Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીની 25 વર્ષની જનસેવા:ગુજરાત ભાજપનું ‘સેવા સંકલ્પ અભિયાન’, 17 સપ્ટેમ્બરથી એક મહિના સુધી કાર્યક્રમો; 7 ઓક્ટોબરે વડનગર-વારાણસી સેવા યાત્રા

    6 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં જનસેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે. કોબા સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં અભિયાનની વિગતો જાહેર કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જનસેવા અને સેવાભાવને જનઆંદોલન બનાવવાનો પ્રયાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે નરેન્દ્ર મોદીની 25 વર્ષની યાત્રા માત્ર રાજકીય સફર નહીં, પરંતુ એક કાર્યકર્તાના રાષ્ટ્રસેવા અને જનસેવાના સંકલ્પની અવિરત સાધના છે. સેવા સંકલ્પ અભિયાનનો હેતુ તેમની જનસેવા, સમર્પણ અને સેવાભાવની યાત્રાને લોકો સુધી પહોંચાડવાનો અને સેવાભાવને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો છે. ગુજરાતથી વડાપ્રધાન સુધીની વિકાસયાત્રાનો ઉલ્લેખ ભૂપેન્દ્ર પટેલે 2001ના ભૂકંપ બાદ ગુજરાતને વિકાસની દિશામાં આગળ લઈ જવામાં મોદીના નેતૃત્વની ભૂમિકા ગણાવી હતી. કચ્છ રણોત્સવ, વાઇબ્રન્ટ ગુજરાત, જ્યોતિગ્રામ યોજના, કન્યા કેળવણી અને જળસંચય જેવા પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ગુજરાતે પોલિસી ડ્રિવન સ્ટેટ અને દેશના ગ્રોથ એન્જિન તરીકે ઓળખ મેળવી છે. તેમણે જણાવ્યું કે મોદીના 25 વર્ષના શાસનમાં ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ પર ભાર રહ્યો છે. જનધન, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ અને ઉજ્જવલા સહિતની યોજનાઓ દ્વારા ગરીબ અને વંચિત વર્ગોના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ થયો છે. ભારતને ‘વિશ્વમિત્ર’ તરીકે ઓળખ મળી: CM મુખ્યમંત્રીએ જણાવ્યું કે ડિજિટલ પેમેન્ટ અને UPI જેવી ટેકનોલોજીના ઉપયોગથી શાસનમાં પારદર્શિતા અને જવાબદારી વધી છે. કોરોના મહામારી, આંતરરાષ્ટ્રીય સંઘર્ષો અને વૈશ્વિક પડકારો વચ્ચે ભારત આજે વિશ્વમાં વિશ્વસનીય અને જવાબદાર ‘વિશ્વમિત્ર’ તરીકે ઉભરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું. આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત-2047નો સંકલ્પ દેશના વિવિધ વિસ્તારોમાં વિકાસની નવી ઊર્જા પેદા કરી રહ્યો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. 7 ઓક્ટોબરે પીએમ મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે 7 ઓક્ટોબર, 2026ના રોજ નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં જનસેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થશે. આ અવસરને કાર્યકર્તાથી પ્રધાન સેવક સુધીની અને જનસેવાથી રાષ્ટ્રસેવા સુધીની યાત્રા લોકો સુધી પહોંચાડવાના અવસર તરીકે ઉજવવામાં આવશે. તેમણે ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે અંતિમ પંક્તિના વ્યક્તિ સુધી વિકાસ અને કલ્યાણ પહોંચાડવાના પ્રયાસનો પણ ઉલ્લેખ કર્યો. 36 દેશોના સર્વોચ્ચ સન્માનનો ઉલ્લેખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે એક સમયે ‘ફ્રેજાઈલ ફાઈવ’ તરીકે ઓળખાતું ભારત આજે વિશ્વની ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવે છે. તેમના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદીને 36 દેશોએ સર્વોચ્ચ સન્માન આપ્યું છે, જેને તેમણે 140 કરોડ ભારતીયોનું સન્માન ગણાવ્યું. આ ઉપરાંત તેમણે આયુષ્માન ભારત, જનધન, ઉજ્જવલા, PM ગરીબ કલ્યાણ અન્ન યોજના, PM કિસાન સન્માન નિધિ, સ્વચ્છ ભારત, એક પેડ મા કે નામ, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, ડિફેન્સ, રામ મંદિર, કલમ 370 અને કોરોના રસીકરણ સહિતના વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. 17 સપ્ટેમ્બરથી ‘સેવા દિવસ’ સાથે શરૂઆત અભિયાનની શરૂઆત 17 સપ્ટેમ્બરે ‘સેવા દિવસ’ તરીકે થશે. રાજ્યભરમાં રક્તદાન શિબિરો યોજાશે. સાંજે 7 વાગ્યે દરેક બૂથ પર ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાશે. તેમાં પરિવારો અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ દીપ પ્રજ્વલિત કરીને મોદીની 25 વર્ષની જનસેવા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશે. ‘મારા સપનાનું ભારત’ અંતર્ગત શાળાઓમાં ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે. ‘નમો સેવા ગાથા—અનકહી કહાનિયા’ અંતર્ગત 25 વર્ષની સેવા યાત્રા, જનકલ્યાણકારી યોજનાઓ અને દેશમાં આવેલા પરિવર્તનોને 25થી 30 મિનિટની ભાવનાત્મક અને સંગીતમય નાટ્ય પ્રસ્તુતિ દ્વારા ગામડે-ગામડે પહોંચાડવામાં આવશે. આંગણવાડી અને આશા વર્કરોનું સન્માન ‘આંગણાનો ઉત્સવ’ હેઠળ આંગણવાડી કાર્યકરો અને આશા દીદીઓનું સન્માન કરવામાં આવશે. બાળકો અને માતાઓ સાથે સંકળાયેલી પોષણ, આરોગ્ય અને મહિલા કલ્યાણની યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવશે. ‘સેવાની વાર્તા’ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓથી લોકોના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની વાતો એકત્રિત કરીને સમાજ સમક્ષ રજૂ કરવામાં આવશે. વડનગરથી વારાણસી સુધી ‘સેવા યાત્રા’ 7 ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ યોજાશે અને ‘વિકસિત ભારત 2047’નો સંકલ્પ લેવામાં આવશે. આ ઉપરાંત વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર 10-10 ટુકડીઓ દ્વારા ‘સેવા યાત્રા’ યોજાશે. આ યાત્રાનો મુખ્ય હેતુ વડનગરના હાટકેશ્વર મહાદેવ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરવાનો રહેશે. સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે ‘સેવા સેતુ અભિયાન-સરકાર આપના દ્વારે’ અંતર્ગત બ્લોક સ્તરે શિબિરો યોજાશે. તેમાં નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ‘સેવા મારું યોગદાન’ હેઠળ 25 અલગ-અલગ સેવા થીમ સાથે પ્રવૃત્તિઓ યોજાશે. જ્યારે ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ અંતર્ગત જાહેર સ્થળોએ માનવ સમૂહ રંગોળી દ્વારા જનકલ્યાણકારી યોજનાઓ, રાષ્ટ્રીય પ્રતીકો અને ‘વિકસિત ભારત’નો સંદેશ રજૂ કરવામાં આવશે. યુવાનો માટે પાંચ પ્રાદેશિક ઈનોવેશન ચેલેન્જ ‘સેવા ફર્સ્ટ ઈનોવેશન ચેલેન્જ’માં યુવાનો, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ, પ્રોફેશનલ્સ અને કોર્પોરેટ ઈનોવેટર્સને જોડવામાં આવશે. પાંચ મોટા પ્રાદેશિક ઈનોવેશન ચેલેન્જ યોજાશે. શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ નેટવર્ક અને ઈન્ક્યુબેશન સેન્ટરોના સહયોગથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે અને શ્રેષ્ઠ સ્પર્ધકોની પસંદગી કરાશે. 2 ઓક્ટોબરે સ્વચ્છતા અભિયાન અભિયાન અંતર્ગત 2 ઓક્ટોબરે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન યોજાશે. એક મહિના દરમિયાન વિવિધ સેવા, જનજાગૃતિ અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ને લોકો સુધી પહોંચાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મારું ફેસબુક એકાઉન્ટ હેકરે હેક કરી લીધું છે:સગા ભત્રીજાના સ્ટેટ્સમાં મૂકેલી ઇન્વિટેશનની લિંક ખોલવી વૃદ્ધને ભારે પડી, ઠગબાજોએ ત્રણ બેંક એકાઉન્ટમાંથી 2.94 લાખ સેરવી લીધા
    Next Article
    રાજવી પરિવારના ગણેશજીની મૂર્તિને અંતિમ ઓપ:100 વર્ષથી ચૌહાણ પરિવાર જ પ્રતિમા તૈયાર કરે છે, શાહી ઠાઠ સાથે થશે શ્રીજીની સ્થાપના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment