Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોમાં આનંદનો માહોલ:PM કિસાન યોજના અંતર્ગત 1.82 લાખ ખેડૂતોના ખાતામાં રૂ.37.56 કરોડ જમા

    1 day ago

    પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અંતર્ગત પાટણના નવા શાકભાજી માર્કેટ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. પાટણ ખાતે જિલ્લા કક્ષાના ​પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 22મા હપ્તા પેટે પાટણ જિલ્લાના 1,82,856 ખેડૂતોને કુલ 37.56 કરોડની સહાય સીધી DBT(ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું કે જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં આઇ ખેડૂત પોર્ટલ દ્વારા 32 હજારથી વધુ ખેડૂતોને 78.57 કરોડની સહાય અપાઈ છે. કાર્યક્રમમાં ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરાયો હતો તથા વિવિધ યોજનાઓના પૂર્વ મંજૂરી ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમણે ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી, આધુનિક ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પણ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ખેતીવાડી અધિકારી જીગ્નેશ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ અને ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    યુનિ.માં MSCIT વિભાગમાં બે દિવસીય વર્કશોપ:છાત્રોને સાયબર સુરક્ષા માટે હાઈટેક ટૂલ્સનો ઉપયોગ કરવા શીખવડાવ્યું
    Next Article
    શ્રમિકોને સાઇટ પર જ જરૂરી સારવાર મળશે:જિલ્લામાં હવે 3 ધન્વંતરી રથ દોડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment