Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ ભારત પર્વનું ઉદ્ઘાટન કર્યું:એકતાનગરમાં વિવિધ સ્ટોલની મુલાકાત લીધી, 300 કલાકારો દ્વારા ‘આનંદમઠ’ની નાટ્યપ્રસ્તુતિ

    1 day ago

    PM મોદી 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ તેઓ ગાંધીનગર લોકભવન પહોંચ્યા હતા. જ્યાથી હવે તેઓ એકતાનગરની મુલાકાતે આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું છે. અહિ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે 300 જેટલા કલાકારો દ્વારા ‘આનંદમઠ’ની નાટ્યપ્રસ્તુતિ રજુ કરાઈ હતી. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાત્રે 7:45થી 8:05 કલાક દરમિયાન ‘એકતા પ્રકાશ પર્વ’ની મુલાકાત લેશે. રાત્રે 8:15થી 8:45 કલાક દરમિયાન નર્મદા ઘાટ ખાતે યોજાનારી નર્મદા મહાઆરતીમાં સહભાગી બનશે. મહાઆરતી બાદ રાત્રે 8:45 કલાકે વડાપ્રધાન સર્કિટ હાઉસ જવા રવાના થશે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને એકતાનગર ખાતે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એકતાનગરમાં વિવિધ સ્ટોલની મુલાકાતની ત્રણ તસવીર સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. 31 ઓક્ટોબરે સવારે 8:45 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસથી સ્ટેચ્યુ ઑફ યુનિટી જવા રવાના થશે. સવારે 9:15થી 9:30 વાગ્યા દરમિયાન સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ કરશે. સવારે 9:35 વાગ્યે તેઓ નવી વિસ્ટાડોમ બસમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ જવા રવાના થશે. સવારે 9:40થી 10:00 વાગ્યા દરમિયાન પ્રોજેક્ટની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે 10:00થી 10:30 વાગ્યા દરમિયાન બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લેશે. આ કાર્યક્રમો બાદ મોદી સવારે 10:45થી સાંજે 5:10 વાગ્યા સુધી સર્કિટ હાઉસમાં રહેશે. સાંજે 5:15 વાગ્યે તેઓ એકતા પથ જવા રવાના થશે અને સાંજે 5:30થી 7:40 વાગ્યા દરમિયાન રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે. કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રે 8:00 વાગ્યે મોદી એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે. રાત્રે 9:10 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. આ પણ વાંચો-કેટલાકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છે: ભીલડીમાં મોદી
    Click here to Read More
    Previous Article
    North Korea Linked To $6.3 Billion Binance Hack In Biggest Crypto Heist Ever
    Next Article
    ગોધરાના LC-4 અંડરપાસનો એક માર્ગ ખુલ્યો:ચાર વર્ષ બાદ ટુ-વ્હીલર માટે રસ્તો શરૂ; દિવાળીમાં બજારના ટ્રાફિકમાં રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment