Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના વડાપ્રધાન પદના 12 વર્ષ પૂર્ણ:ભાજપ 5થી 21 જૂન સુધી રાજ્યભરમાં યોજશે ભવ્ય ‘જનસંપર્ક અભિયાન’

    1 day ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારના વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક પોતાના 12 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે મીડિયા સાથેની સત્તાવાર વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 5 જૂન 'વિશ્વ પર્યાવરણ દિવસ' થી શરૂ કરીને 21 જૂન 'વિશ્વ યોગ દિવસ' સુધી રાજ્યભરમાં એક ઘનિષ્ઠ જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. સૌથી લાંબા કાર્યકાળનો ઐતિહાસિક રેકોર્ડ PM મોદીના નામે નોંધાશે પ્રદેશ પ્રવક્તા ડૉ. અનિલ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, દેશની આઝાદી બાદ લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબા શાસનકાળનો ઐતિહાસિક રેકોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે નોંધાવા જઈ રહ્યો છે. આ ભવ્ય ઉપલબ્ધિ નિમિત્તે ‘અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના’ સૂત્ર સાથે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો વિવિધ કાર્યક્રમોના માધ્યમથી લોકોની વચ્ચે જશે. રિપોર્ટ કાર્ડની સંસ્કૃતિ સાથે જનતા સમક્ષ જશે ભાજપ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના રાજકારણમાં વિકસાવેલી 'રિપોર્ટ કાર્ડની સંસ્કૃતિ' મુજબ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 12 વર્ષમાં કરવામાં આવેલા અભૂતપૂર્વ વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓની સચોટ માહિતી સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં આવશે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન દરમિયાન સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, ‘વિકસિત ભારત સંમેલન’ તેમજ સમાજના પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાતના વિશેષ સંપર્ક કાર્યક્રમોનું આયોજન કરાશે. આ ઉપરાંત જનકલ્યાણ શિબિર અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે પણ ખાસ કાર્યક્રમો યોજવામાં આવશે. 50,000 બૂથ સ્તરે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અભિયાનની ભૌગોલિક વ્યાપકતા અંગે ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના અંદાજે 50,000 જેટલા બૂથ સ્તરે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત દેશભક્તિ અને પર્યાવરણના સમન્વય સાથે વિશાળ સ્તરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. ભાજપ દ્વારા આ તમામ સામાજિક, રચનાત્મક અને જનજાગૃતિના કાર્યક્રમો થકી છેવાડાના માનવી સુધી સરકારની લોકાભિમુખ કામગીરીનો ચિતાર પહોંચાડવાનો સઘન પ્રયાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    યુવકને નિર્વસ્ત્ર કરી માર મારવાના કેસના આરોપીએ 10% વ્યાજ વસૂલ્યું:વ્યાજની રકમ સમયસર ન ચૂકવાતા પ્રતિકે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી, વિકાસે ધમકી આપી; 'તારું મર્ડર કરાવી દઈશ'
    Next Article
    Mehsana women Outrage | મહિલાઓનો આક્રોશ રસ્તા પર ઉતર્યો | Jotana | Latest News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment