલાકારોના ‘આનંદમઠ’ની નાટ્ય પ્રસ્તુતિ નિહાળી

    23 hours ago

    PM મોદી 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ તેઓ એકતાનગરની મુલાકાતે આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતું. અહિ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે 300 જેટલા કલાકારો દ્વારા ‘આનંદમઠ’ની નાટ્યપ્રસ્તુતિ રજુ કરાઈ હતી. ‘આનંદમઠ’ નાટકના ભવ્ય મંચન દરમિયાન રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના નાદ સાથે સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઐતિહાસિક નવલકથા ‘આનંદમઠ’નો જ ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એકતા પ્રકાશ પર્વ’ની મુલાકાત લઈ ભારતની એકતાના પ્રતીક સમા 'એકતા પ્રકાશ પર્વ' અંતર્ગત રોશનીની અદભુત કૃતિઓ નિહાળી હતી. આ ઉપરાંત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીમાં સહભાગી બન્યા હતા. 'નર્મદે હર.. જીવનભર'ના નાદથી એકતાનગર ગુજી ઉઠ્યું હતું. મહાઆરતી બાદ વડાપ્રધાન સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા. PM મોદીની એકતાનગર મુલાકાતની 4 તસવીરો સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થશે. 31 ઓક્ટોબરે સવારે 8:45 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસથી સ્ટેચ્યુ ઑફ યુનિટી જવા રવાના થશે. સવારે 9:15થી 9:30 વાગ્યા દરમિયાન સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ કરશે. સવારે 9:35 વાગ્યે તેઓ નવી વિસ્ટાડોમ બસમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ જવા રવાના થશે. સવારે 9:40થી 10:00 વાગ્યા દરમિયાન પ્રોજેક્ટની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે 10:00થી 10:30 વાગ્યા દરમિયાન બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લેશે. આ કાર્યક્રમો બાદ મોદી સવારે 10:45થી સાંજે 5:10 વાગ્યા સુધી સર્કિટ હાઉસમાં રહેશે. સાંજે 5:15 વાગ્યે તેઓ એકતા પથ જવા રવાના થશે અને સાંજે 5:30થી 7:40 વાગ્યા દરમિયાન રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે. કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રે 8:00 વાગ્યે મોદી એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે. રાત્રે 9:10 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. ભીલડીમાં મોદીએ કહ્યું-'કેટલાકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છે' PM મોદી 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે ₹19,000 કરોડનો 24મો હપ્તો રીલિઝ કર્યો હતો. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને ટોણો માર્યો હતો કે,બનાસકાંઠાના લોકો પહેલેથી આલુમાંથી સોનુ બનાવે છે. અહીં આવીને કોઈને કહેવાની જરૂર નથી. આ ઉપરાંત મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકોને દેશને તકલીફમાં જોવામાં આનંદ આવે છે. તેઓ અફવા ફેલાવે છે. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    Chinese Embassy Spokesperson In India Found Jalebi's Chinese Twin. It's Called Tang Huan
    Next Article
    અમદાવાદના વાહનચાલકો ધ્યાન આપે:ઇન્કમટેક્સથી બુટ્ટાસિંગ ચાર રસ્તા વચ્ચેનો માર્ગ 2 દિવસ રાત્રે બંધ રહેશે, ટ્રાફિક પોલીસે જાહેર કર્યા વૈકલ્પિક રૂટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment