Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિથોણમાં 132 લોકોએ આંખોની તપાસ કરાવી:12 દર્દીઓના ભુજમાં વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન થશે

    6 hours ago

    કચ્છના નખત્રાણા તાલુકાના વિથોણ ગામે ‘મોતિયા મુક્ત કચ્છ’ અભિયાન હેઠળ નિઃશુલ્ક આંખ તપાસ અને સારવાર કેમ્પ યોજાયો. તેમાં 132 લોકોએ આંખોની તપાસ કરાવી. 12 દર્દીઓના ભુજમાં વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરવામાં આવશે.અંધજન મંડળ, કે.સી.આર.સી. ભુજ દ્વારા વિથોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યોજાયેલા કેમ્પમાં ગામ અને આસપાસના વિસ્તારોના લોકોએ તપાસ કરાવી. રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમના સહયોગથી નિષ્ણાતોની ટીમે આંખોની વિવિધ તકલીફોની તપાસ કરી.મોતિયો, ઝામર, વેલ, પરવાળા અને નાસૂરની તકલીફ ધરાવતા દર્દીઓને નિદાન બાદ સારવાર અંગે સમજ આપવામાં આવી. આંખોની તંદુરસ્તી જાળવવા અને સમયસર તપાસ કરાવવા અંગે પણ લોકોને જાણકારી અપાઈ. કેમ્પમાં 53 જરૂરિયાતમંદ લોકોને રાહતદરે ચશ્માં અપાયાં. દર્દીઓને જરૂરી દવાઓ અને આંખમાં નાખવાનાં ટીપાં પણ વિનામૂલ્યે આપવામાં આવ્યાં.કેમ્પની શરૂઆત દીપપ્રાગટ્યથી થઈ હતી. તેમાં વિથોણનાં સરપંચ લક્ષ્મીબેન મહેશ્વરી, ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ રતિલાલભાઈ ખેતાણી, નખત્રાણા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ નરસિંગાણી, PHCના મેડિકલ ઓફિસર ડૉ. નક્ષ, આશાવર્કર મેમુનાબેન રાજા, હંસાબેન લોચા અને આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહ્યો હતો. અંધજન મંડળ, કે.સી.આર.સી. ભુજના રસમિતાબેન, પચાણભાઈ ગઢવી, ડિમ્પલબેન ભાટિયા, બાદલભાઈ ભદ્રુ અને અબ્દુલભાઈ રાયમાએ કેમ્પમાં સેવા આપી હતી. સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો. સંસ્થા ‘માંગો ત્યાં કેમ્પ અને રોજે રોજ આંખોનાં ઓપરેશન’ની સુવિધા આપે છે. આ પહેલનો હેતુ આર્થિક સ્થિતિને કારણે કોઈ વ્યક્તિ આંખોની સારવારથી વંચિત ન રહે અને મોતિયા મુક્ત કચ્છ અભિયાન ગામેગામ પહોંચે તે છે.
    Click here to Read More
    Previous Article
    સગીરાને 7 દિવસ સુધી ગોંધી રાખીને દુષ્કર્મ આચર્યું:રામોલથી રાજસ્થાન પહોંચી, આશરો આપવાના બહાને મહિલા ઘરે લઈ ગઈ'ને શખ્સે બળજબરી કરી
    Next Article
    ભાજપના નેતાના પુત્ર સામે PM આવાસના નામે ઠગાઈની ફરિયાદ:સરકારી આવાસ યોજનાના અધિકારી-કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી દુકાન અપાવવાના બહાને શિક્ષિકા પાસેથી 12 લાખ પડાવ્યા, 3 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment