Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલને ધરણા પરથી પોલીસ ઉપાડીને લઈ ગઈ:PM આવાસ બહાર પ્રદર્શન બાદ એક્શન, 3 કલાક પછી છોડ્યા; પ્રિયંકાને મળવા સોનિયા ગાંધી પોલીસ સ્ટેશને પહોંચ્યાં

    3 days ago

    PM આવાસ નજીક મંગળવારે બપોરે 3:30 વાગ્યે ધરણા પર બેઠેલા કોંગ્રેસીઓને પોલીસ સાંજે 6:30 વાગ્યે ઉપાડીને લઈ ગઈ. 3 કલાકના ધરણા દરમિયાન સરકારે રાહુલ સાથે 2 વાર વાતચીત કરી, પરંતુ તેઓ માન્યા નહીં. આ પછી 100થી વધુ પોલીસકર્મીઓ પહોંચ્યા તો કોંગ્રેસીઓએ ઘેરાવ કરી લીધો અને રાહુલ સુધી પહોંચવા ન દીધા. પોલીસકર્મીઓ રાહુલ ગાંધીને લઈ જવા પહોંચ્યા તો તેઓ જમીન પર સૂઈ ગયા. કોંગ્રેસીઓ અને પોલીસ વચ્ચે અડધા કલાક સુધી ધક્કામુક્કી થતી રહી. પોલીસે લાઠીચાર્જ કર્યો. ઘણું મનાવવા છતાં પણ જ્યારે તેઓ ન ઊઠ્યા તો 12થી વધુ પોલીસકર્મીઓ તેમના હાથ-પગ પકડીને ઉપાડીને લઈ ગયા અને બસમાં બેસાડ્યા. રાહુલ ઉપરાંત પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓની અટકાયત કરી. તમામ નેતાઓને છત્રસાલ સ્ટેડિયમમાં રાખ્યા. અહીંથી અંદાજે 3 કલાક પછી રાત્રે 9:45 વાગ્યે બધાને મુક્ત કર્યા. પ્રિયંકાને મંદિર માર્ગ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પ્રિયંકાને મળવા સોનિયા ગાંધી પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં. જિતેન્દ્ર સિંહ અને રાહુલ વચ્ચે 20 મિનિટ વાત પીએમ આવાસ પાસેથી હટાવવા માટે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ગૃહ સચિવ ગોવિંદ મોહન પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સાથે લગભગ 20 મિનિટ વાત કરી. આ પછી જિતેન્દ્ર સિંહ ગૃહ મંત્રી અમિત શાહ પાસે ગયા. અમિત શાહ સાથે વાતચીત કર્યા પછી તેમણે ફરીથી રાહુલ સાથે વાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે રાહુલ ગાંધીની માગ હતી કે NEET પર સંસદમાં ચર્ચા થાય. રાહુલની આ માગ માની લેવામાં આવી હતી. પરંતુ રાહુલ પોતાની વાતથી ફરી ગયા. તેઓ બોલ્યા- હવે અમારી બે માંગો છે. પહેલી- NEET પર સંસદમાં ચર્ચા, બીજી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. પીએમ આવાસ નજીક કોંગ્રેસના પ્રદર્શનની 7 તસવીરો… બપોરે 3:30 વાગ્યે બપોરે 3:38 વાગ્યે બપોરે 4:00 વાગ્યે સાંજે 4:10 વાગ્યે સાંજે 4:25 વાગ્યે સાંજે 4:30 વાગ્યે સાંજે 5:17 વાગ્યે સાંજે 6:30 વાગ્યે રાત્રે 9:30 વાગ્યે ખડગેનો જન્મદિવસ અને PM આવાસને ઘેરવાનું સીક્રેટ પ્લાનિંગ આજના મોટા અપડેટ્સ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીનું અને પીએમ આવાસ પર કોંગ્રેસના પ્રદર્શનના ક્ષણે-ક્ષણના અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Madhya Pradesh Assembly passes UCC Bill, Congress slams ‘RSS agenda’
    Next Article
    રાહુલ ગાંધી-ખડગેની અટકાયતના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા:જિલ્લા પંચાયત ચોકમાં ધર્મેન્દ્ર પ્રધાનના પ્રતિક મુખોટાને ઝાપટ મારી રોષ ઠાલવ્યો, પોલીસે ટીંગાટોળી કરી 30 કાર્યકર્તાની અટકાયત કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment