Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન્યપ્રાણીનો 15થી વધુ ગ્રામજનો પર જીવલેણ હુમલો:પાટણના વૌવા ગામમાં ચોતરફ ચીસાચીસ, તમામને હોસ્પિટલ ખસેડાયા; 3 ગંભીર, હડકાયું શિયાળ હોવાનો દાવો

    8 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે એક અજાણ્યું વન્યપ્રાણી ઘૂસી આવતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ગામલોકો જ્યારે નિંદ્રાધીન હતા ત્યારે, આ હિંસક પ્રાણીએ ઘરઆંગણે અને રસ્તા પર ઊંઘી રહેલા લોકો પર અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ અને પુરુષોને નિશાન બનાવી કરાયેલા આ હુમલામાં 15થી વધુ ગ્રામજનોના માથા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે ગામમાં ભાગદોડ અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઘટના બાદ એકત્ર થયેલા ગ્રામજનોએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે ધારપુર ખાતે આવેલી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક વૌવા ગામ ખાતે પહોંચી ગઈ હતી. વન વિભાગ દ્વારા ઘટનાસ્થળેથી પ્રાણીના પગમાર્ક મેળવીને તથા સ્થાનિકોની પૂછપરછના આધારે હુમલો કરનાર ચોક્કસ પ્રાણીની ઓળખ મેળવવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. 'જંગલી શિયાળને મુક્કો મારી પુત્રને માંડ-માંડ છોડાવ્યો' પ્રત્યક્ષદર્શી ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈ નાગદાનભાઈ આહીરે આપવીતી જણાવતાં કહ્યું હતું કે, રાત્રે આશરે 11 થી 12 વાગ્યાના સુમારે શિયાળે સૌથી પહેલાં એક ભાઈ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ રાત્રે સાડા ચાર વાગ્યાના અરસામાં તે તેમના ઘર તરફ આવ્યું અને તેમના પુત્રને પકડી લીધો હતો. પુત્રને બચાવવા જતાં લક્ષ્મણભાઈએ શિયાળને મુક્કો મારી માંડ છોડાવ્યો હતો, પરંતુ ત્યાંથી ભાગીને શિયાળે તેમના મોટાભાઈના મોં અને જડબાના ભાગે ગંભીર બચકાં ભરી લીધા હતા. ત્યાર બાદ આ હડકાયું શિયાળ ઠાકોર વાસમાં ઘૂસીને ત્યાં 6 થી 7 લોકોને તથા રવેચીના મેદાનમાં સૂતેલા અન્ય લોકો અને બાપજી પર પણ ત્રાટક્યું હતું. શિયાળે સવાર સુધી સતત લોકોને નિશાન બનાવ્યા હતા. લક્ષ્મણભાઈના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અંદાજીત 30 થી 40 ગ્રામજનો તેમજ 40 થી 50 જેટલા પશુઓ ઈજાગ્રસ્ત થયા છે. પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની યાદી વન વિભાગ દ્વારા સઘન તપાસ શરૂ : RFO રાજેન્દ્રસિંહ વાઘેલા સાંતલપુરના વૌવા ગામમાં બનેલી વન્યપ્રાણીના હુમલાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક RFO રાજેન્દ્રસિંહ વાઘેલાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમ હાલ વૌવા ગામે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, મોટી સંખ્યામાં ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ વન વિભાગ દ્વારા ગામમાં આતંક મચાવનાર પ્રાણી ચોક્કસ કયું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શિયાળ હોવાની ગ્રામજનોમાં આશંકા, વન વિભાગની તપાસ બાદ થશે સત્તાવાર પુષ્ટિ બીજી તરફ, વૌવા ગામના લોકોમાં એવી ચર્ચા છે કે, હુમલો કરનાર હિંસક પ્રાણી શિયાળ હતું. જોકે, વન વિભાગના જણાવ્યા મુજબ હજુ સુધી હુમલો કરનાર પ્રાણી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વન વિભાગની ટીમ દ્વારા સ્થળ પરથી પગમાર્ક મેળવીને તથા અન્ય ટેકનિકલ તપાસ બાદ જ હુમલો કરનાર પ્રાણી શિયાળ હતું કે અન્ય કોઈ જંગલી જનાવર, તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વહેલી સવારે બનેલી આ સનસનાટીભરી ઘટનાથી સમગ્ર વૌવા ગામમાં ભારે દહેશત અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. હાલ વન વિભાગ દ્વારા પ્રાણીની સચોટ ઓળખ મેળવીને તેને વહેલી તકે પાંજરે પૂરવા માટે આગળની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    बिहार में चली तबादला एक्सप्रेस, देर रात 83 पुलिस अधिकारियों का ट्रांसफर, पटना, आरा, छपरा में बड़ा फेरबदल
    Next Article
    નવસારીમાં ‘બોલેગા બચપન’ પ્રોજેક્ટથી 650 શાળાઓના બાળકોનો સ્ટેજ ફિયર દૂર:જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગની નવતર પહેલ; વિદ્યાર્થીઓમાં સંવાદ કૌશલ્ય અને આત્મવિશ્વાસનો વિકાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment