Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના 4 તાલુકામાં દોઢથી અઢી ઈંચ વરસાદ:વાંકાનેર ‎પંથકમાં માત્ર અડધા ઇંચથી 56,977 હેક્ટરમાં સ્થિતિ કપરી‎

    11 hours ago

    ઓગસ્ટ મહિનામાં વરસાદી માહોલના લગભગ 40 દિવસ બાદ ફરી એકવાર મોરબી જિલ્લામાં વરસાદનો નવો રાઉન્ડ આવતા જિલ્લામાં ચોમાસું પાકને નવ જીવન મળ્યું છે. જો કે આ રાઉન્ડ વાંકાનેર તાલુકા માટે હજુ ફળ્યો ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વાંકાનેર તાલુકામાં 48 કલાક દરમિયાન માત્ર અડધો ઈંચ વરસાદ જ નોંધાયો છે, જેના કારણે ખેડૂતને ખેતી માટે પૂરતું પાણી મળ્યું ન હોવાથી ખેડૂતોએ હજુ વરસાદની રાહ જોવી પડશે અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. અલ નિનોના પ્રભાવના કારણે જૂન જુલાઈ કોરો રહ્યા બાદ ઓગસ્ટમાં વરસાદી માહોલ સર્જાયો હતો, તે પણ માત્ર ચાર પાંચ દિવસ સુધી રહ્યા બાદ એક મહિના સુધી વરસાદ સંપૂર્ણ પણે ગાયબ થઈ ગયો હતો. જેના કારણે ચોમાસુ પાક ફરી એકવાર મુસીબતમાં મુકાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી તો કપાસ અને મગફળી બન્ને પાક પિયત વાંકે સૂકાવા લાગ્યા હતા. મેઘરાજાને જાણે ખેડૂતોની દયા આવી હોય તેમ 40 દિવસ બાદ ફરી એકવાર વરસાદી માહોલ બંધાયો અને છેલ્લા 48 કલાક દરમિયાન જિલ્લાના 4 તાલુકામાં દોઢથી અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે લગભગ 2,36,048 હેક્ટરમાં પાકને નવજીવન મળ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. બીજી તરફ વાંકાનેર તાલુકાના તેમજ વાંકાનેર તાલુકા સાથે જોડાયેલા કેટલાંક ટંકારાના તાલુકામાં પૂરતો વરસાદ નોંધાયો નથી. આ વરસાદી રાઉન્ડમાં વાંકાનેરમાં માત્ર અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે લગભગ 56,977 હેક્ટર જમીનમાં ખેડૂતો થોડા વધુ પ્રમાણમાં પાણી વરસે તેવી આશા સેવી રહ્યા છે. મોરબી જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં પડેલો વરસાદ તાજેતરમાં મોરબીમાં રેડ એલર્ટની આપવામાં આવેલી આગાહી અંતર્ગત આખા જિલ્લામાં નોંધપાત્ર મેઘમહેર થઇ ન હતી. 13 અને 14 સપ્ટેમ્બરના રોજ માળિયા તાલુકામાં ગાજ વીજ સાથે 54 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે મોરબીમાં 44 મીમી, ટંકારામાં 37 મીમી, અને હળવદમાં 65 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે વાંકાનેરમાં માત્ર 16 મીમી વરસાદ નોંધાયો હતો. દોઢથી બે ઇંચ વરસાદ પાક માટે સારો જિલ્લામાં લગભગ એક મહિના કરતા વધારે સમયથી વરસાદ ન થવાના કારણે કપાસ અને મગફળી બન્નેને અસર થઈ છે. જ્યાં સિંચાઈની સગવડ હતી ત્યાં સ્થિતિ વધારે બગડી નથી, પણ ઘણા વિસ્તાર એવા છે જ્યાં પાકની વૃધ્ધિ અટકવા લાગી હતી. આવી સ્થિતિમાં હાલ વરસાદ સારો સંકેત લઈને આવ્યો છે. જો કે દોઢથી બે ઇંચ વરસાદ પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે વાંકાનેર તાલુકામાં છૂટા છવાયા ઝાપટા વરસ્યા હતા જે પુરતા નથી આવી સ્થિતિમાં આ તાલુકામાં હજુ સારા વરસાદની જરૂરિયાત છે તેમ ડો.ગનીભાઇ સરસિયા કૃષિ એક્સપર્ટએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં PM મોદીના જન્મદિવસ પર રક્તદાન કેમ્પ:17 સપ્ટેમ્બરે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી વિવિધ સ્થળોએ યોજાશે
    Next Article
    કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:છેલ્લા 24 કલાકમાં માંડવીમાં 7 ઇંચ, હજુ પણ રાજ્યમાં 15% વરસાદની ઘટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment