Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ સભામાં PMએ ચિત્ર સ્વીકારી યુવકને આશીર્વાદ આપ્યા:મોદીથી પ્રભાવિત થઈ પેન્સિલ-રબરથી બનાવ્યું વિશાળ પોર્ટ્રેટ, સુરતના ધો.12ના વિદ્યાર્થીની કમાલ

    1 week ago

    સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા સામાન્ય પરિવારના યુવકે પોતાની અદભુત કળા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેના આદરના જોરે આખું સ્ટેજ ગજવ્યું છે.સુરતમાં જાહેર કાર્યક્રમ દરમિયાન ચાલુ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજર સભામાં ઉભેલા એક યુવકના હાથમાં રહેલા વિશાળ પોર્ટ્રેટ પર પડી હતી. પીએમ મોદી ચિત્ર જોઈને એટલા આકર્ષિત થયા કે તેમણે મંચ પરથી જ યુવકના વખાણ કર્યા એટલું જ નહીં, પણ મંચ પર બોલાવીને તેની ભેટનો સ્વીકાર કર્યો હતો. આ દ્રશ્ય જોઈ આખી સભા તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી. 1 વર્ષની મહેનત બાદ બન્યું અદભૂત ચિત્ર રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓટો પાર્ટ્સના બિઝનેસમેનના દીકરા દેવ પટેલે વડાપ્રધાન મોદીને પોતાના જીવનના આદર્શ માન્યા છે. દેવ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન મને મોદીજીનું પેઇન્ટિંગ બનાવવાનો વિચાર આવ્યો હતો. મોદીજીના કાર્યો અને તેમના વ્યક્તિત્વનો જે 'ઓરા' છે, તેનાથી હું ભારે પ્રભાવિત હતો. મારે તેમને નજીકથી અનુભવવા હતા, તેથી મેં તેમનો એક એવો ફોટો પસંદ કર્યો જેમાં તેમની એનર્જી સ્પષ્ટ દેખાતી હોય. આ વિશાળ પોર્ટ્રેટને માત્ર પેન્સિલ અને રબરની મદદથી તૈયાર કરતાં મને આખું એક વર્ષ લાગ્યું હતું. ભેટ આપવા માટે 2 વર્ષ સુધી રાહ, અનેકને ભલામણ કરી હતી ચિત્ર તૈયાર થઈ ગયા બાદ વડાપ્રધાનને તે રૂબરૂ અર્પણ કરવાની દેવની તીવ્ર ઈચ્છા હતી. જોકે, વડાપ્રધાન સુધી પહોંચવું સરળ ન હતું. દેવે જણાવ્યું કે, "ચિત્ર આપવા માટે મેં બે વર્ષ સુધી લાંબી રાહ જોઈ છે. આ દરમિયાન વડાપ્રધાનને આ ચિત્ર મળી શકે તે માટે મેં ઘણા લોકોને રજૂઆત કરી હતી અને ભલામણો પણ કરાવી હતી. આખરે આજે યોજાયેલા કાર્યક્રમમાં મને પ્રવેશ મળ્યો અને મારી બે વર્ષની પ્રતીક્ષાનો સુખદ અંત આવ્યો." સંબોધનમાં મોદીએ ચિત્ર જોયું અને મંચ પરથી જ આવકાર્યો આજના કાર્યક્રમમાં દેવ પટેલ વડાપ્રધાનને ચિત્ર આપવાની આશા સાથે પહોંચ્યો હતો. વડાપ્રધાન જ્યારે સ્ટેજ પરથી જનમેદનીને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે જ તેમનું ધ્યાન દેવના હાથમાં રહેલા સુંદર પોર્ટ્રેટ પર ગયું. વડાપ્રધાને ચાલુ સંબોધનમાં જ યુવકની કળાની પ્રશંસા કરી હતી અને મંચ પરથી આ ભેટનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. પીએમ મોદીએ યુવકની પીઠ થાબડીને તેને જીવનમાં આગળ વધવાના આશીર્વાદ આપ્યા હતા. 'આ મારા જીવનનું સૌથી મોટું મોટિવેશન' પીએમ મોદીના હાથે સન્માનિત થયા બાદ ગદગદિત થયેલા દેવ પટેલે જણાવ્યું કે, કોઈપણ સામાન્ય વ્યક્તિને દેશના વડાપ્રધાન આ રીતે ભરી સભામાં આવકારે અને તેની કળાનો સ્વીકાર કરે, તેનાથી મોટું કોઈ ભાગ્ય ન હોઈ શકે. આ ક્ષણ મારા આખા જીવન માટે મોટિવેશન બની રહેશે. દેશ માટે તેઓ વડાપ્રધાન હશે, પણ મારા માટે તેઓ એનર્જીનું પાવરહાઉસ છે. જ્યારે પણ હું ટીવી પર તેમને જોઉં છું, ત્યારે મારી અંદર એક નવી ઉર્જા ભરાઈ જાય છે. મારી આટલી લાંબી રાહનો અંત લાવી મને આશીર્વાદ આપવા બદલ હું મોદીજીનો દિલથી આભાર માનું છું. પોસ્ટરો સાથે સભામાં પહોંચ્યા હતા લોકો આજના આ કાર્યક્રમમાં અનેક લોકો દ્વારા અલગ અલગ પોસ્ટરો પણ લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવેલી યુવતી ઈશિતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં ભારતના નકશાવાળું પ્રતિકૃતિ બનાવીને આવવાનો વિચાર મને મારા કાકી તરફથી આપવામાં આવ્યો હતો, જેઓ પોતે એક કોર્પોરેટર છે. 'પીએમને રૂબરૂ મળી આ પ્રતિકૃતિ બતાવવાનો પ્રયત્ન કરીશ' ઈશિતાએ વધુમાં જણાવ્યું હતું કે, અમને આ અંગેની માહિતી ખૂબ જ ટૂંકા સમયમાં મળી હતી. ગઈકાલે રાત્રે જ મારી પાસે મેસેજ આવ્યો કે આ પ્રકારનું કંઈક બનાવવાનું છે, અને મેં રાતોરાત મહેનત કરીને આજે સવાર સુધીમાં આ પ્રતિકૃતિ તૈયાર કરી દીધી છે. દેશના વડાપ્રધાન આપણા શહેરમાં આવી રહ્યા છે તેનો મને ખૂબ જ આનંદ અને ગર્વ છે. જો મને તક મળશે, તો હું પીએમ મોદીને રૂબરૂ મળવાનો અને આ પ્રતિકૃતિ તેમને બતાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ.
    Click here to Read More
    Previous Article
    BMC panel nod to appoint consultants for Rs 3 cr without tenders for 2 civic projects
    Next Article
    આપણું દમણ ઝડપથી મિની ઈન્ડિયા બની રહ્યું છે:વડાપ્રધાને કહ્યું- આજે મને અહીં એક બાજુ બંગાળ તો બીજીતરફ આસામ દેખાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment