Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના નેતાના પુત્ર સામે PM આવાસના નામે ઠગાઈની ફરિયાદ:સરકારી આવાસ યોજનાના અધિકારી-કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી દુકાન અપાવવાના બહાને શિક્ષિકા પાસેથી 12 લાખ પડાવ્યા, 3 સામે ફરિયાદ

    6 घंटे पहले

    વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારી દુકાન અપાવવાની લાલચ આપી શિક્ષિકા સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. સરકારી આવાસ યોજનામાં દુકાન અપાવવાનું કામ કરતા હોવાનું જણાવી શિક્ષિકાનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ દુકાનના નામે ટુકડે-ટુકડે ઓનલાઇન અને રોકડ મળી કુલ 12 લાખ રૂપિયા પડાવ્યા હતા અને દસ્તાવેજ કરી આપ્યો નહોતો. ભાજપના નેતા રાકેશ જોષીના પુત્ર કશ્યપ જોષી સહિત 3 આરોપી સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના ગોત્રી રોડ પર પંચામૃત સોસાયટી સામે શૈલી એપાર્ટમેન્ટમાં રહેતાં 56 વર્ષીય સંધ્યાબેન જાધવ ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. આશરે બે વર્ષ પહેલાં હરિનગર ચાર રસ્તા પાસે ગેરેજ ચલાવતા જીમી લુકાસના સંપર્કમાં તેઓ આવ્યાં હતાં. જીમીના ગેરેજ પર આવતા જીલ બારોટની ઓળખાણ જીમીએ સંધ્યાબેન સાથે કરાવી હતી. જીલ બારોટે પોતે અને તેના મિત્રો સરકારી આવાસ યોજનામાં મકાન-દુકાન અપાવવાનું કામ કરતા હોવાનું જણાવી સુભાનપુરા હાઇટેન્શન રોડ પર ઝાંસી રેસિડેન્સી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની દુકાન નંબર-4 બતાવી હતી. દુકાનની કિંમત 12 લાખ રૂપિયા નક્કી થતાં સંધ્યાબેને બુકિંગ પેટે 2 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ જીલ બારોટ અને તેના સાથી કશ્યપ જોષીએ નોટરી સમક્ષ બાનાખત કરાવી આપ્યું હતું. દુકાનના વેચાણ દસ્તાવેજ માટે સંધ્યાબેને સમયાંતરે ઓનલાઇન અને રોકડ રકમ ચૂકવી હતી. જીલ બારોટ, કશ્યપ જોષી અને રણવીરસિંહ સિંધાના ખાતામાં અલગ-અલગ તબક્કે નાણાં જમા કરાવ્યાં હતાં. આ ઉપરાંત દસ્તાવેજના નામે રોકડ રકમ પણ આપી હતી. આમ, કુલ રૂ.12 લાખ ચૂકવ્યા હોવા છતાં દુકાનનો વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નહોતો કે કબજો સોંપવામાં આવ્યો નહોતો. વારંવાર દસ્તાવેજની માગણી કરવા છતાં પરિણામ નહીં આવતાં સંધ્યાબેને પોતાના પૈસા પરત માગ્યા હતા. ત્યારે જીલ બારોટે રૂ.12 લાખનો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનો ચેક આપ્યો હતો, પરંતુ બેંકમાં જમા કરાવતાં ચેક બાઉન્સ થયો હતો. આખરે શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ 3 શખ્સોએ સરકારી આવાસ યોજનાના અધિકારી-કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી પૂર્વઆયોજિત કાવતરું રચીને છેતરપિંડી કરી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વિથોણમાં 132 લોકોએ આંખોની તપાસ કરાવી:12 દર્દીઓના ભુજમાં વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન થશે
    Next Article
    Road to Infinity Kutch | 'રોડ ટુ ઇન્ફિનિટી' બનશે કચ્છની નવી ઓળખ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment