Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM 11મીએ વડોદરામાં સરદારધામ 3નું લોકાર્પણ કરશે:મોદી 500 કરોડની વિદ્યા સહાય યોજનાનો પ્રારંભ કરાવશે, સરદાર રત્ન એવોર્ડથી સન્માન કરી ઐતિહાસિક અભિવાદન કરાશે

    15 hours ago

    વડોદરાના આંગણે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ભવ્ય 'સરદારધામ-3' હવે લોકાર્પણ માટે સજ્જ છે. તેના લોકાર્પણ માટે PM મોદી આગામી 11 મેના રોજ વડોદરા ખાતે આવશે. જેને પગલે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતના પાટીદાર સમાજ દ્વારા પ્રધાનમંત્રીનું સરદાર રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવશે. આ અંગે સરદારધામના વાઇસ પ્રેસિડેન્ટ જશવંત પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનું આગામી સમયમાં પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ દ્વારા એક ઐતિહાસિક અને યાદગાર અભિવાદન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ માત્ર એક લોકાર્પણ વિધિ પૂરતો મર્યાદિત ન રહેતા, વિવિધ રચનાત્મક આયામોને સાંકળીને તેને એક સામાજિક ઉત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજ એકસાથે ભેગો થશે અને પ્રધાનમંત્રીના આ કાર્યક્રમને માણશે. અગાઉ બે સરદારધામનું લોકાર્પણ પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી કર્યું હતું. પરંતુ આ વખતે તેઓ રૂબરૂ આવી રહ્યા છે તે ગૌરવની વાત છે. પાટીદાર સમાજ એકજૂથ થઈને પ્રધાનમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશે જશવંત પટેલે જણાવ્યું કે, સમગ્ર પાટીદાર સમાજ એકજૂથ થઈને પ્રધાનમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશે, કારણ કે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિભાને અનુરૂપ ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરીને અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. સરદાર પટેલના વિચારો અખંડ ભારતને સાકાર કરવા જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી દીધી. આ ઉપરાંત અનેકવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે જેના કારણે પ્રધાનમંત્રીને વિશેષ સરદાર ગૌરવ રત્ન એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ સુવર્ણનો એવોર્ડ છે. જે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણની સ્વીકૃતિ ગણાશે. નિરાધાર દીકરીઓ માટે 500 કરોડની વિદ્યા સહાય યોજના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણ અને મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત છે. પ્રધાનમંત્રીના હસ્તે આશરે 500 કરોડ રૂપિયાની વિદ્યાસહાય યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે, જે લાખો વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી ઘડવામાં અને આર્થિક અવરોધો દૂર કરવામાં પાયાની ભૂમિકા ભજવશે. પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજની નિઃસહાય દીકરીઓ માટે પણ મદદરૂપ થવા માટે પ્રયાસો કરવામાં આવશે. સમગ્ર દેશ માટે રોલ મોડલ બની રહેશે કાર્યક્રમના ઈન્ચાર્જ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સરદારધામ દ્વારા દીકરીઓ માટે તૈયાર થનારા આધુનિક ભવનનું ભૂમિપૂજન પણ તેમના હસ્તે કરવામાં આવશે. આ ભવન અંદાજે 1000 દીકરીઓના શિક્ષણ અને રહેઠાણ માટેની વ્યવસ્થા પૂરી પાડશે, જે સમાજની પ્રગતિમાં સ્ત્રીશક્તિના મહત્વને ઉજાગર કરશે. ગુજરાત સરકાર સાથે સંકલન સાધીને આ સંસ્થાઓ જે રીતે કાર્ય કરી રહી છે, તે આગામી સમયમાં અન્ય રાજ્યો માટે પણ એક રોલ મોડલ બની રહેશે. આ સમગ્ર આયોજન પાછળ સામાજિક સમરસતાનો મુખ્ય સૂર રહેલો છે. પાટીદાર સમાજની મૂળભૂત ભાવના ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને જે બચે તે ખેડૂત ખાય તે પરોપકાર અને મહેનતનું પ્રતીક છે. આ જ ભાવનાને આગળ ધપાવતા, દરેક સમાજને સાથે રાખીને સર્વ સમાજ સમરસતા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિનો ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગ વચ્ચે ભાઈચારો વધારવાનો અને એકબીજાને મુશ્કેલીના સમયે મદદરૂપ થવાનો છે. પ્રધાનમંત્રીનું આ અભિવાદન એ વાતનો મક્કમ સંદેશ આપશે કે સમગ્ર પાટીદાર સમાજ રાષ્ટ્રના વિકાસ અને એકતાના સંકલ્પમાં પ્રધાનમંત્રીની સાથે ખભેખભા મિલાવીને ઊભો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ગૌરક્ષકો વિશાળ રેલી યોજી:કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌ માતાને 'રાષ્ટ્રમાતા' તરીકે જાહેર કરવા અને ગૌહત્યા પર પ્રતિબંધની માંગ કરી
    Next Article
    ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર:સોલા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં 11,808 OPD નોંધાયા, ડાયેરિયાના 143 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment