Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી આજે ગુજરાતની મુલાકાતે:અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે, 19 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે

    1 week ago

    પીએમ મોદી એક મહિનામાં જ બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ અને સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને ગુજરાત સરકારના મળીને કુલ 19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જેમાં 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત,109 કિમી લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8)નું લોકાર્પણ કરશે. આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે. આ પણ વાંચો: 45 મિનિટમાં ધોલેરા-બુલેટ સ્પીડે ભાવનગર,11 ફાંટાવાળા એક્સપ્રેસ-વેનો ડ્રોન વીડિયો કેઇન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થતાં જ ગુજરાતમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ જશે. કેઇન્સ સેમિકોનના પ્લાન્ટમાં દરરોજ 60 લાખ ચિપ્સનું પ્રોડક્શન થશે. જ્યારે માઇક્રોનમાં 2027 આવતા આવતા રોજ 10 લાખ ચિપ્સનું પ્રોડક્શન થવા લાગશે. આમ 70 લાખ જેટલા સેમિકન્ડક્ટર બનવા લાગશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કૂલ 4 પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ સાણંદમાં અને એક ધોલેરામાં છે. આમ સાણંદમાં સીજી પાવર અને ધોલેરામાં ટાટા-PSMC પ્લાન્ટ કાર્યરત થવાના બાકી છે. 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ જ્યારે મહાવીર જયંતિ નિમિત્તે ગાંધીનગર પાસે આવેલા પવિત્ર કોબા તીર્થ ખાતે પીએમ મોદીના વરદ્ હસ્તે નવનિર્મિત 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કરાશે. આ મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓનો સંગ્રહ નથી, પરંતુ ભારતની આધ્યાત્મિક ચેતના અને અહિંસાના શાશ્વત મૂલ્યોને વિશ્વ સમક્ષ ઉજાગર કરતું એક જીવંત માધ્યમ બની રહેશે. મુખ્યમંત્રી અને ટોરેન્ટ ગ્રુપના માલિક સહિતના મહાનુભાવો રહેશે હાજર આ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા(ટોરેન્ટ ગ્રુપના માલિક) સહિત દેશભરના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ મ્યુઝિયમ પાછળ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજીનું વર્ષોનું તપ અને સ્વપ્ન જોડાયેલું છે. તેમણે છેલ્લા 60 વર્ષોમાં ભારત અને નેપાળના ખૂણેખૂણે આશરે 2,00,000 કિલોમીટરની પદયાત્રા કરી છે. આ પદયાત્રા દરમિયાન તેમણે ભારતના વિવિધ પ્રદેશોમાંથી દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું છે. આ અમૂલ્ય ખજાનાને અત્યંત શ્રદ્ધાપૂર્વક આ મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે. સમ્રાટ સંપ્રતિ અશોકના પૌત્ર હતા સમ્રાટ સંપ્રતિના નામ પરથી રાખવામાં આવેલ આ મ્યુઝિયમ જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રદર્શિત કરે છે. સમ્રાટ સંપ્રતિ અશોકના પૌત્ર હતા અને જૈન પરંપરામાં ખૂબ જ આદરણીય વ્યક્તિ હતા, જે અહિંસા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને જૈન ધર્મના પ્રચારમાં તેમના કાર્ય માટે જાણીતા હતા. મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિભાગ મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંકુલમાં સ્થિત, આ મ્યુઝિયમમાં સાત અલગ અલગ વિભાગો છે, જે દરેક ભારતની સભ્યતા પરંપરાઓના અનન્ય પાસાઓને સમર્પિત છે. તે મુલાકાતીઓને સદીઓ જૂના જ્ઞાન અને વારસા સાથે જોડે છે. આ મ્યુઝિયમમાં સદીઓ જૂના દુર્લભ અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસા સંગ્રહને સાચવવામાં આવ્યો છે. જેમાં જટિલ રીતે બનાવેલા પથ્થર અને ધાતુના શિલ્પો, વિશાળ મંદિર પ્લેટો અને યંત્ર પ્લેટો, લઘુચિત્ર, ચાંદીના રથ, સિક્કા અને પ્રાચીન હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. આ બધા સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત થાય છે. વિશાળ રૂમમાં રાખવામાં આવેલા અને બે હજારથી વધુ દુર્લભ વસ્તુઓનો ખજાનો ધરાવતું, મ્યુઝિયમ મુલાકાતીઓને જૈન ધર્મના ઉત્ક્રાંતિ અને તેના ઊંડા સાંસ્કૃતિક પ્રભાવની સમજ મેળવવા માટે સક્ષમ બનાવે છે. સાણંદમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ, કેઇન્સ પ્લાન્ટની વિશેષતાઓ ઉત્પાદન ક્ષમતા: આ પ્લાન્ટમાં દરરોજ અંદાજે 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થશે. OSAT સુવિધા: આ પ્લાન્ટ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) તરીકે કાર્ય કરશે, જ્યાં સેમિકન્ડક્ટર ચિપ્સનું અત્યાધુનિક ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવશે. રોજગારી અને વિકાસ: માઇક્રોન બાદ આ બીજો મોટો પ્લાન્ટ સાણંદમાં શરૂ થવાથી સ્થાનિક રોજગારીમાં મોટો ઉછાળો આવશે અને આનુષંગિક ઉદ્યોગોને વેગ મળશે. વિશ્વમાં બનતી આઠમાંથી પાંચ પ્રકારની ચિપ આપણે ત્યાં બનશે થોડા સમય પહેલા કેન્દ્ર સરકારમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો, 1962ની સાલથી ભારત સેમિકન્ડક્ટર ઉદ્યોગ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યું છે, આજે આપણે સફળ થઈ રહ્યા છીએ. 2029 સુધીમાં ભારતની ગણતરી ટોચના પાંચ સેમિકન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગ દેશોમાં થશે. વૈશ્વિક રીતે જોઈએ તો કુલ આઠ પ્રકારની કેટેગરીનાં સાધનોમાં સેમિકન્ડક્ટર ચિપ વપરાય છે. એમાંથી પાંચ કેટગરીની ચિપ ભારતમાં બને એવું આયોજન છે. એક મહિના પહેલા જ મોદીએ દેશની પહેલી ચિપ લોન્ચ કરી હતી ગુજરાત હવે સેમિકન્ડકટરનું હબ બનવા આગળ વધ્યું છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ પીએમ મોદીએ સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP(એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસેલિટીનો પ્રારંભ કરાવી દેશની પહેલી ચિપ લોન્ચ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    સમર વેકેશન ટૂર 15% મોંઘી, દુબઈનો ટ્રાફિક થાઈલેન્ડ તરફ વળ્યો:હિમાચલ, સિક્કિમ અને કાશ્મીરનો ક્રેઝ, 3 સ્ટાર પેકેજના ગુજરાતીઓ 3 લાખ સુધી ચૂકવશે
    Next Article
    'અમારા વોર્ડમાંથી મેયર હતા પણ ક્યારેય દેખાયા નથી':અહીં મંદિરનો વિકાસ થયો પણ આસપાસનો ભૂલાઈ ગયો, ભાજપે કહ્યું- 'સમસ્યાઓનો કાયમી ઉકેલી શોધી કાઢ્યો છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment