Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં PM મોદીના 12 વર્ષના શાસનની સિદ્ધિઓ વર્ણવાઈ:કેબિનેટ મંત્રી રીવાબા જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી, દેશમાં થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી

    9 hours ago

    બોટાદના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી રીવાબા જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાનના સફળ નેતૃત્વ હેઠળ દેશમાં થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી. મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ૧૬ મે ૨૦૧૪ ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા પછી નરેન્દ્ર મોદીએ ભારતને માત્ર વિકાસ જ નહીં, પરંતુ આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ અને વૈશ્વિક નેતૃત્વ તરફ પણ આગળ ધપાવ્યું છે. દેશની જનતાએ સતત ત્રીજી વખત તેમના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ બાર વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના રહ્યા છે. આ સમયગાળામાં ભારતે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, કૃષિ વિકાસ, ડિજિટલ પરિવર્તન અને વૈશ્વિક પ્રતિષ્ઠા જેવા અનેક નવા માપદંડો સ્થાપિત કર્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ વનરાજ ડાભી, વિજય ધલવાણીયા, દિપક સાબવા સહિત ભાજપના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Iran- America War: Shehbaz का दावा, 24 घंटे में खत्म होगा ईरान युद्ध! | Trump | Pakistan | War End
    Next Article
    ગુજરાત કેડરના IAS ડી. થારાનો કેન્દ્રીય કાર્યકાળ એક વર્ષ લંબાયો:કેન્દ્રીય કેબિનેટની નિમણૂક સમિતિની મંજૂરી બાદ શહેરી બાબતોના મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે યથાવત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment