Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM 13-14 માર્ચે આસામના પ્રવાસે:રાજ્યમાં 48,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે; 3 નવી ટ્રેનોનો પ્રારંભ કરશે

    12 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 માર્ચે આસામના પ્રવાસે રહેશે. પીએમ કોકરાઝાર, ગુવાહાટી અને સિલચરમાં 47,800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ અહીંથી નોર્થ ઈસ્ટ માટે 3 નવી ટ્રેનોની શરૂઆત પણ કરશે. જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, પીએમ 13 માર્ચે બપોરે લગભગ 1:30 વાગ્યે કોકરાઝારમાં 4,570 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ શરૂ કરશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે ગુવાહાટીમાં લગભગ 19,680 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. 14 માર્ચે સવારે લગભગ 10:45 વાગ્યે વડાપ્રધાન સિલચરમાં ભૂમિ પૂજન કરશે અને લગભગ 23,550 કરોડ રૂપિયાના અલગ-અલગ પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. PMએ X પર લખ્યું- રાજ્યની NDA સરકાર પ્રશંસાને પાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં ચાના ખેડૂતોને પટ્ટા વિતરણ અંગે લખ્યું કે આ ન્યાય અને સન્માનની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. હું આ માટે આસામમાં NDA સરકારની પ્રશંસા કરું છું. અમને ચાના બગીચાના પરિવારોની મહેનત પર ગર્વ છે અને અમે હંમેશા તેમના કલ્યાણ માટે કામ કરીશું. હાઈડ્રો પ્રોજેક્ટના ઉદ્ઘાટનથી વિસ્તારના લોકોને ફાયદો પીએમ આસામના દીમા હસાઓ અને વેસ્ટ કાર્બી આંગલોંગ જિલ્લાઓમાં આવેલા કોપિલી હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. રૂ. 2,300 કરોડથી વધુના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ ક્લીન એનર્જી ઉત્પાદનને વેગ આપશે, વિસ્તારમાં ગ્રીડ સ્થિરતામાં સુધારો કરશે અને ઘરો, ખેડૂતો અને ઉદ્યોગોને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. વડાપ્રધાન ઓઈલ ઈન્ડિયા લિમિટેડની નુમાલીગઢ-સિલીગુડી પ્રોડક્ટ પાઈપલાઈન (NSPL) ની ક્ષમતા વધારવાના પ્રોજેક્ટને દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ વધુ પેટ્રોલિયમ ઉત્પાદનો કાઢવામાં મદદ કરીને નુમાલીગઢ રિફાઈનરીને 3 MMTPA થી 9 MMTPA સુધી વધારવામાં મદદ કરશે. વડાપ્રધાન આ સાથે જ રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આમાં આશરે રૂ. 420 કરોડના ખર્ચે બનેલી રંગિયા-મુરકોંગસેલેક રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન (558 કિમી) અને આશરે રૂ. 1,180 કરોડના ખર્ચે બનેલી ચપરમુખ-ડિબ્રુગઢ રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન (571 કિમી) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આશરે રૂ. 650 કરોડના ખર્ચે બનેલી બદરપુર-સિલચર અને બદરપુર-ચુરાઈવાડી રેલ લાઇન પણ સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    What is the Essential Commodities Act, now invoked in India amidst the West Asian crisis?
    Next Article
    વડોદરામાં દારૂના નશામાં સિક્યુરિટી ગાર્ડનું હવામાં ફાયરિંગ:નજરે જોનારે કહ્યું-'મંદિરમાં દર્શન કરતા હતા અને અચાનક બહાર આવી ફાયરિંગ કર્યું,112માં કોલ કર્યો તો મારા પર હુમલો કર્યો'

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment