Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર:સોલા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં 11,808 OPD નોંધાયા, ડાયેરિયાના 143 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક

    14 hours ago

    ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિના દરમિયાન હોસ્પિટલમાં ડાયેરિયા (ઝાડા-ઉલટી)ના કુલ 143 કેસો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. હોસ્પિટલના મેડિકલ ઓફિસરે નાગરિકોને આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી રાખવા અપીલ કરી છે. પાણી ઉકાળીને પીવા અને બહારનું ખાવાનું ટાળવા સલાહ મેડિકલ ઓફિસર ડો. કુલીન વ્યાસે જણાવ્યું હતું કે, "વધતી ગરમીમાં ખોરાક અને પાણી જલ્દી દૂષિત થતા હોય છે, જેના કારણે ડાયેરિયાના કેસો વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં લોકોએ ખાસ કરીને પાણી ઉકાળીને પીવું જોઈએ અને બહારની ખુલ્લી વસ્તુઓ કે પીણાં લેવાનું ટાળવું જોઈએ." જોકે, રાહતની વાત એ છે કે મેલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયાના કેસોમાં હાલ કોઈ મોટો વધારો જોવા મળ્યો નથી. હોસ્પિટલની સજ્જતા અને OPDના આંકડા સોલા સિવિલની કાર્યક્ષમતા અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું કે, ગયા અઠવાડિયા દરમિયાન હોસ્પિટલની ઓપીડી (OPD) 11,000 સુધી પહોંચી હતી, જેમાંથી 1,100 દર્દીઓને ઇનડોર પેશન્ટ તરીકે દાખલ કરી સારવાર આપવામાં આવી છે. ડિહાઇડ્રેશનના દર્દીઓ માટે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ, દવાઓ, ઓઆરએસ (ORS) પેકેટ અને સ્પેશિયલ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ કટોકટીને પહોંચી વળાય. ગરમીથી બચવા શું કરવું? (ડોક્ટરની સલાહ)
    Click here to Read More
    Previous Article
    PM 11મીએ વડોદરામાં સરદારધામ 3નું લોકાર્પણ કરશે:મોદી 500 કરોડની વિદ્યા સહાય યોજનાનો પ્રારંભ કરાવશે, સરદાર રત્ન એવોર્ડથી સન્માન કરી ઐતિહાસિક અભિવાદન કરાશે
    Next Article
    આજે વર્લ્ડ એથ્લેટિક્સ ડે:2025 માં રાષ્ટ્રીય કક્ષાએ 45, આંતરરાષ્ટ્રીય કક્ષાએ 5 મેડલ સાથે 11 ખેલાડીઓનું પ્રતિનિધિત્વ:ખેલાડી રાહુલ જાખર, કાજલ વાજા 22મી અંડર-20 એશિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment