Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામમંદિરમાં લૂંટની જવાબદારી PM મોદીએ લેવી જોઈએ:રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી વાસનિકે કહ્યું - રાજ્યમાં ખેડૂતોને પાકના ભાવ ન મળતા આત્મહત્યા કરવા મજબૂર

    13 hours ago

    રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રામ મંદિર અને ખેડૂતોના મુદ્દે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે સરકારની નીતિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, જો રામમંદિરના નિર્માણનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેતા હોય તો અહીં થયેલી લૂંટની જવાબદારી પણ તેમને લેવી જોઈએ. જ્યારે હાલ રાજ્યના ખેડૂતો ટેકાના ભાવ મુદ્દે આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે તેના માટે ભાજપ સરકાર જવાબદાર છે. આ તકે તેમણે એમ. એસ. સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા પરંતુ ખેડૂતોના પાકના ભાવ માટે તેમને જે ફોર્મ્યુલા સૂચવી હતી તે ફગાવી દેવામાં આવી હોવાનું જણાવી ભાજપ સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. ભારત રત્નથી નવાજ્યા તે સ્વામીનાથનની ફોર્મ્યુલા ન સ્વીકારી ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, વડાપ્રધાનથી લઈને તેમના તમામ સાથીઓ સતત ખેડૂતોની આંખોમાં ધૂળ ઝોંકવાનું કામ કરી રહ્યા છે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે છે, ત્યારે ખેડૂતોને પાકના લઘુત્તમ ભાવ (MSP) અંગે વડાપ્રધાન પોતે મોટા-મોટા નિવેદનો આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તેઓ બધું ભૂલી જાય છે.તેમણે વધુમાં ઉમેર્યું કે, "એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત તો કરવામાં આવ્યા પરંતુ ખેડૂતોના પાકના ભાવ માટે તેમણે જે ફોર્મ્યુલા ભારત સરકાર સમક્ષ રજૂ કર્યો હતો તેને મોદી સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધો છે. આજે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પણ સમગ્ર ગુજરાતનો ખેડૂત પરેશાન છે. જો ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બનતા હોય, તો પરિસ્થિતિ કેટલી ભયંકર છે તે આપણે સમજી લેવું જોઈએ. રામ મંદિર અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા વાસનિકે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, રામ મંદિરનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને નિર્માણ આ તમામ બાબતોનું પૂરું શ્રેય જો વડાપ્રધાન લેતા હોય તો ત્યાં જો કોઈ લૂંટ થઈ હોય તો તેની જવાબદારી પણ વડાપ્રધાન સિવાય અન્ય કોઈના પર નાખવી શું યોગ્ય ગણાશે?તેમણે વડાપ્રધાન પાસે માગ કરી છે કે તેમણે દેશની જનતાને જણાવવું જોઈએ કે રામ મંદિરમાં આ પ્રકારની લૂંટ કેવી રીતે થઈ? આ સાથે જ તેમણે ટકોર કરી કે સરકારે માત્ર નાના લોકો સામે નહીં પરંતુ 'મોટી માછલીઓ' (મુખ્ય સૂત્રધારો) પર હાથ નાખવાની હિંમત બતાવવી જોઈએ. જ્યારે પત્રકારે પૂછ્યું કે 'શું ચંપત રાયને બચાવવામાં આવી રહ્યા છે?', ત્યારે વાસનિકે ટૂંકમાં કહ્યું કે, "આ બાબત મારા કરતાં વધુ સારી રીતે તમે (મીડિયા) જાણો છો." જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સુરતમાં પુરની પરિસ્થિતિને લઈને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, દરેક શહેરમાં પ્રિમોન્સૂનના નામે ભાજપના આગેવાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.સુરતમાં પૂરની પરિસ્થિતિ માટે ભાજપના આગેવાનો ઉપરાંત મનપા જવાબદાર છે. અનેક લોકોના મોત પાછળ શાસકો જવાબદાર છે.
    Click here to Read More
    Previous Article
    મેમકા ગામે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રવેશદ્વારનું લોકાર્પણ:મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
    Next Article
    મહારાષ્ટ્રથી 1080 યાત્રીઓ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા:વડાપ્રધાનની પહેલથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથની ધરોહર જાણશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment