Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીના પાઉચની જેમ દારૂનું પેકિંગ:PM મોદીની 19,806 કરોડની ભેટ, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન, સુરતમાં ઘરમાં આગ લાગતા 5નાં મોત

    6 days ago

    19,806 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ સાણંદમાં કેઈન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. સાથે જ વાવ-થરાદથી અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સહિત કુલ 19,806 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પોરબંદરને લિકર પરમિટ આપવાની તૈયારીથી વિવાદ પોરબંદરમાં લિકર પરમિટની તૈયારીને લઈને વિવાદ થયો છે.. કોંગ્રેસે કહ્યું કે ભાજપ ગાંધીની વિચારધારા અને સંસ્થાઓને ખતમ કરી રહ્યું છે. એટલું જ નહીં પીએમ મોદીને અપીલ કરી કે આજે તેઓ ગુજરાતમાં જ જાહેરાત કરી દે કે મંજૂરી નહીં અપાય. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો PSIની રિવોલ્વરમાંથી મિસ ફાયરિંગ રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી મિસ ફાયરિંગ થયું. PSI એન. કે. પંડ્યા પોતાના ફ્લેટ પર હતા ત્યારે રાત્રિના એક વાગ્યે આ ઘટના બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે રિવોલ્વર સાફ કરતી વખતે અચાનક મિસફાયરિંગ થયું હતું. જેમાં તેઓ અને તેમની મહિલા મિત્ર ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દેશી દારુની કોથળીઓનું ઘરમાં પેકિંગ સાબરમતીના સરસ્વતી નગરમાં બુટલેગર ઘરમાં બેસીને દેશી દારુની કોથળીઓનું પેકિંગ કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો. તેની સાથે બે મહિલાઓ પણ ગૃહઉદ્યોગની જેમ ઘરમાં આ કામ કરતી જોવા મળી.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મકાનમાં લાગેલી વિકરાળ આગમાં 5ના મોત સુરતના લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં એક ઘરમાં લાગેલી ભયાનક આગમાં 5 લોકોના મોત નીપજ્યા. રૂમમાં 8 ટન સાડીનું મટિરિય અને બે ગેસના બાટલા પડ્યા હતા જેનાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુપ્ત ભાગમાં સંતાડ્યું હતું 83 લાખનું સોનુ કુઆલાલુમ્પુરથી ગુપ્તભાગમાં સોનાની પેસ્ટ સંતાડીને આવતી મહિલા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઈ. કસ્ટમની તપાસમાં સામે આવ્યું કે, મહિલા 83 લાખનું સોનું કેપ્સ્યુલમાં પેસ્ટના રુપે લઈને આવી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ટ્રક ચાલકે કચડી નાખતા બેનું કમકમાટીભર્યું મોત બહુચરાજી જતાં પદયાત્રીને ટ્રક ચાલકે કચડી નાખતા બેનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભર ઉનાળે પાણીની તંગીથી લોકો ભારે હેરાન નડિયાદના પીજ ગામે 4 પાણીની ટાંકીઓ અને 12 પંચાયતી બોર હોવા ભર ઉનાળે લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ટેન્કરમાં મરેલો ઉંદર નીકળતા અંતિમ યાત્રા લઈ લોકો પંચાયત પહોંચ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રહેણાંક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટથી પાંચ દાઝ્યા અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરનો દરવાજો તૂટી સામેના ઘરે અથડાયો. બ્લાસ્ટમાં પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઈન્ડિગોની દિલ્હી-શિરડી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની દિલ્હી-શિરડી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ખરાબ હવામાનને કારણે પ્લેને શિરડીના આકાશમાં એક કલાક સુધી ચક્કર માર્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    'મેયરનો વોર્ડ જ ગંદકીથી ખદબદે છે, મચ્છરોથી ત્રાહીમામ છીએ':અહીં મંદિરનો વિકાસ થયો પણ આસપાસનો ભૂલાયો, ભાજપે કહ્યું- 'સમસ્યાઓનો કાયમી ઉકેલી શોધ્યો છે'
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:લિંબાયતમાં એક જ પરિવારના 5 સભ્ય જીવતા ભડથું, ટેરસ પરથી પટકાતા બાળકીનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment