Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMના 12 વર્ષના સફળ કાર્યકાળની પંચમહાલમાં ઉજવણી:'પ્રગતિ પથ યાત્રા' અને 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નું આયોજન

    1 week ago

    પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ "પ્રગતિ પથ યાત્રા" અને "વિકસિત ભારત સંકલ્પ સંમેલન" અંતર્ગત યોજાયો હતો. આ અવસર પંચમહાલ જિલ્લાની પ્રગતિ અને વિકાસના નવા શિખરો સર કરવાની સાક્ષી પૂરે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં થયેલા વિકાસ કાર્યો અને યોજનાઓની જાણકારી આપવાનો હતો. જિલ્લામાં થયેલા મુખ્ય વિકાસ કાર્યોમાં કનેલાવનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સામેલ છે, જે યુવા શક્તિને રમતગમત ક્ષેત્રે નવી ઓળખ આપી રહ્યું છે. ચાંચોપા RTO કચેરી આધુનિક સુવિધાઓ અને વહીવટી સરળતાનું પ્રતીક બની છે, જ્યારે પોલીસ મહાનિરીક્ષકની કચેરી કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી રહી છે. આ ઉપરાંત, પંચમહાલ ડેરી શ્વેતક્રાંતિ દ્વારા લાખો પશુપાલકોની આર્થિક સમૃદ્ધિનું કેન્દ્ર બની છે. પૂર્વ પટ્ટી યોજના (પાનમ લીફ્ટ ઇરીગેશન) ખેડૂતોના કલ્યાણ અને સૂકા ખેતરો સુધી પાણી પહોંચાડવામાં મદદરૂપ થઈ છે. મોરવા (હ) ખાતેની ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગ્રામીણ યુવાનોના ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે. આ સમારંભમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પંચમહાલ જિલ્લા સંગઠન પ્રમુખ મયંકભાઈ દેસાઈ, ગોધરા નગરપાલિકાના પ્રમુખ અને જિલ્લાના તમામ વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ વિકસિત પંચમહાલ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હાકલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત:માતાજીના માંડવા માટે મિત્ર પાસેથી ઉછીના 1.50 લાખ લીધા બાદ મિત્રએ વ્યાજે લેવા પડશે કહી 20.73 લાખ પડાવી વધુ 16 લાખની માંગણી કરી
    Next Article
    નેપાળમાં ભારતીય ખેલાડીઓનો દબદબો:આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપમાં આરવ રાજપૂત, ધર્મ પંડિત અને 8 વર્ષની સાલની વિશ્વકર્માએ દેશને અપાવ્યા ગોલ્ડ મેડલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment