Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું:PM મોદીના 12 વર્ષના કાર્યકાળની ઉજવણી, વિકાસ અને જનકલ્યાણ પર ભાર મૂકાયો

    2 days ago

    વેરાવળના ડાભોર કોમ્યુનિટી હોલ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિતના અગ્રણીઓ તથા પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનને સંબોધતા રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014થી દેશની શાસનધુરા સંભાળ્યા બાદ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની મિસાલ સ્થાપિત કરી છે. તેમણે ઉજ્જવલા યોજના અને જનધન યોજના જેવી લોકકલ્યાણકારી યોજનાઓ દ્વારા સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે. સાંસદ પરમારે વધુમાં જણાવ્યું કે, દેશની સાંસ્કૃતિક ધરોહરના સંવર્ધન અને આતંકવાદ-નક્સલવાદ સામે કડક વલણ અપનાવી રાષ્ટ્રને મજબૂત દિશા આપી છે. લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, વડાપ્રધાને પ્રધાનસેવક તરીકે સૌથી લાંબા સમય સુધી સેવા આપવાનો વિક્રમ સ્થાપ્યો છે. આ તેમની જનસામાન્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા 12 વર્ષમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને વંચિત વર્ગોના કલ્યાણ માટે ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે, જેનાથી દેશના વિકાસને નવી ગતિ મળી છે. કલેક્ટરે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનના દિશાદર્શન હેઠળ છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં ભારતે વિકાસના નવા માપદંડો સ્થાપ્યા છે. જનધન યોજના, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ જેવા અભિયાનોએ દેશને આત્મનિર્ભરતા અને આધુનિકતા તરફ દોર્યો છે. સંમેલન દરમિયાન મહાનુભાવોએ સ્માર્ટ સિટી, વંદે ભારત ટ્રેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, હર ઘર જલ, પીએમ આવાસ યોજના, સેમિકંડક્ટર મિશન, લોકલ ફોર વોકલ અને ડિજિટલ સેવાઓ જેવી ઉપલબ્ધિઓ દર્શાવતી ટૂંકી ફિલ્મ નિહાળી હતી. તેમણે જિલ્લાના વિકાસલક્ષી ઉપક્રમો અને વિવિધ સરકારી યોજનાઓ અંગેની પ્રદર્શનીનું પણ અવલોકન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો અને મહાનુભાવોએ સામૂહિક શપથ લઈને સ્વચ્છતા અને વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો. અંતે, પ્રાંત અધિકારી જે.વી. કાકડિયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ડીઆરડીએ નિયામક યોગેશ જોશી, ડૉ. સંજયભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જોટવા, અનિલભાઈ જેઠવા, વિશાલભાઈ વોરા સહિતના અગ્રણીઓ, સંગઠનના સભ્યો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'સિંહો માટે ઇન્દિરા ગાંધીએ ડેમનો પ્રોજેક્ટ રદ કરાવ્યો હતો':નિવૃત્ત વન અધિકારીએ કિસ્સા કહ્યા, રાજભા ગઢવી મામલે બોલ્યા- આમને આમ ગીર ખતમ થઇ જશે
    Next Article
    પાટણમાં મહિલાએ એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો:જટિલ પ્રસૂતિ, હાઈ રિસ્ક કેસમાં જનતા હોસ્પિટલના તબીબ અને ટીમે સફળ સિઝેરિયન કર્યું, ત્રણેય શિશુઓ તંદુરસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment