Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં PM મોદીના જન્મદિવસ પર રક્તદાન કેમ્પ:17 સપ્ટેમ્બરે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી વિવિધ સ્થળોએ યોજાશે

    7 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ ૧૭ સપ્ટેમ્બરે સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે. ઈન્ડિયન રેડક્રોસના સહયોગથી આ શિબિર વેરાવળના નગરપાલિકા કોમ્યુનિટી હોલ, કોડિનારની આર.એન.વાળા હોસ્પિટલ ટ્રસ્ટ અને ઉનાના વરસિંગપુર રોડ પર આવેલા યોગ ભવન ખાતે યોજાશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણ રોયે જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે. તે કોઈના જીવનની આશા બની શકે છે. તેમણે ૧૮ વર્ષથી ઉપરના તમામ પાત્રતા ધરાવતા નાગરિકોને રક્તદાન શિબિરમાં ભાગ લેવા અને કોઈની જિંદગી બચાવવા અપીલ કરી હતી. ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી ગીરીશ ઠક્કરે જણાવ્યું કે, વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે રેડક્રોસ સોસાયટી દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. જિલ્લાની તમામ સંસ્થાઓ, પ્રશાસનના અધિકારીઓ-કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો આમાં સહભાગી થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, એક રક્તદાનથી ત્રણ લોકોનું જીવન બચી શકે છે. તેથી તેમણે વધુમાં વધુ લોકોને આ કેમ્પમાં રક્તદાન કરવા વિનંતી કરી હતી. ઈન્ડિયન રેડક્રોસ અને આરોગ્ય વિભાગે નાગરિકોને માનવતાના આ કાર્યમાં જોડાઈને વધુ બ્લડ ડોનેટ કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ABVP લાલપુર 27 સપ્ટેમ્બરે રક્તદાન શિબિર યોજશે:વીર સાવરકર વિદ્યાલયમાં સવારે 8:30 થી બપોરે 2 વાગ્યા સુધી, લોકોને રક્તદાન કરવાની અપીલ
    Next Article
    મોરબીના 4 તાલુકામાં દોઢથી અઢી ઈંચ વરસાદ:વાંકાનેર ‎પંથકમાં માત્ર અડધા ઇંચથી 56,977 હેક્ટરમાં સ્થિતિ કપરી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment